• Gujarati News
  • Lifestyle
  • 'Tanduri Pan' Came Into The Market To Compete With Banarasi Pan, Users Were Furious And Said, 'Put Chicken Leg Pieces Too'

શું તમે ટ્રાય કરશો?:બનારસી પાનને ટકકર આપવા માટે માર્કેટમાં આવ્યું ‘તંદુરી પાન’, યૂઝર્સ ભડકીને બોલ્યા, ‘ચિકન લેગપીસ પણ મૂકો’

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

તમે ઘણાં બધા ફ્લેવરના પાન ખાધા હશે પણ બનારસી પાનની સામે બધુ જ ફિક્કું પડી જાય છે. જો કે, હાલ બનારસી પાનને ટકકર આપવા માટે માર્કેટમાં ‘તંદુરી પાન’ આવ્યું છે. શું તમે ક્યારેય ‘તંદૂરી પાન’ ખાધું છે? જો તમે ના ખાધું હોય તો હવે જુઓ તે કેવી રીતે બને છે? જો તમે પણ પાન ખાવાના શોખીન છો તો આ વીડિયો તમારા જોખમે જુઓ કારણ કે, આ વાઈરલ ક્લિપ જોઈને સોશિયલ મીડિયાના લોકો ખૂબ જ નારાજ છે. આ ક્લિપ જોઈને લોકો કહી રહ્યા છે – ‘હજુ ચિકન લેગપીસ પણ નાખો. આવા નમૂનાઓ ક્યાંથી આવે છે?’

તંદૂરી પાનની રેસીપીનો વીડિયો જોયા બાદ યૂઝર્સનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે. એવું કોઈ નથી કે, જે કહે કે, તે આ પાન ખાવા માગે છે. વાઈરલ ક્લિપમાં તમે જોઈ શકો છો કે, સોપારી સાફ કર્યા પછી દુકાનદાર તેમાં કત્થો અને ચૂનો અને બાકીનો મસાલો નાખે છે. પછી તેમાં સ્મોકી ફ્લેવર ઉમેરવા માટે તે કોલસાનો ધૂમાડો કરે છે. આ પહેલા તે જે પણ કરે છે, તે આ વીડિયોમાં તમે જ જુઓ.

તંદૂરી પાનનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર thegreatindianfoodie નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે, ‘આપણે બધા સામાન્ય પાન ખાતા રહીએ છીએ પરંતુ, તે તંદૂરી પાન નામ સાંભળીને જ તમારા મોઢામાં પાણી આવી જશે. ઈન્સ્ટા યૂઝરનો એવો દાવો છે કે, આ પાન છત્તીસગઢની રાજધાની રાયપુરમાં બની રહ્યું છે અને ત્યાનાં લોકો તેને ખૂબ જ પસંદ કરે છે. હવે આ વીડિયો જોઈને લોકો ગુસ્સામાં છે. લોકો કહે છે કે, સોપારીને કાચી પણ ચાવી શકાય છે. સ્વાદ માટે તેમાં અન્ય વસ્તુઓ ઉમેરવામાં આવે છે પણ આ પાનવાળા ભાઈએ તો બધી હદો વટાવી દીધી છે.

એક યુઝરે લખ્યું છે કે, ‘ભાઈએ ચિકન લેગ પીસ પણ મુક્યા હશે.’ તે જ સમયે, અન્ય એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું છે કે, ‘દુનિયામાં પાગલોની કમી નથી.’ અન્ય યુઝર કહે છે, ‘પાનને પાન રહેવા દો ભાઈ.તેની સાથે કંઈ ન કરો.’ એકંદરે આ વીડિયોએ લોકોના મનને ખલેલ પહોંચાડી છે.