ઉનાળાની ઋતુમાં ગરમીથી છુટકારો મેળવવા માટે લોકો વોટરપાર્ક કે સ્વિમિંગ પુલનો સહારો લેતા હોય છે. પરંતુ વોટર પાર્ક અને સ્વિમિંગ પુલમાં જતા પહેલાં જાણી લો કે આ પાણીથી વેજાઇનલ હેલ્થ પર ખરાબ અસર પડી શકે છે. ઘણી વાર તમારી આ ભૂલના કારણે ગંભીર બીમારીઓ પણ થઇ શકે છે. સ્ત્રી રોગના નિષ્ણાંત મનીષા રંજન જણાવે છે કે, મહિલાઓનાં યુરેથરા નાની હોય છે, જેના કારણે મહિલાઓને UTI (urinary tract infection) થવાની સંભાવના વધારે હોય છે. તેથી જો મહિલાઓ પાણીમાં જાય છે તો તેમણે સાવધાન રહેવાની જરૂર છે.
આસીનીથી થઇ શકે છે વેજાઈનલ ઇન્ફેક્શન
સ્વિમિંગ પુલનો ઉપયોગ ઘણા લોકો કરતા હોય છે. ઘણા લોકો નહાયા વગર જ સ્વિમિંગ પુલમાં જતા હોય છે. જેના કારણે ઘણા પ્રકારના કીટાણું અને બોડી સિક્રેશન પાણીમાં આવે છે. આ સિવાય ઘણા લોકો પાણીમાં થૂંકતા હોય છે. આટલું જ નહીં ઘણા લોકો પાણીમાં પેશાબ પણ કરતી લેતા હોય છે. આ સમયે જે મહિલાઓને કોઈ પણ તકલીફ ના હોવા છતાં પણ વેજાઈનલ ઇન્ફેક્શન થઇ શકે છે. તેથી સ્વિમિંગ પુલ કે વોટરપાર્કમાં જતા પહેલા ખાસ ધ્યાન રાખો કે, પાણી ચોખ્ખું છે કે નહીં.
પાણીમાં જવાથી ઇન્ફેક્શન આસાનીથી થઇ શકે છે
વોટરપાર્ક કે સ્વિમિંગ પુલના પાણીથી વેજાઈનલ ડિસ્ચાર્જ થાય છે અથવા તો યૂરિન ઇન્ફેક્શન થઇ જાય છે. વોટરપાર્ક અથવા સ્વિમિંગ પુલમાં જવાથી તરત જ ઇન્ફેક્શન થઇ શકે છે અને બીજાને પણ ઇન્ફેક્શન થઇ શકે છે.
પુલમાં જતા પહેલા ક્લોરીન લેવલ ચેક કરો
પુલનો ઉપયોગ કરતા પહેલાં ક્લોરીન અથવા પીએચ લેવલની જરૂર તપાસ કરો, જો પાણીમાં ક્લોરીન ઓછું અથવા બિલકુલ ના હોય તો કીટાણુંઓ ફેલાવવાની સંભાવના વધુ હોય છે. ક્લોરીનનું પ્રમાણ જાણવાં માટે પ્રોટેબલ ટેસ્ટ સ્ટ્રીપ્સનો ઉપયોગ કરી શકો છો.
વેજાઇનલ કે યુરિન ઈન્ફેક્શનથી બચવા માંગતા હોય તો તમારી જાતને હાઈડ્રેટેડ રાખવી ખુબ જ જરૂરી છે. દરરોજ ત્રણથી ચાર લિટર પાણી પીવાનો પ્રયાસ કરો જેથી તમને સરળતાથી ઇન્ફેક્શન ના લાગે. તમે એવા રિસોર્ટ અથવા વોટર પાર્ક પસંદ કરી શકો છો જેનો ઉપયોગ ફક્ત તમારા પરિવારના સભ્યો જ કરી શકે.
ડોક્ટરનો કરો સંપર્ક
પેશાબ કરતા સમયે, દુખાવો, વેજાઈનલ એરિયામાં દુર્ગંધ, ખંજવાળ, પેટનાં નીચેના ભાગમાં દર્દ અથવા તો અસહજતા થાય છે તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરો. આ પાછળનું કારણ એ છે કે, વેજાઇનલ કે યુરિન ઈન્ફેક્શન કિડની સુધી ફેલાઈ જવા પર કેન્સર અને બીજી બીમારીનો ભય પણ રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.