કાળઝાળ ગરમીમાં લોકોની હાલત ખરાબ થઇ ગઈ છે. અગાસી જલ્દી ગરમ થઇ જવાને કારણે ટોપ ફ્લોરમાં રહેતાં લોકોને ઉનાળામાં સૌથી વધુ તકલીફ પડે છે. તો ગરમીથી છુટકારો મેળવવા માટે પંખા અને કૂલરથી પણ રાહત નથી મળતી તો AC ચલાવવાથી વીજળીનું બિલ પણ વધારે આવે છે. શું તમે પણ ટોપ ફ્લોરમાં રહો છો અને ગરમીથી પરેશાન છો? ઇન્ટિરિયર ડિઝાઇનર અવનિત શ્રીવાસ્તવ જણાવી રહ્યા છે કે, ટોપ ફલોરનાં ઘરને કેવી રીતે ઠંડું રાખી શકાય અને વિજળીનું બિલ કેવી રીતે ઘટાડી શકાય છે.
ફુલ રૂફ ટાઇલ્સ
છત પર હિટ રિફ્લેક્ટિવ ટાઇલ્સ જરૂર લગાવો, આ સામાન્ય ટાઈલ્સની તુલનામાં મોટી હોય છે અને છતને ગરમીથી શોષતા રોકે છે. તેથી ઘરની અંદર ગરમી પહોંચતી નથી.
ફોલ્સ સીલિંગ
છત અને સીલિંગ વચ્ચ સ્પેસમાં ફોલ્સ સીલિંગ લગાવો. આ ગરમીને શોષી લે છે જેના કારણે રૂમ ઠંડો રાખે છે. જેની કિંમત 500 રૂપિયા પ્રતિ સ્કવેર ફૂટથી શરૂ થાય છે.
એન્ટિ રેડિએશન રંગ
ઘરને ઠંડુ રાખવા માટે એન્ટિ રેડિએશન રંગ કરવો. એન્ટિ રેડિએશન રંગ ઘરને સામાન્ય કરતાં 2°C થી 3°C સુધી ઠંડું રાખવામાં મદદ કરે છે.
થર્મલ ઇન્સ્યુલેટેડ
ખૂબ જાડા ફેબ્રિકના થર્મલ પડદાને કારણે તડકો રૂમની અંદર આવી શકતો નથી, જેના કારણે રૂમ ઠંડો રહે છે. આ ઘણા સુંદર રંગો અને પ્રિન્ટમાં આવે છે.
રિફ્લેક્ટિવ ફિલ્મ
ગ્લાસ સ્લાઈડિંગ ડોર અથવા ગ્લાસ બાલ્કનીમાં રિફ્લેક્ટિવ ફિલ્મ લગાવવાથી ગરમી અંદર નથી આવતી. ઘરનું તાપમાન બરાબર રહે છે.
ખસનો પડદો લગાવો
ઘરની બહારની બાજુ જેમ કે બાલ્કની, બારી પર ખસનો પડદો લગાવો અને તેના પર પાણીનો છંટકાવ કરો. તેમાંથી આવતી હવા ઘણી ઠંડી હશે.
અગાશી પર માટલાં રાખો
આખી છત પર માટલાંને ઊંધાં કરીને રાખો અને વચ્ચે જે જગ્યા ખાલી છે તેમાં માટી નાખીને કવર કરી લો. જુના જમાનામાં ઘરને ઠંડું રાખવા માટે આ રીતનો ઉપયોગ કરવામાં આવતો હતો.
સોમાની ટેમ્પશિલ્ડ ટાઇલ્સ રૂમના તાપમાનને કંટ્રોલ કરે છે જેથી વીજળીના બિલમાં પણ બચત થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.