• Gujarati News
  • Lifestyle
  • Super Blood Moon, The Longest Lunar Eclipse In 33 Years, Appears In Many Parts Of The World

વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ:દુનિયાના ઘણાં ભાગોમાં દેખાય છે સુપર બ્લડ મૂન, 33 વર્ષનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે બુદ્ધ પૂર્ણિમાના દિવસે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ લાગ્યું. જ્યોતિષીઓના મતે 80 વર્ષ બાદ આવો દુર્લભ સંયોગ બન્યો છે. આ પૂર્ણ ચંદ્રગ્રહણ વિશ્વના ઘણા ભાગોમાં જોવા મળ્યું હતું. જ્યારે ચંદ્રગ્રહણ થયું ત્યારે ભારતમાં સવાર હતી તેથી, તે અહીં જોવા મળ્યું ના હતું. ભારતીય સમય અનુસાર ગ્રહણ સોમવારે સવારે 7.58 વાગ્યે શરૂ થયું હતું અને સવારે 11.25 વાગ્યે સમાપ્ત થયું હતું. હવે આગામી ચંદ્રગ્રહણ 8 નવેમ્બર,2022ના રોજ થશે. આ ચંદ્રગ્રહણ ખૂબ જ ખાસ હતું. તેને સુપર બ્લડ મૂન પણ કહેવામાં આવે છે. જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે હોય છે અને ત્રણેય સળંગ આવે છે, ત્યારે ચંદ્રનો રંગ લાલ દેખાય છે. આ સમયે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે.

આજનું ચંદ્રગ્રહણ દક્ષિણ-પશ્ચિમ યુરોપ, દક્ષિણ-પશ્ચિમ એશિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, પેસિફિક મહાસાગર, હિંદ મહાસાગર, એટલાન્ટિક અને એન્ટાર્કટિકામાં જોવા મળ્યું હતું એટલે કે જર્મની, બ્રાઝિલ, કેનેડા, તુર્કી, અમેરિકા અને ચિલી જેવા દેશોમાં બ્લડ મૂન જોવા મળ્યો હતો. આ પહેલાં 30 એપ્રિલે વૈશાખ અમાવસ્યા પર સૂર્યગ્રહણ થયું હતું, આ ગ્રહણ ભારતમાં દેખાયું નહોતું.

દક્ષિણ યુરોપના એક દેશ ઉત્તરી મેસેડોનિયામાં સુપર બ્લડ મૂનનો નજારો
દક્ષિણ યુરોપના એક દેશ ઉત્તરી મેસેડોનિયામાં સુપર બ્લડ મૂનનો નજારો
સોમવારે જર્મનીના ડ્રેસડનમાં એક ઐતિહાસિક ચર્ચની પાછળ ચંદ્રગ્રહણ
સોમવારે જર્મનીના ડ્રેસડનમાં એક ઐતિહાસિક ચર્ચની પાછળ ચંદ્રગ્રહણ
દક્ષિણ-પૂર્વ તુર્કીના ઐતિહાસિક શહેર મર્ડિનમાં પણ પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું
દક્ષિણ-પૂર્વ તુર્કીના ઐતિહાસિક શહેર મર્ડિનમાં પણ પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું
ઉત્તર મેસેડોનિયાના સ્કોપ્જેમાં લેવામાં આવેલી ચંદ્રગ્રહણની ફોટો
ઉત્તર મેસેડોનિયાના સ્કોપ્જેમાં લેવામાં આવેલી ચંદ્રગ્રહણની ફોટો
આ ફોટો અમેરિકાના કેન્સાસ શહેરની છે. 15 મે, રવિવારે ચંદ્રગ્રહણ થયું હતું.
આ ફોટો અમેરિકાના કેન્સાસ શહેરની છે. 15 મે, રવિવારે ચંદ્રગ્રહણ થયું હતું.
અલ સાલ્વાડોરની રાજધાની સાન સાલ્વાડોરમાં પણ ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું.
અલ સાલ્વાડોરની રાજધાની સાન સાલ્વાડોરમાં પણ ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું.
કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં આવેલા ખગોળશાસ્ત્રીય સ્મારકની પાછળ સુપર બ્લડ મૂન
કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં આવેલા ખગોળશાસ્ત્રીય સ્મારકની પાછળ સુપર બ્લડ મૂન
કેલિફોર્નિયાના ઇર્વિનડેલમાં આ વર્ષનો પહેલો બ્લડ મૂન કંઇક આવો દેખાતો હતો.
કેલિફોર્નિયાના ઇર્વિનડેલમાં આ વર્ષનો પહેલો બ્લડ મૂન કંઇક આવો દેખાતો હતો.
ફોટોમાં ક્રિમિયાના નાના ગામ મોલોચનોયમાં સ્થિત રેડિયો ટેલિસ્કોપ આરટી-70ની ઉપર ચંદ્ર સોનેરી રંગમાં જોવા મળ્યો હતો
ફોટોમાં ક્રિમિયાના નાના ગામ મોલોચનોયમાં સ્થિત રેડિયો ટેલિસ્કોપ આરટી-70ની ઉપર ચંદ્ર સોનેરી રંગમાં જોવા મળ્યો હતો
ચંદ્રગ્રહણની આ સુંદર ફોટો ચિલીના સેન્ટિયાગોમાં લેવામાં આવી હતી.
ચંદ્રગ્રહણની આ સુંદર ફોટો ચિલીના સેન્ટિયાગોમાં લેવામાં આવી હતી.
અમેરિકામાં વોશિંગ્ટન મેમોરિયલ પાસે થોડીક સેકન્ડ માટે જ બ્લડ મૂન જોવા મળ્યો હતો.
અમેરિકામાં વોશિંગ્ટન મેમોરિયલ પાસે થોડીક સેકન્ડ માટે જ બ્લડ મૂન જોવા મળ્યો હતો.