• Gujarati News
  • Lifestyle
  • Swedish Mother Welcomes 11th Child On 11 11, Once Believed She Would 'never Have Children'

‘ગુડ મોર્નિંગ, બેબી #11’:સ્વીડિશ માતાએ 11-11નાં રોજ 11માં બાળકનું સ્વાગત કર્યું, એક સમયે માનતી હતી કે, ‘તેને ક્યારેય સંતાન નહીં થાય’

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

‘જે લોકો મેજીકમાં માનતા નથી તેમને તે ક્યારેય જોઈ શકતા નથી’- આ વાત એક માતા માટે સાચી સાબિત તઈ રહી છે કે, જેણે 11.11 ના રોજ તેના 11માં બાળકને જન્મ આપ્યો હતો. એક સમયે જે માતા માનતી હતી કે, તેને ક્યારેય સંતાન નહીં થાય, તેણે તેના અગિયારમા બાળકને જન્મ આપ્યો છે. 11 નવેમ્બર, 2022 ના રોજ, સ્વીડિશ માતા સાતુ નોર્ડલિંગ ગોન્ઝાલેઝે તેના 11માં બાળકનું સ્વાગત કર્યું હતું.

સ્વીડિશ માતાએ કેપ્શન સાથે કરી લાગણીભરી પોસ્ટ
‘ગુડ મોર્નિંગ, બેબી #11. 11/11ના રોજ 12:55 વાગ્યે જન્મ થયો. આ પળે હું ખૂબ જ લાગણીશીલ અનુભવુ છું અને આ નાના બેબી પ્રત્યે અથાગ પ્રેમ અનુભવુ છું.’ ઇન્સ્ટાગ્રામ પર નવા બેબી બોયને વેલકમ પોસ્ટમાં, સાતુએ કહ્યું હતું કે, ‘આ તે જ છે જે સપનાથી બને છે.’ તેણે એમ પણ લખ્યું હતું કે, ‘તેના બાળકોની તેમના નવજાત શિશુ ભાઈ સાથેની ક્રિયા-પ્રતિક્રિયા જાદુઈ હતી!’

પહેલી પ્રેગ્નન્સી દરમિયાન ઘટી દુ: ખદ ઘટના
જ્યારે સાતુ નાની હતી ત્યારે તે માનતી હતી કે, તે ક્યારેય માતા નહીં બની શકે. તે 21 વર્ષની ઉંમરે પહેલીવાર ગર્ભવતી બની હતી, પરંતુ એક દુ: ખદ ઘટનાનાં કારણે ગર્ભમાં જ બાળકનું નિધન થયું હતું. આ આકસ્મિક ઘટનામાં તેના ગર્ભાશયને ઘણુ નુકસાન પહોંચ્યું હતું અને તેના કારણે સાતુને ફરીથી ગર્ભધારણ કરવામાં મુશ્કેલી પડી. તણાવને કારણે તેનું ઓવ્યુલેશન બંધ થઈ ગયું. તેણે દૃઢપણે માની લીધું હતું કે, ‘તેને ક્યારેય બાળકો નહીં થાય.’

બે વર્ષ પછી બની માતા
જો કે, બે વર્ષ બાદ તે વધુ એક વખત ગર્ભવતી થઈ હતી. વર્ષ 2008માં તેણે પોતાના પહેલા બાળક નિકોલને જન્મ આપ્યો હતો. સાતુ અને એન્ડ્રેસ હવે છ છોકરીઓ અને પાંચ છોકરાઓનાં માતા-પિતા છે, જેમાં નવજાત શિશુનો પણ સમાવેશ થાય છે. નિકોલ-14 વર્ષીય, વેનેસા-13 વર્ષીય, જોડિયા બાળકોમાં જોનાથન અને ડેનિલો-12 વર્ષીય, ઓલિવિયા-9 વર્ષ, કેવિન-8 વર્ષ, સેલિના- 7 વર્ષ, ઇસાબેલ-4 વર્ષ, મેલાનિયા- 2 વર્ષ અને તાજેતરમાં જન્મેલ નવજાત બાળક.

ઇન્સ્ટાગ્રામ યૂઝર્સે પરિવારને અભિનંદન આપ્યા છે અને નવા બાળક પ્રત્યેની તેમની લાગણીઓ વ્યક્ત કરી છે. ઘણા લોકો તેનું નામ જાણવા માટે ઉત્સુક છે. 36 વર્ષીય સાતુ એક સ્ટે-એટ-હોમ માતા છે, જે પોતાના દિવસની શરૂઆત નેપીઝ બદલીને, પરિવાર માટે નાસ્તો બનાવીને અને ઘરકામ શરૂ કરતા પહેલા પોતાના બાળકોને શાળાએ જવા માટે તૈયાર કરીને કરે છે. મોટા કુટુંબનું સંચાલન કરવાનું તેનું રહસ્ય એ એક કડક શેડ્યૂલ છે.

મિરરનાં એક અહેવાલમાં સાત્તુને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, ‘માતા બનવું એ એક વિશાળ કાર્ય અને બલિદાન છે. કેટલીકવાર, હું નાસ્તો કરું તે સમયે થાકની લાગણી મને છિન્નભિન્ન કરી નાખે છે. જો કે, બાળકોનું સ્મિત અને પ્રેમ એ તેમના માટે મારી સંભાળ માટેના શ્રેષ્ઠ પુરસ્કારો છે. ગર્ભાવસ્થા પછી મારું શરીર હંમેશાં ઝડપથી સ્વસ્થ થઈ ગયું છે. હું બાળકો સાથે સક્રિય છું અને તેમના કારણે ઘણું બધું આગળ વધી શકી છું.’