45 દિવસમાં પૃથ્વીથી મંગળની યાત્રા!:નાસાની નવી ટેકનોલોજીનો કમાલ, અત્યારનાં રોકેટ 7 મહિનાનો સમય લે છે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિશ્વના ઘણા દેશો છેલ્લા દસ દાયકાથી મંગળ પર માનવીને મોકલવાની તૈયારી કરી રહ્યા છે. અમેરિકન સ્પેસ એજન્સી ‘નાસા’ના જણાવ્યા અનુસાર અનુસાર, પૃથ્વીથી મંગળ સુધીની મુસાફરીમાં 7 મહિનાનો સમય લાગે છે. અત્યાર સુધી મંગળ પર ગયેલા તમામ રોકેટોએ લગભગ એક સરખો જ સમય લીધો છે. જો કે હવે નવી ટેક્નોલોજીની મદદથી આ યાત્રા માત્ર 45 દિવસની થઈ જશે.

આ નવી ટેક્નોલોજીનું નામ 'ન્યુક્લિયર થર્મલ એન્ડ ન્યુક્લિયર ઇલેક્ટ્રિક પ્રોપલ્શન' છે. જો સરળ ભાષામાં સમજીએ તો, નાસા માનવ મંગળ મિશન માટે આવા રોકેટ બનાવવા જઈ રહ્યું છે, જેમાં પરમાણુ બળતણનો ઉપયોગ કરવામાં આવશે.

બે ટેકનિકની મદદથી રોકેટ બનાવવામાં આવશે

વૈજ્ઞાનિકોએ રોકેટના પ્રથમ તબક્કાને વિકસાવવાનું શરૂ કરી દીધું છે. આ રોકેટ કેવું દેખાશે તે આ તસવીરમાં જોઇ શકાય છે
વૈજ્ઞાનિકોએ રોકેટના પ્રથમ તબક્કાને વિકસાવવાનું શરૂ કરી દીધું છે. આ રોકેટ કેવું દેખાશે તે આ તસવીરમાં જોઇ શકાય છે

રોકેટ બનાવવા માટે બે ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે. પ્રથમ- ન્યુક્લિયર થર્મલ પ્રોપલ્શન. તે પરમાણુ રિએક્ટર ધરાવે છે, જે પ્રવાહી હાઇડ્રોજન પ્રોપેલન્ટને ગરમ કરે છે. નિષ્ણાતોના મતે, આમ કરવાથી પ્લાઝમા બનશે. આ પ્લાઝમાને રોકેટની નોઝલમાંથી બહાર કાઢવામાં આવશે, જે રોકેટને આગળ વધવા માટે વધુ ઝડપ આપશે.1955માં યુએસ એરફોર્સ અને એટોમિક એનર્જી કમિશને આ પ્રોપલ્શન સિસ્ટમ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

બીજી ટેક્નોલોજીનું નામ ન્યુક્લિયર ઇલેક્ટ્રિક પ્રોપલ્શન છે. જેમાં ન્યુક્લિયર રિએક્ટર આયરન એન્જિનને વીજળી આપે છે, જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ બને છે આ ફિલ્ડ ઝેનોન જેવા ગેસને વેગ આપે છે, જેનાથી રોકેટને આગળ વધવામાં સ્પીડ મળે છે. આ સિસ્ટમ બનાવવાના પ્રયાસો 2003 અને 2005માં થયા હતા.

રોકેટની કાર્યક્ષમતા ડબલ થઈ જશે
નવી ટેક્નોલોજી દ્વારા વૈજ્ઞાનિકો રોકેટની કામગીરી લગભગ બમણી કરી શકશે. રોકેટ બનાવવાનો આ કોન્સેપ્ટ યુનિવર્સિટી ઓફ ફ્લોરિડા ખાતે હાઇપરસોનિક્સ પ્રોગ્રામ એરિયા લીડ પ્રોફેસર રેયાન ગોસે આપ્યો છે. તેના પ્રથમ તબક્કાને વિકસાવવા માટે, તેની સાથે વધુ 13 લોકોને સંશોધનમાં સામેલ કરવામાં આવ્યાં છે. પ્રોજેક્ટ માટે 12.5 હજાર ડૉલર એટલે કે 10 લાખ 18 હજાર રૂપિયાની પ્રારંભિક રકમ પણ આપવામાં આવી છે.

મનુષ્ય માટે મંગળ પર જવાનું સરળ બનશે

જૂની ટેક્નોલોજીની મદદથી મંગળ મિશન માત્ર 3 વર્ષ સુધી જ ચાલી શકશે
જૂની ટેક્નોલોજીની મદદથી મંગળ મિશન માત્ર 3 વર્ષ સુધી જ ચાલી શકશે

અત્યારે આપણે જે ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ તેમાં સ્પેસક્રાફ્ટને પૃથ્વીથી મંગળ પર જવા માટે 7 થી 9 મહિનાનો સમય લાગે છે. નિષ્ણાતોનો અંદાજ છે કે જો આપણે આ ઝડપે મનુષ્યને મંગળ પર મોકલીએ તો દર 26 મહિને એક ફ્લાઇટ મંગળ પર જશે. ઉપરાંત, એક મિશન ફક્ત 3 વર્ષ માટે જ ચલાવી શકશે.

જો કે નવી ટેક્નોલોજી દ્વારા મંગળ પર જવાનો માર્ગ સરળ બનશે. પૃથ્વીથી મંગળ સુધીની મુસાફરી માત્ર 6.5 અઠવાડિયાંની હશે, જેનાથી મિશનનો ખર્ચ ઘટશે અને સમય પણ વધશે. અવકાશની માઇક્રોગ્રેવિટી લોકોના સ્વાસ્થ્યની સમસ્યાઓ માટે પણ ઓછી જોખમી હશે. નાસાનું આ રોકેટ ક્યારે તૈયાર થશે, તેના વિશે હાલ કોઈ માહિતી આપવામાં આવી નથી.

2023માં વિશ્વના 5 મોટાં અવકાશ મિશન

વર્ષ 2023ને સ્પેસ ટેક્નોલોજી માટે સુવર્ણયુગ માનવામાં આવી રહ્યું છે. કારણ કે 5 મોટા મિશન જે અવકાશ વિશે લોકોની સમજ વધારશે. આ યુરોપિયન સ્પેસ એજન્સીના જ્યુપિટર આઈસી મૂન્સ એક્સપ્લોરર અને સુપર હેવી સ્પેસએક્સ સ્ટારશિપનું લોન્ચિંગ છે. જાપાનની 8 સભ્યોની ટીમનું મિશન ડિઅર મૂન.

હવાઈ ​​મુસાફરી સસ્તી થશે, નાસા અને બોઈંગ બનાવી રહ્યાં છે ઈંધણ બચત વિમાન-ઈમેજ

NASA એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સન સસ્ટેનેબલ ફ્લાઇટ ડેમોન્સ્ટ્રેટર પ્રોજેક્ટનું મોડેલ બતાવી રહ્યા છે
NASA એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સન સસ્ટેનેબલ ફ્લાઇટ ડેમોન્સ્ટ્રેટર પ્રોજેક્ટનું મોડેલ બતાવી રહ્યા છે

આવનારા સમયમાં લોકો સસ્તી હવાઈ મુસાફરી કરી શકશે. ખરેખર, NASA અને બોઇંગ એકસાથે ઉત્સર્જન-ઘટાડતા સિંગલ-આઇજલ એરક્રાફ્ટના નિર્માણ, પરીક્ષણ અને ઉડાન માટે સસ્ટેનેબલ ફ્લાઇટ ડેમોન્સ્ટ્રેટર પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. નાસાએ બુધવારે આ પાર્ટનરશિપની જાહેરાત કરી હતી. પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડવા ઉપરાંત, આ એરક્રાફ્ટ ઇંધણની પણ બચત કરશે, જેનાથી હવાઈ મુસાફરી સસ્તી થશે.