આને કહેવાય નસીબ:અમેરિકાના યુવકે પ્રથમવાર ઓનલાઇન 20 લોટરી ટિકિટ ખરીદી, એક-બે નહીં પણ 20 વાર લોટરી જીતી 75 લાખ રૂપિયાનો માલિક બન્યો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવકે આની પહેલાં એક પણ વખત લોટરી ટિકિટ ખરીદી નહોતી

નસીબમાં હોય તો લોટરી લાગે આ વાક્ય આપણે ઘણીવાર સાંભળતા હોય છે. નસીબદાર લોકોનું ભવિષ્ય રાતોરાત ઝગમગી ઊઠે છે અને તેઓ કરોડપતિ બની જાય છે. અમેરિકાના વર્જિનિયા રાજ્યમાં રહેતા યુવકના કેસમાં આ વાત લાગુ જ પડતી નથી. તેણે એક જ નંબરની 20 ટિકિટ ખરીદી હતી અને તે 20 વખત વિજેતા બન્યો.

75 લાખ રૂપિયાનો માલિક બન્યો
વિલિયમ ન્યૂવેલ પોતાની ટિકિટની પસંદગીથી રાતોરાત 75 લાખ રૂપિયાનો મલિક બની ગયો. વિલિયમના કેસમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે, તેણે જીવનમાં પ્રથમવાર લોટરી ટિકિટ ખરીદી હતી. ટિકિટ ખરીદતી વખતે તેણે પોતાની બુદ્ધિ વાપરી અને કેશ પ્રાઈઝ જીત્યો. 20 લોટરીમાં તે ટોટલ 1 લાખ ડોલર એટલે કે કુલ 75 લાખ રૂપિયા જીત્યો છે. આ રૂપિયાનું તે શું કરશે તે હજુ વિચાર્યું નથી.

પહેલીવાર 20 ટિકિટ ઓનલાઇન ખરીદી
​​​​​​​લોટરી ટિકિટ જીત્યા પછી વિલિયમે કહ્યું કે, સામાન્ય રીતે લોકો લોટરી ટિકિટ કોઈ સ્ટોરમાંથી ખરીદવાનું પસંદ કરે છે પણ મેં 23 ઓક્ટોબરે પહેલીવાર 20 ટિકિટ ઓનલાઇન ખરીદી હતી. 5-4-1-1 નંબર લખેલી 20 ટિકિટ ખરીદી અને હું બધી લોટરી જીતી ગયો. આ દરેક ટિકિટની કેશ પ્રાઇઝ 5000 ડોલર હતી.

એક જ દિવસમાં બે લોટરી જીતી
​​​​​​​થોડા મહિના પહેલાં અમેરિકાનો રહેવાસી જો બી એક જ દિવસમાં 1 મિલિયન ડોલરની લોટરી બે વખત જીત્યો હતો. છેલ્લા 30 વર્ષથી એક જ નંબરની લોટરી ટિકિટ ખરીદે છે. 25 માર્ચના રોજ લોટરી જીત્યો હતો પણ કોરોના મહામારીને લીધે પ્રોસેસમાં થોડો વિલંબ પડ્યો હતો.