તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડબલ કમાણી:ઈટાલીમાં શિક્ષકે ત્રણ વર્ષમાં 769 રજાઓ પાડી, સ્કૂલમાં ખોટું બોલી રજા લઈ બીજી જગ્યાએ કન્સલ્ટન્સીનું કામ કરતો, બે નોકરી કરી 84 લાખ રૂપિયા કમાયો

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્કૂલમાં ફેક મેડિકલ સર્ટિફિકેટ બતાવીને બીમારીનું બહાનું આપતો હતો
  • બીમારી અને ચાઈલ્ડ કેરનું નામ આપીને સ્કૂલ પાસેથી 11 લાખ રૂપિયા લીધા

કોર્પોરેટ વર્લ્ડમાં વ્યસ્ત નોકરીમાંથી રજા લેવી એ કોઈ સહેલું કામ નથી. ઇટાલીમાં એક ટીચરે બહાના આપીને ત્રણ વર્ષમાં કુલ 769 રજાઓ લીધી. મેથ્સનો ટીચર બીમારી અને બાળકોની તબિયતના બહાના આપીને સિક્રેટલી બીજી જગ્યાએ નોકરી કરતો હતો. લાખો રૂપિયા કમાયા પછી આખરે ત્રણ વર્ષ પછી તેનો ભાંડો ફૂટી ગયો.

કમાણી વધારવા આ કારનામા કર્યા
ઇટાલીના સિસિલી શહેરમાં રહેતા 47 વર્ષીય શિક્ષકે વધારે રૂપિયા કમાવવા માટે બીજી નોકરી કરવાનું વિચાર્યું. તે શિક્ષકની નોકરીની સાથે કન્સલ્ટન્સીનું કામ પણ કરતો હતો. ટીચરની નોકરીમાં બીમારી અને ચાઈલ્ડ કેર બેનિફિટ્સમાંથી તેણે કુલ 13 હજાર યુરો એટલે કે 11 લાખ રૂપિયા ભેગા કર્યા.

કામ એક જગ્યાએ કર્યું અને બંને નોકરીનો પગાર લીધો
ત્રણ વર્ષમાં કુલ 1095 દિવસ આવે તેમાં 312 દિવસ શનિ-રવિની રજા અને બાકીની ટીચરની 769 દિવસની રજા એટલે કે તેણે ટીચરની નોકરી માત્ર 14 દિવસ જ હાજરી આપી અને બંને નોકરીનો પગાર લીધો.

હકીકતમાં ગણિતનો ટીચર એક જ જગ્યાએ કન્સલ્ટન્ટનું કામ કરતો હતો, પણ પગાર બંને જગ્યાએથી લેતો હતો. નવાઈની વાત તો એ છે કે, આ ટીચર ઓફિસમાં દેખાડવા માટે પૈસા આપીને ડૉક્ટર પાસે નકલી સર્ટિફિકેટ બનાવડાવતો હતો. આ વ્યક્તિની જોડે કામ કરતા લોકોને શંકા જતા તેમણે આટલી રજા પાછળનું કારણ શોધવાનું શરૂ કર્યું, જેમાં તેનું કારનામું પકડાઈ ગયું.

11 લાખ રૂપિયા સ્કૂલને પરત કરવાનો કોર્ટનો આદેશ
બંને નોકરીમાંથી તેણે 84 લાખ રૂપિયાની કમાણી કરી. પોલીસે શિક્ષકના ટોલ પેમેન્ટ્સ અને હોટેલ ડિટેલ્સ ચેક કરીને સમગ્ર મામલા પર પ્રકાશ પાડ્યો હતો. કોર્ટે આરોપી ટીચરને સ્કૂલ પાસેથી ખોટું બોલીને લીધેલા 11 લાખ રૂપિયા પરત કરવા આદેશ કર્યો છે. તેણે બીમારી અને ચાઈલ્ડ કેરનું નામ આપીને 11 લાખ રૂપિયા કંપની પાસેથી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...