તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Surabhi And Rajiv Bansal's Startup Nirmalaya Makes Agarbatti And Havan Cups By Recycling Temple Flowers To Prevent Pollution

પર્યાવરણ બચાવવા માટેનો પ્રયાસ:સુરભી અને રાજીવ બંસલનું સ્ટાર્ટઅપ નિર્મલયા પ્રદૂષણને અટકાવવા માટે મંદિરના ફૂલોનું રિસાઈક્લિંગ કરીને અગરબત્તી અને હવન કપ બનાવે છે

20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિલ્હી સ્થિતિ સોશિયલ એન્ટરપ્રાઇઝ નિર્મલયાને સુરભી, કોમર્સ ગ્રેજ્યુએટ રાજીવ બંસલની સાથે મળીને ચલાવે છે
  • કસ્ટમરને તેમની પ્રોડક્ટ્સ એટલી પસંદ છે કે તેમને જથ્થાબંધ ઓર્ડર આપે છે

દિલ્હી સ્થિતિ સોશિયલ એન્ટરપ્રાઇઝ નિર્મલયાને સુરભી, કોમર્સ ગ્રેજ્યુએટ રાજીવ બંસલની સાથે મળીને ચલાવે છે. તે દિલ્હીમાં 120થી વધુ મંદિરોની સાથે કામ કરે છે અને ફૂલોના કચરામાંથી અગરબત્તી, શંકુ, ધૂપ અગરબત્તી અને હવન કપ બનાવે છે. તેની શરૂઆત અંગે રાજીવ જણાવે છે કે, એપ્રિલ 2019માં તેણે જોયું કે મહારાષ્ટ્રના શિરડી મંદિરમાં કેવી રીતે અર્પિત કરવામાં આવેલા ફૂલોને રિસાઈકલ કરવામાં આવે છે. તેના પર રિસર્ચ કર્યા બાદ તેણે સુરભીની સાથે મળીને નિર્મલયાની શરૂઆત કરી.

આ બંનેએ દિલ્હીના ધામ કોમ્પ્લેક્સમાં પોતાની ફેક્ટરીની સ્થાપના કરી. ફેક્ટરીના પ્રારંભિક તબક્કામાં, 40 મહિલાઓ અહીં કામ કરતી હતી. પરંતુ મહામારીને કારણે મંદિર બંધ થવાથી અને પ્રસાદના અભાવના કારણે અત્યારે અહીં 15 મહિલાઓ કામ કરી રહી છે. તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલી પ્રોડક્ટ્સની કિંમત 150થી 1500 રૂપિયા સુધી હોય છે જે ઈ-કોમર્સ પ્લેટફોર્મ જેમ કે એમેઝોન અને ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ છે. આ બ્રાન્ડની પ્રોડક્ટ્સ ગોવા, બેંગલુરુ અને કોલકાતાના એરપોર્ટ પર રિટેલ સ્ટોર્સમાં પણ મળી જાય છે.

ગત વર્ષે નવેમ્બરમાં નિર્મલયાને પોતાનો પહેલો આંતરરાષ્ટ્રીય ઓર્ડર મળ્યો હતો. સુરભીના જણાવ્યા પ્રમાણે, કસ્ટમરને તેમની પ્રોડક્ટ્સ એટલી પસંદ છે કે તેમને જથ્થાબંધ ઓર્ડર આપે છે. 70 લાખથી શરૂ કરવામાં આવેલા આ સ્ટાર્ટઅપના આંત્રપ્રેન્યોરસુરભી અને રાજીવને અપેક્ષા છે કે આગામી કેટલાક મહિનામાં તેમના કામમાં વૃદ્ધિ થશે.