• Gujarati News
  • Lifestyle
  • Takes Orders From Customers, Serves Coffee; But Does Not Make Food, As Gas Vapor Is Not Tolerated

એસિડ અટેક ફાઈટર્સના કેફે:ગ્રાહકો પાસેથી ઓર્ડર લે છે, કોફી સર્વ કરે છે; પરંતુ ખાવાનું નથી બનાવતી, કેમ કે ગેસની વરાળ સહન નથી થતી

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

'જો કોઈ વ્યક્તિના ચહેરા પર પિમ્પલ હોય તો તે પરેશાન થઈ જાય છે. અહીં એક 20 રૂપિયાની બોટલથી આપણે લોકોની જીંદગી બરબાદ કરી નાખીએ છીએ, પરંતુ તેમ છતાં આજે પણ તેઓ ખુશ છે. પોતાના પગ પર ઊભી છે. આ વાત લખનઉના શિરોઝ કેફેના એક એસિડ અટેક ફાઈટરની કહી છે.

આજે ઈન્ટરનેશનલ વિમેન્સ ડેના ખાસ પ્રસંગે અમે તમને લખનઉના શિરોઝ કેફેની એક મુલાકાત કરાવીએ. કેફેની ખાસિયત છે કે તેને એસિડ અટેક ફાઈટર્સ ચલાવે છે. રેસ્ટોરાંમાં નેશનલથી લઈને ઈન્ટરનેશનલ લોકો આવે છે. વિવિધ પ્રકારની ઈવેન્ટ્સ ઓર્ગેનાઈઝ થાય છે. અહીંની મહિલા ફાઈટર્સ સાથે અમે વાત કરી. તેમની કેટલીક વાતો અમે નીચે લખી રહ્યા છીએ.

અમારો ઉદ્દેશ્ય સમાજને સંદેશ આપવાનો છે

શિરોઝ કેફેમાં એસિડ એટેકની મહિલાઓના પોસ્ટર.
શિરોઝ કેફેમાં એસિડ એટેકની મહિલાઓના પોસ્ટર.

અમે મહિલાઓને કેફે વિશે પૂછ્યું તો રેશમાએ કહ્યું, ‘જેવી રીતે છોકરીઓને હીરો કહેવામાં આવે છે, તેવી જ રીતે અમે છોકરીઓ છીએ, તેથી તેનું નામ શિરોઝ રાખ્યું છે. ’

તેણે કહ્યું કે, જ્યારે અમે ઘરમાં રહીએ છીએ ત્યારે લાગે છે કે અમારી સાથે જ એસિડ એટેક થયો છે. જેના કારણે અમને એકલતા અને ડિપ્રેશન મહેસૂસ થાય છે. પરંતુ, અહીં બધાને જોઈને અને સાથે કામ કરવાથી હિંમત મળે છે. કેફેની બહાર એસિડ અટેક મહિલાઓના ફોટો લાગેલા છે, જેનાથી ક્યારેક ક્યારેક લોકોને લાગે છે કે આ કોઈ હોસ્પિટલ છે. તેના પર એક મહિલા કહે છે, અમે એવા લોકો સાથે વાત કરીએ છીએ, અને તેમને અમારા રેસ્ટોરાં વિશે જણાવી છીએ. અંદર બોલાવીએ છીએ. તેમને અહીં આવતા જોઈને અને અમારી કહાની સાંભળીને સારું લાગે છે. તેઓ પોતાના બીજા મિત્રોને પણ અહીં આવવા માટે કહે છે.

અહીં કામ કરતી મહિલાઓનું કહેવું છે કે તેઓ માત્ર પૈસા માટે કામ નથી કરતી, તેમનો ઉદ્દેશ્ય સમાજમાં એક મેસેજ આપવાનો છે. લોકો અહીં આવશે, અમારું દર્દ જોશે, પછી તેમને પણ એસિડ અટેક વિશે ખબર પડશે. જો ક્યારેય તેમની સામે આવી કોઈ ઘટના થશે તો તેઓ તેમની મદદ કરશે.

ખુબસુરતી એ અસલી સુંદરતા નથી

શિરોઝ કેફેમાં કસ્ટમર સાથે વાત કરતી એસિડ એટેક સર્વાઈવર.
શિરોઝ કેફેમાં કસ્ટમર સાથે વાત કરતી એસિડ એટેક સર્વાઈવર.

અહીંની મહિલાઓની ડિક્શનરીમાં સુંદરતાનો અર્થ અલગ છે. તેમનું માનવું છે. ‘વ્યક્તિ માત્ર ચહેરાથી જ સુંદર નથી હોતો, તેનું મન પણ સાફ હોવું જોઈએ. જે લોકોને દુઃખમાં સાથ આપે, તે વ્યક્તિની સુંદરતા હોય છે. સૌથી મોટી સુંદરતા માનવતા છે. માણસનું હૃદય સારું હોવું જોઈએ.’

‘અમે લોકો યુનીક છીએ એટલા માટે લોકો અમને આવી રીતે જુએ છે’

એસિડ એટેક ફાઈટર્સે કહ્યું, "અમે અલગ છીએ તેથી જ અમે ખાસ છીએ"
એસિડ એટેક ફાઈટર્સે કહ્યું, "અમે અલગ છીએ તેથી જ અમે ખાસ છીએ"

કેફેમાં કામ કરતી કવિતાએ કહ્યું, ‘જો આપણે મજબૂત હોઈએ તો હિંમત પણ આપોઆપ આવી જાય છે. ઘણા કસ્ટમર અમને જોઈને નર્વસ થઈ જાય છે. તે સ્વાભાવિક પણ છે. જો આપણે આપણાથી અલગ લોકોને જોઈએ છીએ, તો આપણી નજર ત્યાં જ રહે છે. તેથી અમે અમારી જાતને યુનિક માનીએ છીએ, તેથી લોકો અમને આવી રીતે જુએ છે.’

નાની બાળકીએ ગુલાબનું ફૂલ આપ્યું

કેફેમાં ખાવાનું સર્વ કરતી મહિલાઓ.
કેફેમાં ખાવાનું સર્વ કરતી મહિલાઓ.

શિરાઝ કેફેની સાથે રેશમા 2013થી જોડાયેલી છે. તેણે કહ્યું, "એકવાર કેફેમાં, એક નાની છોકરી અમારો ચહેરો જોઈને ડરી ગઈ હતી. તેની મમ્મીને આ વાત ખરાબ લાગી. બીજા દિવસે માતા-દીકરી પાછા કેફેમાં આવ્યા. જે છોકરીને જોઈને ડરી ગઈ હતી તેને બાળકીએ હાથમાં ગુલાબનું ફૂલ આપ્યું. લોકોનો આ પ્રેમ અને સપોર્ટ જોઈને અમને ઘણી ખુશી મળે છે.

કસ્ટમર સાથે ફેમિલી જેવો સંબંધ છે

કેફેમાં વિદેશથી આવેલા લોકો સાથે ફોટો ક્લિક કરાવતી એસિડ એટેક મહિલાઓ.
કેફેમાં વિદેશથી આવેલા લોકો સાથે ફોટો ક્લિક કરાવતી એસિડ એટેક મહિલાઓ.

જ્યારે અમે મહિલાઓને પૂછ્યું કે તેઓ કેફેમાં કસ્ટમર સાથે કેવી રીતે ઈન્ટરેક્ટ કરે છે તો રૂપાલીએ કહ્યું, જ્યારે નવા ગેસ્ટ આવે છે તો ક્યારેક ક્યારેક તેમને અમારા વિશે ખબર નથી હોતી. પરંતુ જ્યારે તેઓ અમારી સ્ટોરી સાંભળે છે, અમારી સાથે વાત કરે છે તો એક ફેમિલી જેવો માહોલ બની જાય છે. તેમનો ખચખાટ દૂર થઈ જાય છે. તેની સાથે તે કહે છે કે કામ દરમિયાન તેમને ઘણા પડકારોનો સામનો કરવો પડે છે. સૌથી મોટો પડકાક અમારો ચહેરો છે. કેમ કે ઋતુ પ્રમાણે અમારે અમારા ચહેરાને એડજસ્ટ કરવો પડે છે. તડકામાં નીકળવામાં મુશ્કેલી થાય છે.

આ દરમિયાન અમે જોયું કે કેફેમાં વિદેશથી પણ લોકો કેફેમાં આવે છે. તેમને કેફેનો માહોલ અને ખાવાનું ઘણું પસંદ આવ્યું. તેમણે એસિડ અટેક પીડિત મહિલાઓ સાથે વાત કરી. તેમની સાથે ફોટો ક્લિક કરાવ્યા અને તેમની સ્ટોરી સાંભળી.

વિમેન્સ ડે પર મહિલાઓને આપ્યો આ મેસેજ

મહિલા દિવસ નિમિત્તે એસિડ એટેક ફાઈટર્સનો ખાસ મેસેજય
મહિલા દિવસ નિમિત્તે એસિડ એટેક ફાઈટર્સનો ખાસ મેસેજય

ત્યાં કામ કરતી રૂપાલી અને ફરાહ ખાને કહ્યું, જે રિસ્પેક્ટ લોકો મહિલાઓને 8 માર્ચે આપે છે તે જ રિસ્પેક્ટ દરરોજ આપવી જોઈએ. એક દિવસની આઝાદીથી કંઈ નથી થવાનું. દરરોજ મહિલાઓને રિસ્પેક્ટ આપવી જોઈએ.

( આ સ્ટોરી ગૌસિયા બાનોએ કરી છે. ગૌસિયા દિવ્ય ભાસ્કરમાં ઈન્ટર્નશિપ કરી રહી છે)