• Gujarati News
  • Lifestyle
  • Television Actor Kamya Punjabi Was First Married To Bunty Negi The Two Got Divorced After A Decade

ડિવોર્સી મહિલાઓનું છલકતું દુઃખ:‘છૂટાછેડા પછી સંબંધીઓ જ ટોણા મારવા લાગ્યા, પતિને કોઈએ પ્રશ્નો ના કર્યા, પણ હવે ખુશીથી જીવન જીવતા શીખી ગઈ’

પારુલ રાંઝા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટીવીની ફેમસ એક્ટ્રેસ કામ્યા પંજાબીને હાલમાં જ તેના પ્રથમ લગ્ન બચાવી ના શકવાને લીધે ટ્રોલ કરવામાં આવી. ટ્રોલર્સને જવાબ આપતા એક્ટ્રેસે કહ્યું, શું મને ખુશ રહેવાનો કે જીવવાનો કોઈ હક નથી? છૂટાછેડા થયા તો શું મહિલાઓએ મરી જવું જોઈએ? ડિવોર્સ પછી લાઈફ પતી જાય છે? ડિવોર્સ પછી કામ્યા પંજાબીની જેમ ઘણી બધી મહિલાઓ આ સ્થિતિમાંથી પસાર થાય છે. સમાજમાં ડિવોર્સી પુરુષોને કોઈ પ્રશ્નોના જવાબ આપવા પડતા નથી,જેટલા મહિલોઓને આપવા પડે છે. ઘણી ડિવોર્સી મહિલાઓએ તેમના દુઃખની વાત દિવ્ય ભાસ્કર સાથે શૅર કરી......

‘...જ્યારે પતિને હું બોજ લાગવા લાગી’
દિલ્હીની છાયા શર્માએ કહ્યું, મારા લગ્ન 2012માં થયા હતા. લગ્ન થયા ત્યારે ક્યારેય વિચાર્યું નહોતું કે તેનો અંત ડિવોર્સ સાથે થશે. લગ્નના બે વર્ષ સુધી બધું યોગ્ય હતું. પરંતુ મેં આ નોકરી છોડી તો પતિ ઝઘડો કરવા લાગ્યા. ક્યારેક મારો પતિ પડોસીનું ઉદાહરણ આપતો તો ક્યારેક મને તેના મિત્રની વાઈફનું. એ પછી મેં જોબ પર જવાનું શરૂ કર્યું, મારી સેલરીમાંથી મારો ખર્ચ માંડ નીકળતો હતો. મારા પતિને આ વાત ના ગમી અને હું તેમના માટે બોજ બની ગઈ. મારી પાસે સારી નોકરી નહોતી કે બેંક બેલેન્સ પણ નહોતું આથી રોજ પતિનો ગુસ્સો સહન કરતી. વર્ષ 2018માં અમે છૂટાછેડાનો નિર્ણય લીધો. આજે હું એકલી રહું છું.

‘ડિવોર્સ પછી સંબંધીઓના ટોણા સાંભળ્યા’
છાયાએ કહ્યું, ડિવોર્સ પછી સમાજના અમુક લોકોએ મને અહેસાસ કરાવ્યો કે મેં બહુ મોટો ગુનો કરી દીધો. મારા પતિને કોઈ કઈ કહેતું નહોતું. લોકો મને અપશબ્દો કહેવા લાગ્યા. સમયની સાથે હું સ્ટ્રોંગ બની ગઈ. જૂની વાત યાદ આવે તો તે ઇગ્નોર કરું છું. પોતાને ખુશ રાખવા માટે બુક્સ વાંચું છું. હું ક્યારેય વિખરાઈ નહોતી પણ પોતાને જાતે જ સંભાળી.

‘કોઈને કહ્યા વગર અંદર-અંદર રડતી હતી’
રાજસ્થાનની વિભા ગર્ગે કહ્યું, લગ્નના 8 વર્ષ પછી ડિવોર્સ થયો. થોડા મહિના સુધી મને લાગ્યું કે બધું પૂરું થઈ ગયું. 2 વર્ષ સુધી મેં નોર્મલ લાઈફ જીવવા પ્રયત્નો કર્યા. લોકો પૂછતા, છૂટાછેડા પછી શું કરીશ? આ છૂટાછેડા માટે તું જ જવાબદાર છે. હું કોઈને જવાબ આપ્યા વગર અંદર જ રડતી હતી.

કપરી સ્થિતિમાંથી નીકળ્યા પછી સ્ટ્રોંગ બનેલી વિભાએ કહ્યું, મેં બીજા લગ્ન નથી કર્યા, ભવિષ્યમાં શું થશે તે ખબર નથી. મેં પોતાનો સ્ટાર્ટઅપ બિઝનેસ શરૂ કર્યો છે. લોકોના વિચાર ભલે બદલી ના શકી પણ આટલા વર્ષ પછી એક વાત સમજાઈ કે સાત જન્મોના બંધનમાં એડજસ્ટ થવાની જવાબદદારી માત્ર મહિલાઓની નથી. હવે હું બીજી મહિલાઓને સમજવું છું કે, ડિવોર્સ પછી કેવી રીતે જીવવું?

ડિવોર્સ એ કોઈ શ્રાપ નથી
દિલ્હી-NCRમાં મહિલા ઉન્નતિ સંસ્થાની અધ્યક્ષ શ્વેતા ત્યાગીએ કહ્યું કે, સમાજમાં ડિવોર્સ લીધેલી મહિલાઓ સામે આંગળી ચીંધવામાં આવે છે. પુરુષોને તેમનો નિર્ણય લેવાનો અધિકાર છે. ડિવોર્સી મહિલા હોવું એ કોઈ ખરાબ વાત નથી.

શ્વેતાએ કહ્યું, ખુશીઓથી દૂર રહીને અને દુઃખી થઈને જીવવાને બદલે મન ખોલીને જીવવાનો બધાને હક છે. આથી હંમેશાં તમારી ખુશીઓને પ્રાથમિકતા આપો. તમે જે કરવા ઇચ્છતા હતા પણ લગ્નને લીધે કરી ના શક્યા તે કરો. લાઈફ તમારી રીતે એડજસ્ટ કરો. એવા કોઈ ઘા નથી જે સમય સાથે ભરાય નહીં.

ડિવોર્સ પછી પણ પોતાને આ રીતે ખુશ રાખો:

  • ગ્રુપ જોઈન કરો. તમારા ગ્રુપમાં તમારા જેવી મહિલાઓ હોય તો વધારે સારું. તમે પોતાને અલગ નહીં અનુભવો.
  • બધું ભૂલીને પોતાના પર ધ્યાન આપો.
  • કોઈ નવા રિલેશન માટે ઉતાવળ ના કરો.
  • સિંગલ પેરેન્ટની જેમ બાળકોનું ધ્યાન રાખો.