ટેલિવિઝન અભિનેત્રી સુરભી જ્યોતિએ આઈલાઈનરમાં યલો કલરનો ઉપયોગ કરીને નવો ફેશન ગોલ સેટ કર્યો છે. તેની પાસેથી મેકઅપની ઇન્સ્પિરેશન લઈને તમે પણ સુંદરતામાં ચાર ચાંદ લગાવી શકો છો. તેની યલો આઈલાઈનર બધાનું ધ્યાન ખેંચી રહી છે. અહીં જાણો આ લુકને અપનાવવાની સરળ રીતઃ
કેવી રીતે યલો આઈલાઈનર લગાવી
યલો કલર આઈલાઈનરને પાંપણોની ઉપર હળવા હાથેથી લગાવો. તમે ઈચ્છો તો તેની ઉપર પિંક આઈ શેડો પણ લગાવી શકો છો.
તેની સાથે કેવી એસેસરીઝ પહેરવી
સુરભીએ તેની સાથે ગ્રીન ટેસલ્ડ ઈયરિંગ્સ પહેરી છે. આ મેકઅપની સાથે ટેસલ ઈયરિંગ્સનું પેયરિંગ એકદમ પરફેક્ટ છે જે તેના લુકને ખાસ બનાવે છે.
મેકઅપ કરતી વખતે સાવધાની રાખવી
આ લુકની સાથે સુરભીની જેમ નો લિપસ્ટિકવાળો મિનિમલ મેકઅપ કરી શકો છો. તમે ઈચ્છો તો માત્ર પિંક લિપ ગ્લોસ લગાવીને તમારા લુકને કમ્પ્લિટ કરો. વ્હાઈટની સાથે યલો કોમ્બિનેશનવાળા આ ડ્રેસ પર જેટલી યલો આઈલાઈનર સારી લાગી રહી છે એટલો જ સોબર મેકઅપ પણ સૂટ થઈ રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.