તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Taxi Driver Becoming Women To Earn A Living, Azad Foundation Of Delhi Has Given Training To 2,000 Women So Far

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેરણા:ગુજરાન ચલાવવા મહિલાઓ ટેક્સી ડ્રાઈવર બની, દિલ્હીનું આઝાદ ફાઉન્ડેશન અત્યાર સુધી 2000 મહિલાઓને ડ્રાઈવિંગ ટ્રેનિંગ આપી ચૂક્યું છે

17 દિવસ પહેલા

પુરુષોનાં ક્ષેત્ર કહેવાતા ડ્રાઈવિંગમાં દિવસેને દિવસે મહિલાઓની સંખ્યા વધી રહી છે. મહિલાઓ ટુ વ્હીલર, કાર અને બસ ચાલવી રહી છે. આવી જ એક મહિલામાં ગુલેશ કુમારનું નામ સામેલ છે. 2007માં તેના પતિના નિધન પછી ગુલેશે ઉમેર માટે ડ્રાઈવિંગ શરૂ કર્યું હતું. ગુલેશના માથા પર તેના 9 વર્ષના દીકરાના દેખભાળની જવાબદારી હતી. તેણે એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં 5 વર્ષ સુધી કામ કર્યું હતું. 2012માં ગુલેશને તેની માતા અને દીકરાએ ડ્રાઈવર બનવાની સલાહ આપી હતી.

ગુલેશે કહ્યું, આ અનુભવ મારા માટે ઘણો વિચિત્ર હતો. આની પહેલાં હું મારા પતિ સિવાય અન્ય કોઈની સાથે કારમાં બેઠી નહોતી. પરંતુ એક ડ્રાઈવર તરીકે આજે ઘણી બધી મહિલાઓ અને પુરુષોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડું છું. ગુલેશ ઉબેર માટે છેલ્લા ચાર વર્ષથી કામ કરે છે. આ કામથી તે રોજ 2000 રૂપિયાની કમાણી કરે છે. માત્ર મોટા શહેરોમાં જ નહિ પણ નાના શહેરોમાં પણ હવે મહિલાઓ ગુજરાન ચલાવવા માટે ડ્રાઈવિંગ કરી રહી છે.

પશ્ચિમ બંગાળમાં સુષ્મિતા દત્તા ટુ વ્હીલર હોન્ડા-એક્ટિવા પર લોકોને તેમની મંજિલ સુધી પહોંચાડે છે. તેઓ છેલ્લા 3 વર્ષોથી ઇન્ડિયન ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક કંપની ઓલા માટે કાર ડ્રાઈવિંગ કરી ચૂક્યા છે. સુષ્મિતાએ કહ્યું, હું જ્યારે મારી કમાણીમાંથી મારી એકમાત્ર દીકરી માટે ગિફ્ટ લઉ છું ત્યારે મને ઘણી ખુશી થાય છે. અન્ય મહિલાઓ પણ મારામાંથી પ્રેરણા લઈને આ પ્રોફેશનમાં કામ કરે. આવી તમામ જરૂરિયાતમંદ મહિલાઓને ડ્રાઈવિંગના માધ્યમથી આત્મનિર્ભર બનાવવાની પહેલ દિલ્હીના એક NGO આઝાદ ફાઉન્ડેશને કરી છે. તેની ફાઉન્ડર સુષ્મિતા અલ્વાએ કહ્યું કે, અમારું NGO 2008થી અત્યાર સુધી આશરે 2000 મહિલાઓને ડ્રાઈવિંગ શીખવાડી આત્મનિર્ભર બનાવી ચૂકી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો