તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Sun And Heat Damage The Skin, Do These Remedies To Keep The Skin Healthy And Radiant During The Summer Season

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્કિન કેર:તડકો અને ગરમી સ્કિનને નુકસાન પહોંચાડે છે, સમર સીઝનમાં ત્વચાને હેલ્ધી અને રેડિયન્ટ રાખવા આટલી વસ્તુ ટ્રાય કરો

6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવસમાં પાણીથી ત્રણ-ચાર વાર ચહેરો ધોવો જોઈએ
  • ગ્લિસરિન અને ગુલાબ જળને પાણીમાં મિક્સ કરીને સ્નાન કરવું

ગરમી શરુ થવાની સાથે શરીરમાં ડિહાઈડ્રેશન થવા લાગે છે, તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય અને સ્કિન પર દેખાય છે. ગરમીને લીધે સ્કિન સૂકી દેખાય છે. તેનાથી બચવા માટે પાણી પીવું જ પૂરતું નથી. અહી જણાવેલા અમુક ઉપાયથી તમને મદદ મળી શકે છે.

1. ફેસ કેર: ચહેરાને ધૂળ અને પરસેવાથી બચાવીને રાખો. આ ઋતુમાં ખીલ વધારે થાય છે આથી પાણીથી ત્રણ-ચાર વાર ચહેરો ધોવો જોઈએ. દર વખતે ફેસ વોશનો ઉપયોગ કરવો જરૂરી નથી. મુલ્તાનની માટી, ચંદન, ગુલાબ જળનો ઉપયોગ પણ કરવો જોઈએ.

2. નેચરલ મોશ્ચરાઈઝર: હવે વિન્ટર ક્રીમ લગાવવું બંધ કરી દેવું જોઈએ, તેનાથી નુકસાન થઇ શકે છે. લાઈટ લોશન કે પછી સીરમ લગાવો. વોટર અને જેલ બેઝ્ડ મોશ્ચરાઈઝર લગાવવું જોઈએ. એક્સ્ટ્રા ઓઈલી સ્કિન માટે મિનરલ ફેશિયલ સ્પ્રેનો ઉપયોગ કરી શકો છો. ગ્લિસરિન અને ગુલાબ જળને પાણીમાં મિક્સ કરીને સ્નાન કરી શકો છો.

3. ક્લીનિંગ, ટોનિંગ, મોશ્ચરાઈઝિંગ: ગરમીમાં પણ સ્કિન ડ્રાય થાય છે. ACમાં વારંવાર આવ-જા કરવાથી પણ આવું થાય છે. સૂતા પહેલાં ક્લિનિંગ ટોનિંગ મોશ્ચરાઈઝિંગ અવશ્ય કરો. સતત પરસેવાથી સ્કિનના પોર્સ બંધ થઇ જાય છે આથી ટોનર લગાવો.

4. આંખ અને હોઠની દેખભાળ: બપોરે 12 વાગ્યાથી સાંજે 4 વાગ્યા દરમિયાન તડકામાં બહાર જવાનું થાય તો સનગ્લાસ પહેરો અને લિપ બામ અવશ્ય લગાવો.

5. હાઈજીન: ગરમીમાં બે વખત ન્હાવાથી સ્કિન ફ્રેશ રહે છે. આળસ અને સુસ્તી દૂર થશે. અળાઈઓની તકલીફ હોય તો પાણીમાં લીમડાના પાન નાખી ન્હાવું. હાથ-પગને મીઠાના પાણીમાં થોડીવાર રાખવાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે. એ પછી વિટામિન C યુક્ત ક્રીમ લગાવી શકો છો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો