લેખક : સારાહા બેરિલ ગોડેટ
સામાન્ય રીતે તો આપણી આસપાસ અનેક લોકો હોય છે પરંતુ જેની સામે દિલ ખોલીને વાત કરી શકીએ એવા બહુ જ ઓછા લોકો હોય છે. ત્યારે આપણી મનની વાત કરવા માટે આપણી આસપાસ કોઈ સમજદાર અને ભરોસાવાળી વ્યક્તિ શોધતા હોય છે જે કઈ પણ વિચાર્યા વગર તમારી વાત સાંભળે અને તે વાતને પોતાના સુધી જ સીમિત રાખે. આવા જ કેટલાક લોકોની મદદ માટે કેનેડામાં કોલ સેન્ટર 'ટેલ-એઇડ મોન્ટ્રીયલ' ખોલવામાં આવ્યું હતું.જ્યાં લોકો ફોન કરીને તેમની સમસ્યાઓ કે તણાવ વિશે વાત કરી શકે છે. એકલા વ્યક્તિના મનની વાત સાંભળવા માટેકેનેડામાં કોલ સેન્ટર 'ટેલ-એઇડ મોન્ટ્રીયલ' ખોલવામાં આવ્યું હતું.જ્યાં લોકો ફોન કરીને તેમની સમસ્યાઓ કે કોઈ ચિંતાને લઈને વાત કરી શકે છે.
કોરોનાકાળમાં કોલસેન્ટરની ડિમાન્ડમાં થયો વધારો
કોલ સેન્ટરના લોકો ચિંતિત અને પરેશાન લોકોને સીધું જ નિરાકરણ નથી બતાવતા પરંતુ પરંતુ તેમની વાત સાંભળવા માટે સમય કાઢીને ઉકેલ માટે ગોળ ગોળ રસ્તો કાઢે છે. જો કે આ કોલ સેન્ટર છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશન અને ચિંતા જેવી સમસ્યાઓથી પીડિત લોકોની વાત સાંભળી રહ્યું છે, પરંતુ કોરોનાના સમયગાળા દરમિયાન અચાનક જ આ કોલ સેન્ટરમાં વધારે કોલ આવવા લાગ્યા હતા.
તો લોકડાઉનમાં એકલા ફસાયેલા લોકો માટે આ કોલ સેન્ટર જ સહારો હતો. કોઈને કોરોના કાળ દરમિયાન આત્મહત્યાના વિચાર આવતા હતા તો કોઈને નશાની લત લાગી ગઈ હતી. આ રીતે આ કોલસેન્ટરથી ઘણાં લોકોને આત્મહત્યાના વિચારો આવતા બંધ થઇ ગયા હતા તો હજારો લોકોને ડીપ્રેશનમાંથી બહાર કાઢ્યા હતા.
કોલસેન્ટરના લોકો બીજાને મદદ કરવાથી ભાવનાથી જ કામ કરે છે
આ કોલ સેન્ટરમાં લોકો અન્યને મદદ કરવાની ભાવના સાથે કામ કરે છે.અ થવા તો એવા લોકોને રાખવામાં આવે છે જેઓ બીજાની પીડા સમજવા માંગે છે. લોકોને કોલ સેન્ટરમાં મૂકતા પહેલા ઇનકમિંગ કોલ સાંભળીને ટેસ્ટ પણ કરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.