કોરોના મહામારીમાં અનેક કપલના વેડિંગ પ્લાન પર પાણી ફરી વળ્યાં છે. મહિનાઓથી મેરેજની તૈયારી કરી રહેલાં કપલને તેમના મેરેજ સિમ્પલ રીતે કે પછી પોસ્ટપોન કરવા પડ્યાં છે. જોકે આ કપરા સમયમાં પણ અનેક દુલ્હા-દુલ્હન જુગાડ કરીને લગ્નના તાંતણે બંધાઈ રહ્યાં છે. હાલ તામિલનાડુના એક કપલના મેરેજના ફોટો વાઈરલ થતાં તેમણે બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ દુલ્હા-દુલ્હને 23 મેના રોજ નજીકના મિત્રો અને પરિવારની હાજરીમાં પ્લેનમાં લગ્ન કર્યા છે.
મહેમાનોથી પ્લેન છલકાયું
130 મહેમાનનો RT-PCR ટેસ્ટ કર્યા પછી જ પ્લેનમાં જવાની પરવાનગી આપવામાં આવી હતી. રાકેશ અને દિક્ષના મદુરાઈનાં રહેવાસી છે. તેમણે મદુરાઈથી થુઠુકુડી જવા માટે ચાર્ટર ફ્લાઈટ ભાડે બુક કરાવી હતી. રાકેશ અને દિક્ષનાના પ્લેન વેડિંગનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં પ્લેનમાં છલોછલ મહેમાન દેખાઈ રહ્યા છે. લગ્નની ખુશીમાં કોઈએ સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખ્યું નથી.
યાદગાર મેરેજ માટે ફ્લાઈટ ભાડે બુક કરાવી
રાકેશ અને દિક્ષનાએ ગયા અઠવાડિયે જ એક પ્રાઈવેટ સેરેમનીમાં મેરેજ કર્યા હતા, પણ ત્યારે કોઈ મહેમાનોને બોલાવી શક્યા નહોતાં. કપલને તેમના વેડિંગ યાદગાર બનાવવા હતા, આથી તેમણે પ્લેનમાં મેરેજ કરવાનું વિચાર્યું.
રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસ સતત વધતા જોઈને શનિવારે તામિલનાડુ સરકારે 31 મે સુધી લોકડાઉન એક્સટેન્ડ કર્યું છે. દેશમાં રવિવારે 2 લાખ 22 હજાર 704 લોકો કોરોના પોઝિટિવ મળ્યા હતા. આ આંકડો છેલ્લા 38 દિવસમાં સૌથી ઓછો છે. આ પહેલાં 15 એપ્રિલે 2.16 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા, જ્યારે છેલ્લા 24 કલાકમાં 4,452 લોકોનાં મોત થયાં છે. રાહતની વાત છે કે 3 લાખ 2 હજાર 83 લોકો સાજા થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.