• Gujarati News
  • Lifestyle
  • Taking Religious Knowledge From Grandmother, Sushma Dwivedi, A Native Indian, Gets Married According To Hindu Tradition In Just 35 Minutes.

ફર્સ્ટ લેડી પુરોહિત:દાદી પાસેથી ધાર્મિક જ્ઞાન લીધું, મૂળ ભારતીય સુષ્મા દ્વિવેદી માત્ર 35 મિનિટમાં હિંદુ પરંપરાથી લગ્ન કરાવે છે

રાધા તિવારી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુષ્મા સમલૈંગિકોથી લઈને દરેક જાતિ, રંગ, ધર્મના લોકો માટે પૂજા કરાવે છે
  • પૂજારીની સાથે ફૂડ કંપનીની વાઇસ પ્રેસિડન્ટ પણ છે

મૂળ ભારતીય સુષ્મા દ્વિવેદી વિવાહ અને ધાર્મિક પૂજા કરાવનારી અમેરિકાની પ્રથમ મહિલા પંડિત બની ગઈ છે. અમેરિકામાં અત્યાર સુધી ધાર્મિક કામમાં પુરુષો જ પૂજા કરાવતા આવ્યા છે. સમલૈંગિકોથી લઈને દરેક જાતિ, રંગ, ધર્મના લોકો માટે પૂજા કરાવે છે.

દેશ-વિદેશમાં ઘણી મહિલા પૂજારી સક્રિય
ભારત અને ભારતની બહાર ઘણી મહિલાઓ પૂજારી છે. તેઓ દરેક ધર્મના કપલના લગ્ન લરાવે છે. ધર્મ અને તેની પરંપરાઓની સ્ટડી કરતા લોકો કહે છે, હજુ પણ ભારત કે વિદેશોમાં મહિલા પૂજારીની સંખ્યા વધારે નથી પરંતુ હિંદુ ધર્મમાં મહિલાઓ આગળ આવી રહી છે.

દાદી પાસેથી મળ્યું હિંદુ ધર્મનું જ્ઞાન
સુષ્માએ પંડિત બનવાનો વિચાર તેની દાદીને કહ્યો. આ વાત જાણીને દાદી ખુશ થયા. સુષ્મા દ્વિવેદીની દાદી પંડિત તો નહોતા કે તેમણે કોઈ ધાર્મિક શિક્ષણ પણ લીધું નહોતું તેમ છતાં પૌત્રીને પંડિત બનાવવા જેટલી જાણકારી હતી. બંનેએ સાથે બેસીને બધા ગ્રંથનો અભ્યાસ કર્યો. સુષ્માએ જેન્ડર ન્યૂટ્રલ મંત્રો પસંદ કર્યા જેથી જાતિ, લિંગનો કોઈ પ્રશ્ન ના આવે.

પૂજારીની સાથે ફૂડ કંપનીની વાઇસ પ્રેસિડન્ટ પણ છે
અમેરિકામાં સુષ્મા સમલૈંગિકો સહિત અનેક કપલના લગ્ન હિંદુ વિધિથી કરાવે છે. સાથે જ તે ઓર્ગેનિક ફૂડ કંપની ડેઇલી હાર્વેસ્ટની વાઇસ પ્રેસિડન્ટ પણ છે. તેને બે દીકરા છે.

35 મિનિટમાં લગ્ન કરાવે છે
વર્ષ 2016માં સુષ્માએ ન્યૂયોર્કમાં ‘પર્પલ પંડિત પ્રોજેક્ટ’ની સ્થાપના કરી. આ સંસ્થા દરેક પ્રકારની ધાર્મિક સેવાઓ આપે છે. પર્પલ શબ્દ એટલા માટે સિલેક્ટ કર્યો કારણકે આ રંગ દક્ષિણ એશિયામાં ‘ગે’ સમુદાયને રિપ્રેઝન્ટ કરે છે. લગ્ન કરાવતા સુષ્માને માત્ર 35 મિનિટ લાગે છે, જ્યારે પારંપરિક હિંદુ લગ્નમાં 3 કલાકનો સમય લાગે છે.

ધાર્મિક પ્રમુખની ભૂમિકા નિભાવી રહેલી ભારતીય મહિલાઓ:
વિમલા બાઈ: વિમલાબાઈ છેલ્લા 15 વર્ષથી મહારાષ્ટ્રમાં બાંકે બિહારી મંદિરમાં સેવા આપી રહ્યા છે. તેમની સેવા જોઈને પૂજારીના મૃત્યુ પછી એ સ્થાન આપવામાં આવ્યું. તેઓ આ મંદિરના પ્રથમ મહિલા પૂજારી છે.

શારદાબાઈ ગુરાવ: મહારાષ્ટ્રમાં બોરેગાંવમાં 42 વર્ષીય મહિલા પૂજારી શારદાબાઈ ગુરાવ ઘણા વર્ષોથી હનુમાનજીની પૂજા-અર્ચના કરી રહ્યા છે.

નંદિની ભૌમિક: કોલકાતાની નંદિની કન્યાદાન જેવી વિધિ વગર જ લગ્ન કરાવે છે. તેઓ જાદવપુર યુનિવર્સીટીમાં સંસ્કૃત પ્રોફેસર અને ડ્રામા આર્ટિસ્ટ છે.

નંદિની: નંદિની સંસ્કુતના અઘરા શ્લોક બંગાળી અને અંગ્રેજીમાં વાંચે છે. જેથી દુલ્હા-દુલ્હન તેનો અર્થ સમજી શકે. આવી પૂજા કરાવનારી તે પશ્ચિમ બંગાળની પ્રથમ મહિલા પૂજારી છે. તે પોતે પ્રોફેસર છે.

અંજુ ભાર્ગવ: અંજુ ભાર્ગવ પૂર્વ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ધર્મ આધારિત સલાહકાર સમિતિમાં સામેલ એકમાત્ર હિંદુ છે. સાથે જ કમ્યુનિટી બિલ્ડર ફેલોશિપમાં કામ કરનારી એકમાત્ર ભારતીય છે. તેમણે હિંદુ અમેરિકન સેવા ચેરિટીની શરૂઆત કરી છે.