ઐશ્વર્યા, સમીરા રેડ્ડીએ મા બન્યા પછી ટોણા સાંભળ્યા:બેબી બર્થ પછી ફિગરનું ટેન્શન, પરફેક્ટ બોડીની ચિંતા મન ખોલીને શ્વાસ લેવા દેતી નથી, ઘણી ટીનેજર્સ વજનના ડરને લીધે જમતી નથી

નિશા સિંહા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટાભાગની મહિલાઓને મેદસ્વિતા પસંદ નથી
  • નેગેટિવ બોડીની ઈમેજ ચિંતા બીમાર બનાવી દે છે

મહિલાઓની ફિગરમાં જો 1-2 ઇંચ વધ-ઘટ થાય તો તેની પર ‘કદરૂપી’નું ટેગ મારી દેવામાં આવે છે. એક્ટ્રેસ ઐશ્વર્યા રાય અને સમીરા રેડ્ડીને પણ પ્રેગ્નન્સી પછી ભારે શરીરને લીધે ટ્રોલર્સના ટોણા સાંભળવા પડ્યા. વિદ્યા બાલને પણ સ્વીકાર્યું કે મારું વધતું વજન એક રાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે.

ગયા મહીને અનુષ્કા શર્માએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, મહિલાઓ પર દરેક ઉંમરમાં સુંદર દેખાવાનું દબાણ રહે છે. અનુષ્કાને પણ ચિંતા હતી કે બેબી બર્થ પછી તેના શરીર પર શું અસર થશે? સાઈકોલોજિસ્ટે કહ્યું, નેગેટિવ બોડી ઈમેજ ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ પર ખરાબ અસર પાડે છે.

મહિલાઓને મેદસ્વિતા પસંદ નથી
આશરે 3300 મહિલાઓ પર થયેલા એક સર્વેમાં ખબર પડી કે લગભગ 90% મહિલાઓ પોતાના શરીરના કોઈ ભાગને લઈને નાખુશ રહે છે. 15 વર્ષથી લઈને 65 વર્ષની આ મહિલાઓ એટલે ખુશ નહોતી કારણ કે તેમનું વજન વધારે હતું.

પરફેક્ટ બોડીના વિચાર પાછળ કોણ છે?
બ્રાઉન યુનિવર્સીટીમાં પબ્લિશ એક રિપોર્ટ પ્રમાણે, પરફેક્ટ બોડીનો વિચાર મીડિયા, બ્યુટી ઇન્ડસ્ટ્રી અને હેલ્થ-ફિટનેસ કંપનીઓએ નક્કી કર્યો છે. મીડિયામાં પરફેક્ટ બોડીના જ ફોટો દેખાડવામાં આવે છે.

આ માટે આધુનિક ટેક્નોલોજીની મદદ લેવામાં આવે છે. કે ઓછા વજનની મહિલાઓના ફોટો પરફેક્ટ બોડી તરીકે દેખાડવામાં આવે છે. દરેક મહિલા માટે આવું પરફેક્ટ શરીર મેળવવું એ કાલ્પનિક અને અસ્વાભાવિક છે. પરંતુ દરેક મહિલાઓ આવી બોડી મેળવવાની ઈચ્છા ધરાવે છે.

નેગેટિવ બોડીની ઈમેજ ચિંતા બીમાર બનાવી દે છે
નેગેટિવ બોડી ઈમેજની ચિંતા મહિલાઓના શરીર અને મગજ પર ખરાબ અસર પાડે છે. મણીપાલ હોસ્પિટલની ક્લિનિકલ સાઈકોલોજિસ્ટ ડૉ. રૂચી શર્માએ કહ્યું, નાની ઉંમરમાં જ યુવતીઓ નેગેટિવ બોડી ઈમેજનો શિકાર થઈ જાય છે. ઘણાને ભોજન કર્યા પછી અહેસાસ થાય છે કે તેનું વજન વધી જશે. એક ટીનેજરે વજન વધી જશે તેની ચિંતામાં ભોજન છોડી દીધું. તેના પેરેન્ટ્સ આ ચિંતા લઈને મારી પાસે આવ્યા. સુંદર દેખાવાની ચાહત ટીનેજર્સના મગજ પર ખરાબ અસર પાડે છે. મહિલાઓએ જાતે જ નક્કી કરવું પડશે કે તેમને કેવું દેખાવું છે અને સુંદરતાની વ્યાખ્યા શું છે? માર્કેટ પ્રમાણે સુંદર દેખાવાની ચાહ સ્વાસ્થ્ય માટે મોંઘી પડી શકે છે.