તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Telangana Man Converts 15 year old Bike Into Electric Bike As Petrol Becomes More Expensive, 1 Km Costs Only Rs 0.2

ઈલેક્ટ્રિક જુગાડ:પેટ્રોલ મોંઘું થતા તેલંગાણાની વ્યક્તિએ 15 વર્ષ જૂની બાઈકને ઈલેક્ટ્રિક બાઈકમાં કન્વર્ટ કરી, 1 કિમીનો ખર્ચ માત્ર 0.2 રૂપિયા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
બાઈકમાં પેટ્રોલ એન્જિનની જગ્યાએ બેટરી મૂકી - Divya Bhaskar
બાઈકમાં પેટ્રોલ એન્જિનની જગ્યાએ બેટરી મૂકી
  • કુરપતિનાં દર મહીને પેટ્રોલનાં 3000 રૂપિયા બચી ગયા
  • કન્વર્ટ કરવામાં 20 હજાર રૂપિયાનો ખર્ચ આવ્યો

પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવને લીધે સામાન્ય માણસનું બજેટ ખોરવાયું છે. ઓછા પગારમાં તોતિંગ પેટ્રોલના ભાવને કેવી રીતે પહોંચી વળવું? આ વાતને લઈને સૌ કોઈ ચિંતામાં છે તો ઘણા લોકો સોલ્યુશન શોધી રહ્યા છે. તેલંગાણાની વ્યક્તિએ તેની 15 વર્ષ જૂની બજાજની બાઈકને ઈલેક્ટ્રિક બાઈકમાં જાતે કન્વર્ટ કરી છે.

પેટ્રોલનાં ભાવને લીધે કુરપતિ વિદ્યાસાગરને જાતે ઇનોવેશન કરવું પડ્યું. તેણે પોતાની બાઈકમાં પેટ્રોલ એન્જિનની જગ્યાએ બેટરી મૂકી દીધી. કન્વર્ટર અને મોટરથી દેશી જુગાડ કરીને જાતે ઇલેક્ટ્રિક બાઈક બનાવી.

પાર્ટ ભેગા કરીને બાઈકને ફાઈનલ ટચ આપ્યું
કુરપતિ મેકેનિકનું કામ કરે છે. 42 વર્ષીય કુરપતિને ઇલેક્ટ્રિક બાઈકનો વિચાર વર્ષ 2020માં આવ્યો હતો. તેણે 10 હજાર રૂપિયાની બેટરી ખરીદી અને 7500 રૂપિયાનું કન્વર્ટર ખરીદ્યું. તેણે જાતે જ બધા પાર્ટ ભેગા કરીને ઇલેક્ટ્રિક બાઈકને ઉપયોગમાં લઇ શકાય તેવી બનાવી.

દર મહીને પેટ્રોલનાં 3000 રૂપિયા બચી ગયા
હાલ તેને ઇલેક્ટ્રિક બાઈકમાં 1 કિમીનો ખર્ચ 0.2 રૂપિયા જ આવે છે. કુરપતિએ પોતાના આ આઈડિયા વિશે કહ્યું કે, મેં કુલ 20 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો. તેનાથી દર મહીને મારા 3000 રૂપિયા બચી જશે. હવે માટે મોંઘું પેટ્રોલ ખરીદવાની જરૂર નથી. કુરપતિને રોજ 1-1.5 લીટર પેટ્રોલ બાઈકમાં ભરાવવું પડતું હતું.

મેક્સિમમ સ્પીડ 25-30 કિમી પ્રતિ કલાક
કુરપતિ રોજ 5 કલાક ચાર્જિંગ કરે છે. આટલા ચાર્જિંગમાં તે આરામથી 50-60 કિમીનું અંતર કાપી લે છે. મેકેનિકે કહ્યું, આ ઇલેક્ટ્રિક બાઈક પોલ્યુશન ફ્રી અને સેફ છે. તેની મેક્સિમમ સ્પીડ 25-30 કિમી પ્રતિ કલાક છે. ભવિષ્યમાં હું આ બાઈકમાં બીજા ચેન્જ લાવીશ.

અન્ય સમાચારો પણ છે...