• Gujarati News
  • Lifestyle
  • Sumitra Is Working To Improve The Mental State Of The People As Well As Against Malnutrition, She Started This Work After Seeing Her Sister Commit Suicide.

ઝારખંડ:16 વર્ષની બહેનની આત્મહત્યાથી હચમચી ગયેલી સુમિત્રાએ માનસિક સ્વાસ્થ્ય અને કુપોષણ સામે જંગ આદરી, 36 હજાર આદિવાસી સ્ત્રીઓનું જીવન બદલ્યું

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

છેલ્લા 12 વર્ષોથી 31 વર્ષીય સુમિત્રા ગગરાઈ લોકોનું માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે કામ કરી રહી છે. અત્યારે સુધી તે પોતાના પ્રયત્નોથી 36 હજાર આદિવાસી મહિલાઓનું જીવન બદલી ચૂકી છે. આ જ કારણે ઝારખંડમાં થતા માતા અને નવજાત શિશુના મૃત્યુદરમાં ઘટાડો આવ્યો છે. સુમિત્રાનો જન્મ આદિવાસી જનજાતિમાં થયો હતો. તે બાળકોમાં વધતા જતા કુપોષણ વિરુદ્ધ કામ કરી રહી છે. સુમિત્રાનું કામ જોઇને વર્ષ 2020માં CII ફાઉન્ડેશન દ્વારા હેલ્થ કેટેગરીમાં વુમન એક્ઝામ્પલર અવોર્ડથી સન્માનિત કરવામાં આવી. સુમિત્રાએ 17 વર્ષની ઉંમરે ગ્રામીણ સ્વાસ્થ્ય કાર્યક્રમ એકજુટ જોઈન કર્યો. આજે તેના લીધે ઝારખંડમાં ગરીબીનો સામનો કરી રહેલા પશ્ચિમ સિંહભૂમ કક્ષેત્રમાં સ્વાસ્થ્યને લઈને જાગૃતિ વધી છે.

સુમિત્રાના લગ્ન અત્યંગ ગરીબ પરિવારમાં થયાં. બે દીકરીઓના જન્મ પછી તેને સાસુ-સસરામાં ટોણા સાંભળવા પડ્યા. તેણે પોતે પણ સાસુ-સસરા અને પતિ દ્વારા ઘરેલું હિંસાનો સામનો પણ કર્યો. પરિવારમાં થયા રોજના ઝઘડાને લીધે તેની માનસિક સ્થિતિ બગડવા લાગી. એ પછી તે એક સ્વ સહાયતા સમૂહ સાથે જોડાઈ અને પોતાની તકલીફ જણાવી. આ ગ્રુપની મહિલાઓએ સુમિત્રાના પતિ સાથે વાત કરી. તેમના પ્રયત્નોથી સુમિત્રાના પતિના વ્યવહારમાં સુધારો આવ્યો અને તેની જિંદગી બદલાઈ ગઈ.

સુમિત્રાની નાની બહેને તેનું સંપૂર્ણ જીવન બદલી નાખ્યું. 16 વર્ષની ઉંમરે માનસિક બીમારીઓનો સામનો કરી રહેલી બહેને આત્મહત્યા કરી. ત્યારે સુમિત્રાને સમજાયું કે, જો સમયસર માનસિક બીમારીની સારવાર કરવામાં આવી હોત તો આજે તેની બહેન જીવતી હોત. એ પછી સુમિત્રાએ માનસિક તકલીફોનો સામનો કરી રહેલા લોકોની મદદ કરવાનું શરુ કર્યું. તે કાઉન્સેલિંગ પણ કરે છે.

અન્ય સમાચારો પણ છે...