તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Tech loving Family Names Newborn Baby 'HTML', Aunty 'Sincerely Pascals' Baby Naming Post Goes Viral

ફિલિપાઈન્સ:ટેક પ્રેમી ફેમિલીએ નવજાત બાળકનું નામ 'HTML' રાખ્યું, આન્ટી 'Sincerely Pascals'ની બાળકનાં નામકરણની પોસ્ટ વાઈરલ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ બાળકનું આખું નામ 'હાઈપર ટેક્સ્ટ માર્કઅપ લેન્ગેવેજ રાયો પાસ્ક્વલ' છે
  • 'HTML' ના વેબ ડિઝાઈનર પિતાનું નામ Mac Pascual છે
  • ફેમિલીના અન્ય બાળકોનાં નામ 'ચીઝ પિમેન્ટો', 'પાર્મસન ચીઝ' અને 'રિસર્ચ'

પેરેન્ટ્સ મોટે ભાગે તેમનાં બાળકોના નામ તેમના નામની સંધિ કે પછી વૈદિક નામ ' રાખવાનું પંસદ કરતાં હોય છે. પરંતુ ફિલિપાઈન્સના એક વેબ ડિઝાઈનરને પોતાના કામ પ્રત્યે એટલો અનહદ પ્રેમ છે કે તેણે પોતાનાં બાળકનું નામ 'HTML' રાખી દીધું.

તેનું નામ 'HTML' એટલા માટે રાખવામાં આવ્યું કારણ કે તેનો પિતા પોતાની જોબ માટે ડેડિકેટેડ છે. આટલું જ નહિ તમને 'HTML'ના પિતાનું નામ જાણીને પણ નવાઈ લાગશે. તેના પિતાનું નામ 'Mac' છે.

સોશિયલ મીડિયા પર બાળકનાં નામકરણની માહિતી તેની આન્ટી 'સિન્સિયરલી પાસ્ક્વલ'એ આપી. ફેસબુક પર તેણે લખ્યું કે, વેલકમ ટુ ધ વર્લ્ડ HTML. આ બાળકનું આખું નામ 'હાઈપર ટેક્સ્ટ માર્કઅપ લેન્ગેવેજ રાયો પાસ્ક્વલ' છે. આવા યુનિક નામકરણની પોસ્ટ સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાઈરલ થઈ રહી છે.

HTMLની આખી ફેમિલીનું નામ યુનિક
HTMLની ફેમિલી જરાક હટ કે છે. તેના પિતાનું નામ 'Mac Pascual' છે. Mac Pascualની બહેનનું નામ 'Spaghetti 8' છે. તેના બંને બાળકોનાં નામ 'ચીઝ પિમેન્ટો' અને 'પાર્મસન ચીઝ' છે. તેમનાં પિતરાઈ ભાઈ બહેનના નામ 'ડિઝાઈન' અને 'રિસર્ચ' છે. તેના પરથી કહી શકાય છે આ ફેમિલી ફૂડ અને ટેક્નોલોજીના રસિયા છે.

HTMLનાં નામકરણવાળી તેની આન્ટીની પોસ્ટ પર સોશિયલ મીડિયા પર યુઝરે વિવિધ જાતની કમેન્ટ્સ કરી. કેટલાક યુઝર આવા યુનિક નામથી ખુશ થયા તો કેટલાકના પેટમાં તેલ રેડાયું અને તેમણે કહ્યું કે આ પૈસા કમાવવા માટે અને ફેમિલીનું નામ ફેમસ કરવાની એક નવી રીત છે. આવી ઘૃણાસ્પદ કમેન્ટ્સ જોઈને સિન્સિયરલી પાસ્ક્વલે ફરી પોસ્ટ કરી આવા યુઝરને જવાબ આપતાં લખ્યું કે, આવાં નામથી તમે ચિંતિત ન થાઓ આગળ જે પણ થશે અમારો પરિવાર મેનેજ કરી લેશે. મારા પરિવારને ન સમજાવો કે બાળકોનાં કેવાં નામ રાખવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...