મનોરોગ / અચાનક ગભરાહટ થવી, ડર લાગવો વગેરે પેનિક અટેકના લક્ષણો હોઇ શકે છે

Sudden anxiety, fear, etc. may be symptoms of panic attack

divyabhaskar.com

May 14, 2019, 10:39 AM IST

હેલ્થ ડેસ્કઃ પેનિક ડિસઓર્ડર અથવા પેનિક અટેક એક મનોરોગ છે. જેમાં રોગીના મનમાં કોઇ ખરાબ ડર રહેલો હોય છે. આ અટેક કોઇપણ વ્યક્તિને કોઇપણ સમયે આવી શકે છે. જો કે અટેક આવતાં પહેલાં તેના લક્ષણ દેખાવાના શરૂ થઇ જાય છે, પરંતુ આ લક્ષણો સાવ સામાન્ય હોવાનાં કારણે વ્યક્તિ તેને બહુ ધ્યાન પર લેતી નથી. તેવી સ્થિતિમાં પેનિક અટેકના લક્ષણો સાથે તેનાથી કેવી રીતે બચી શકાય તે વિશેની જાણકારી મેળવવી જરૂરી છે.

પેનિક અટેક એટલે?
સામાન્ય ભાષામાં કહીએ તો, ગભરાહટ કે ધ્રાસ્કો પડવાના કારણે આવતા માનસિક હુમલાને પેનિક અટેક કહેવામાં આવે છે. અચાનક વ્યક્તિના મન પર ભય હાવી થઇ જવો કે પછી લાંબા સમય સુધી તણાવમાં રહવાનાં કારણે પોતાના સ્વભાવક કરતાં વિરુદ્ધ રહેવાની સ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે પેનિક અટેક આવે છે. આ હુમલા દરમિયાન દર્દીને બેચેની અને કંઇ ખોટું થવાનું છે, તેવો સતત ભય લાગ્યા કરે છે. ક્યારેક આ પ્રકારના ભયની અસર વ્યક્તિ પર ઓછી જોવા મળે છે, તો ક્યારેક પેનિક ડિસોર્ડર અથવા સોશિયલ ફોબિયાના રૂપમાં સામે આવે છે, જે એગ્ઝાઇટી ડિસોર્ડરનો જ એક પ્રકાર છે. 15 સેકન્ડથી લઇને 1 કલાક સુધી આ અટેકની અસર રહે છે.

પેનિક અટેકના લક્ષણ
પેનિક અટેકના લક્ષણો એકદમ જ સામે આવે છે. આ લક્ષણો દરેક વ્યક્તિમાં અલગ-અલગ જોવા મળે છે. જો કે પેનિક અટેક જીવલેણ હોતો નથી, પરંતુ વ્યક્તિ માનસિક રીતે બીમાર કરી દે છે. તે ફક્ત 10-15 મિનિટનો જ હોય છે. જેના લક્ષણો નીચે મુજબ છે.

 • પોતાનું સંતુલન ગુમાવી દેવું
 • શ્વાસ લેવામાં તકલીફ પડવી
 • હૃદયનાં ધબકારા વધી જવા
 • ગળા પર દબાણનો અનુભવ થવો
 • બેભાન હોય તેવું લાગે
 • હાથ-પગની આંગળીઓ પર ખાલી ચડી જવી
 • હાથ-પગ પર પરસેવો થવો
 • દાંત કકડવા
 • કાનમાં ઘંટનો અવાજ સંભળાવવો
 • માથા પર ભારનો અનુભવ કરવો
 • હંમેશા ખરાબ ઘટનાનો અનુભવ થવો અને વિચાર આવવો

પેનિક અટેકથી બચવા માટે
પેનિક અટેક મનોરોગ છે. જો વ્યક્તિને ઉપરોક્ત કોઇપણ લક્ષણ જણાય તો તેણે ડોક્ટરનો સંપર્ક કરીને ચેકઅપ કરાવો જોઇએ. તે સાથે પેનિક અટેકથી બચવા માટે વ્યક્તિએ જાતે જ પ્રયાસ કરવો પડે. જેમાં મેડિટેન કરો, વ્યાયામ કરો, પૌષ્ટિક આહાર લો, આ ઉપરાંત થોડો સમય પોતાની રોજીદી ભાગદોડની જીંદગીમાંથી બ્રેક લઇને ક્યાંક ખુલ્લી જગ્યાએ ફરવા જાઓ.

X
Sudden anxiety, fear, etc. may be symptoms of panic attack
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી