• Gujarati News
  • Lifestyle
  • Sujata And Tanya's Startup 'Suta', Both Strive To Improve The Condition Of Sari Makers Through Their Own Brand.

બે બહેનોની સક્સેસ સ્ટોરી:સુજાતા અને તાન્યાનું સ્ટાર્ટઅપ ‘સુતા’, બંને પોતાના બ્રાંડનાં માધ્યમથી સાડી બનાવતા કારીગરોની સ્થિતિ સુધારવાના પ્રયત્નો કરે છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનપ્રિન્ટેડ સિંગલ કલર સાડીને ડિઝાઈનર સાડીમાં ફેરવીને કોટન સાડીની શોખીન મહિલાઓ સુધી પહોંચાડે છે
  • હાલ તેમના કલેક્શનમાં કોટન ઉપરાંત અન્ય ઘણી સાડી સામેલ થઈ ગઈ છે

બંને બહેનોએ મળી કોટન સાડી હાઈલાઈટ કરવા માટે પોતાની બ્રાંડ સુતાની શરુઆત કરી. તેઓ બંગાળી કારીગરોએ બનાવેલી સાડીને પ્રમોટ કરે છે. પોતાની બ્રાંડથી અનપ્રિન્ટેડ સિંગલ કલર સાડીને ડિઝાઈનર સાડીમાં ફેરવીને કોટન સાડીની શોખીન મહિલાઓ સુધી પહોંચાડે છે.

હાલ તેમના કલેક્શનમાં કોટન ઉપરાંત અન્ય ઘણી સાડી સામેલ થઈ છે. સુજાતા બિસ્વાસે ભુવનેશ્વરની કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીમાં બી ટેક ડિગ્રી લીધી છે.એ પછી તેણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ફોરેન ટ્રેડમાંથી માર્કેટિંગમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો કોર્સ કર્યો.

સુજાતાની બહેન તાન્યા બિસ્વાસે NIT રાઉરકેલામાંથી સિરામિક સાયન્સ એન્ડ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. એ પછી તેણે ઓરિસ્સામાં એક ફર્મમાં એક વર્ષ સુધી પ્રોડક્શન મેનેજર તરીકે કામ કર્યું. તેણે લખનૌના IIMમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર કર્યું. તાન્યાએ પોતાની બ્રાંડ પહેલાં ઘણા કામ બીજા માટે કર્યા. આ બંને તેમની બ્રાંડનાં માધ્યમથી સાડી બનાવતા કારીગરોને રોજગાર આપીને તેમની સ્થિતિ સુધારવાના પ્રયત્નો કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...