વાતથી બનશે વાત:મુસાફરી દરમિયાન અજાણ્યા લોકો સાથે વાત કરવાથી ડિપ્રેશનથી પીડિત લોકોને રાહત મળશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

બસ, ટ્રેન, મેટ્રોમાં સફર કરતા અથવા વેઇટિંગ હોલમાં લોકોને મોબાઇલ-લેપટોપ, અખબાર-પુસ્તકો વાંચતા જોઇ શકાય છે. લોકોએ અજાણ્યા લોકો સાથે વાત કરવાનું છોડી દીધું છે. એક સર્વે અનુસાર વેઇટિંગ રૂમમાં 7% લોકો જ અજાણ્યા સાથે વાતચીત કરે છે. ટ્રેન-મેટ્રોમાં 24% લોકોએ અજાણ્યા લોકોના હાલચાલ પૂછ્યા હતા.

યુનિવર્સિટી ઑફ શિકાગોના બિહેવિયરલ સાયન્ટિસ્ટ નોકોલસ એપલે અને તેમની ટીમે તેના પર રિસર્ચ કર્યું છે. તેઓ કહે છે કે સામાજીક સંપર્ક એટલે કે લોકોને મળવાથી, તેઓ સાથે વાતચીત કરવાથી આપણે વધુ ખુશ રહીએ છીએ, પરંતુ લોકો અજાણ્યા સાથે વાતચીત કરવામાં સંકોચ અનુભવે છે. તેઓને સામે વાળીની વ્યક્તિની પ્રતિક્રિયાનો ડર સતાવે છે. તેથી લોકો જાહેર જગ્યાઓ જેમ કે ટ્રેન, વેઇટિંગ હોલમાં લોકો પોતાને મોબાઇલ-લેપટોપ સાથે વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરે છે.

લોકો સાથે વાતચીત ન કરવાનું કારણ મોબાઇલ-લેપટોપની લત નથી.
રિસર્ચમાં સામે આવ્યું છે કે લોકો એ વાતનું અનુમાન નથી લગાવી શકતા કે એકબીજા સાથે વાત કરવાથી કેટલી શીખી શકશે. અપરિચિતોની અલગ ઓળખ અને અનુભવ હોય છે. આપણે અપરિચિતો સાથે વાતચીત ટાળીને ઘણું ગુમાવીએ છીએ. રિસર્ચમાં એ પણ જાણવા મળ્યું કે અપરિચિતો સાથે ઔપચારિક બાબતો તમને વધુ શીખવતી નથી પરંતુ ખુશ રાખે છે. ફોન પર મેસેજ કરવાને બદલે કોલની અસર વધુ થશે.

અજાણ્યા લોકો સાથે વાતચીત ડિપ્રેશન દૂર કરવામાં મદદરૂપ
કોઇ અપરિચિતની કરવામાં આવેલી પ્રશંસા તેમના જાણીતા લોકોની પ્રશંસા કરતાં વધુ અસર કરે છે. લાંબા સમય સુધી ખુશ રહે છે. ત્યાં સુધી કે ડિપ્રેશનને દૂર કરવામાં મદદરૂપ થાય છે. પરંતુ ભીડ અથવા સમૂહમાં અલગ રહેવું એક પ્રકારની વિકૃતિ છે.