કેટલીક વખત આપણે જેને મોટી ખુશી માની લઇએ છીએ તેના કરતાં અલગ જ થાય છે. લોકો ઊંચા પગાર અને પોતાની કેરિયરમાં સફળતા હાંસલ કરવાના પ્રયાસમાં લાગેલા રહે છે. તેને જ પોતાની ખુશી માની લે છે, પરંતુ તે અસલી ખુશી હોતી નથી. પરંતુ આપણે બીજા માટે કેટલો ખર્ચ કરી રહ્યા છીએ તેનાથી વધારે ખુશી મળે છે.
યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સાયન્સ ડાયરેક્ટર એમમિલિયાના સિમોન થોમસે આવી જ ચોંકાવનારી છ ચીજોના સંબંધમાં માહિતી આપી છે જેનાથી એવું લાગે છે કે ખુશી વધી રહી છે પરંતુ હકીકતમાં સ્થિતિ જુદી અને ઊંધી હોય છે.
શહેરમાં રહેવાથી અને ફ્રી ટાઈમને કારણે ખુશીઓ ઘટે
આપણને લાગે છે કે, શહેરમાં રહેવાથી ખુશી મળે છે, પરંતુ શહેરી જીવન તણાવ અને નાખુશીવાળું હોય છે. વધારે ફ્રી ટાઇમથી ખુશી મળે છે , પરંતુ ઉત્પાદકતા ઘટે છે. અજાણ રહેવાથી ખુશી મળતી નથી, વાત કરવાથી ખુશી મળે છે. સારા અને ઊંચા પગાર અને પ્રમોશન મળી જાય તો જીવન સરળ બની જશે પરંતુ એવું નથી.
લાંબી યાત્રા કરતા મિત્રોની સાથે લંચથી વધુ ખુશી
વસ્ત્રો, નવી કાર, ગેજેટ ખરીદવાથી વધારે ખુશી મળતી નથી. બીજા પર ખર્ચ કરવાથી ખુશી વધે છે. આવી જ રીતે ભૌતિક ચીજોના બદલે અનુભવ વધારે ખુશી આપે છે. લાંબી યાત્રા કરતા કોઇ મિત્રની સાથે લંચથી વધારે ખુશી મળે છે.
અજાણ્યા લોકો સાથે વાત કરવા માટે આવ્યું એક પુસ્તક
જર્નલ ઑફ એક્સપેરિમેન્ટલ સોશિયલ સાઈકોલોજી અનુસાર સામેથી પહેલ થાય ત્યારે મહત્તમ લોકો અજાણ્યા સાથે વાત કરીને ખુશ થાય છે. નવલકથા ‘ટોકિંગ ટુ સ્ટ્રેન્જર્સ’ના લેખક એમ. સેન્ડસ્ટ્રોમ અનુસાર અપરિચિતો સાથેની વાતચીત કરવાના ડરને દૂર કરવા માટે આ પુસ્તક લખ્યું છે.
સંશોધકોએ 2 યુનિવર્સિટીના લોકો માટે સ્કેવેન્જર હન્ટ પ્રતિયોગિતાનું આયોજન કર્યું હતું. જેમાં ભાગ લેનારાને 29 ટાસ્ક અપાયા હતા. તેમને અપાયેલી વિગતોથી મેચ થતા હોય તેવી એક અજાણી વ્યક્તિ સાથે વાત કરવાની હતી. જ્યારે કેટલાકને માત્ર અજાણ્યા લોકોને ઓબ્ઝર્વ કરવાનું કામ અપાયું હતું. પ્રતિયોગિતાની શરૂઆત અને અંતે સહભાગીઓને એક સરવે ફોર્મ પણ ભરાવાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.