તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Surrounded By Mountains, This Italian Village Does Not Receive Sunlight For Three Months, The Darkness Disappears After The Artificial Sun Is Created

કૃત્રિમ સૂર્ય:પહાડોથી ઘેરાયેલા ઈટાલીનાં આ ગામમાં ત્રણ મહિના સૂર્યપ્રકાશ પહોંચતો નથી, આર્ટિફિશિયલ સૂર્ય બનાવ્યા પછી અંધકાર દૂર થયો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિગાનેલ્લાના ગામમાં વર્ષ 2006થી કૃત્રિમ સૂર્ય અજવાળું પાથરે છે
  • આ સૂર્ય બનાવતા 9 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો હતો

દુનિયાભરમાં દરેક ખૂણા સુધી સૂર્યપ્રકાશ પહોંચે છે, પણ પૃથ્વી પર ઘણી એવી જગ્યાઓ છે જ્યાં અનેક મહિનાઓ સુધી અંધારું રહે છે અને ત્યાં વસતા લોકો સૂર્યપ્રકાશથી વંચિત રહે છે. ઈટાલીના એક ગામમાં ત્રણ મહિના સુધી સૂર્યના દર્શન થતા નથી. અહીં રહેતા લોકોએ સૂઝબૂઝથી આ સમસ્યાનું નિરાકરણ શોધીને કૃત્રિમ સૂર્ય બનાવ્યો. આ સૂર્ય તો ગામમાં વર્ષ 2006થી છે, પણ હાલમાં એક ટિકટોકરે વીડિયો પોસ્ટ કરીને યુઝર્સને ફરીથી આર્ટિફિશિયલ સૂરજની ઝલક કરાવી.

વર્ષ 2006માં ગામમાં રહેતા આર્કિટેક્ટ અને એન્જિનિયરને આઈડિયા આવ્યો હતો
ઈટાલીનું વિગાનેલ્લાના ગામની ચારેબાજુ પહાડો આવેલા છે, આ જ કારણે અહીં નવેમ્બર મહિનાથી ફેબ્રુઆરી મહિના દરમિયાન 90 દિવસ સુધી સૂર્યપ્રકાશ આવતો નથી. ગામમાં 200 લોકોનો વસવાટ છે. ચાર મહિના દરમિયાન આખું ગામ અંધકારમાં ડૂબી જાય છે પણ આર્ટિફિશિયલ સૂર્યને લીધે અહીંના લોકો રાજી થઈ ગયા. ગામમાં રહેતા એક આર્કિટેક્ટ અને એન્જિનિયરે મેયરની મદદથી વર્ષ 2006માં આર્ટિફિશિયલ સૂર્ય બનાવ્યો. તે સમયે આ સૂર્ય બનાવતા 1 લાખ યુરો એટલે કે 9 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો હતો.

6 કલાક સુધી કૃત્રિમ પ્રકાશ મળે છે
નોર્થન ઈટાલીમાં આવેલા આ ગામની મુલાકાત ટિકટોકર ડૉ. કરન રાજે લીધી હતી. તેણે પોસ્ટ કરેલા વીડિયોને લાખો લોકોએ જોયો છે. કરણે વીડિયોમાં કહ્યું, આ વિગાનેલ્લા છે, અહીં નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી સૂર્યપ્રકાશ આવતો નથી. પહાડોથી ઘેરાયેલા આ ગામમાં ચાર મહિના અંધકાર રહે છે. 8X5 મીટરની સોલિડ શીટથી ગામને આર્ટિફિશિયલ સૂર્ય મળ્યો. અંધારામાં રહેતા લોકોને હવે દિવસના 6 કલાક સુધી પ્રકાશ મળે છે.

વર્ષ 2008માં વિગાનેલ્લા ગામનાં મેયર પિરફ્રેંકો મિડાલીએ કહ્યું હતું, કૃત્રિમ સૂર્યનો શ્રેય વૈજ્ઞાનિક તથ્યો નહીં પણ મનુષ્ય વિચારને જાય છે. મને ખુશી કે હવે ગામમાં 4 મહિના અંધકાર નહીં રહે.