ભણવાની લગન:દિવસે શાકભાજી વેચનારા અને રાતે વોચમેનની નોકરી કરીને ઘરનું ગુજરાન ચલાવનારા પિતાની દીકરી અમેરિકાની યુનિવર્સિટીમાં ભણશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શેરન ફિયોનની માતાને બ્રેસ્ટ કેન્સર છે
  • તેના માતા-પિતાના સપોર્ટને લીધે તે યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં ભણશે

અમેરિકાની યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં તેલંગાણામાં શાકભાજી વેચીને ગુજરાન ચલાવનારા પિતાની 22 વર્ષીય દીકરીનું સિલેક્શન થયું છે. તે ધ જિંદાલ સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં ફાઈનાન્સ કોર્સ કરશે. આટલો બધો અભ્યાસ કરનારી શેરન ફિયોન તેના પરિવારની પ્રથમ વ્યક્તિ છે. ગરીબ પરિવારમાં જન્મેલો શેરને ક્યારેય નહોતું વિચાર્યું કે તેને પોતાની લગનથી વિદેશ ભણવા જવાનો મોકો મળશે.

શેરનની માતાને બ્રેસ્ટ કેન્સર છે
શેરનનાં પિતાનું નામ બૂછીમાલ્લુ છે. તેમની ઉંમર 60 વર્ષ છે. તેની માતાનું નામ મરિયમ્મા છે. તેઓ 50 વર્ષની ઉંમરે બ્રેસ્ટ કેન્સર સામે લડી રહ્યા છે. શેરનનાં પિતા દિવસે શાકભાજી વેચીને અને રાતે વોચમેનનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ઘરના દરેક મેમ્બરની જવાબદારી હાલ શેરનનાં પિતાના માથે છે.

સ્કોલરશિપ અને સ્પોન્સરશિપથી સ્કૂલ અભ્યાસ પૂરો કર્યો
શેરને કહ્યું, મારા માતા-પિતાએ મને હંમેશાં ભણવા માટે પ્રેરિત કરી. તેમના સપોર્ટને લીધે હું મારા ક્લાસમાં ટોપર હતી. શેરને પોતાનો સ્કૂલનો અભ્યાસ સ્કોલરશિપ અને સ્પોન્સરશિપ દ્વારા પૂરો કર્યો. તેણે હૈદરાબાદની ક્વીન મેરી કોલેજમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશમાં બેચલર ડિગ્રી લીધી. હજારો એપ્લિકેશન્સમાંથી શેરનનું યુનિવર્સિટી ઓફ ટેક્સાસ માટે સિલેક્શન થયું છે. આગળનો અભ્યાસ તે સ્કોલરશિપથી પૂરો કરશે.

દેશની મદદ કરવા માટે પૂરી લગનથી ભણશે
યુનિવર્સિટી ઓફ ટેક્સાસ તરફથી તેને 1000 ડોલરની સ્કોલરશિપ મળી છે. આ ઉપરાંત તે ઓવરસીઝ એજ્યુકેશન ફંડ માટે પણ શોર્ટલિસ્ટ થઈ ગઈ છે. આથી તેલંગાણા સરકાર તેને દર વર્ષે 10 લાખ રૂપિયાની ફંડ આપશે. તેના કોર્સની ટોટલ ફી 27 લાખ રૂપિયા છે. હજુ પણ તેને ફર્સ્ટ યર માટે 17 લાખ રૂપિયાની જરૂર છે. બાકીની ફી માટે તેણે ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મની મદદ લીધી છે.શેરનને માઈક્રોફાઈનાન્સમાં રિસર્ચ કરીને આગળ જતા દેશની મદદ કરવી છે.

અન્ય સમાચારો પણ છે...