તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Student's Grandmother Suffers Stroke During Online Class, School Teacher Sends Ambulance To Save Life

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમેરિકા:ઓનલાઈન ક્લાસ દરમિયાન વિદ્યાર્થિનીના દાદીને સ્ટ્રોક આવ્યો, સ્કૂલ ટીચરે તાત્કાલિક એમ્બ્યુલન્સ મોકલીને જીવ બચાવ્યો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમેરિકામાં મિશિગન રાજ્યમાં પ્રથમ ધોરણની એક ટીચરની સૂઝબૂઝને લીધે વખાણ થઇ રહ્યા છે. જૂલિયા કૂચ નામની શિક્ષકે ઓનલાઇન ક્લાસ દરમિયાન ફોન પર એક વિદ્યાર્થિની સાથે વાતચીત કરતી વખતે જાણી લીધું કે તેની દાદીને સ્ટ્રોક આવ્યો છે. શિક્ષકે તરત પ્રિન્સિપાલને ફોન કર્યો અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરીને વિદ્યાર્થિનીના ઘરે પહોંચી. દાદીને હોસ્પિટલ પહોંચાડ્યા અને તેમનો જીવ બચી ગયો.

જૂલિયા તેના વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ ક્લાસમાં ભણાવી રહી હતી. જૂલિયાએ કહ્યું કે, ‘ક્લાસ દરમિયાન એક બાળકીના દાદી સિન્થિયા ફિલિપ્સનો ફોન આવ્યો. તેમને બાળકીના ટેબલેટને ચાર્જ કરવામાં તકલીફ થઇ રહી હતી. સિન્થિયા સાથે વાતચીત દરમિયાન મને લાગ્યું કે તેમનો અવાજ સ્પષ્ટ આવતો નથી. તેઓ શું બોલી રહ્યા છે તે મને સમજાતું નથી.’

જૂલિયાને અનુભવ થયો કે બાળકીના દાદીનો જીવ જોખમમાં છે. તેણે તરત જ સ્કૂલના પ્રિન્સિપાલને જણાવ્યું. એ પછી સ્ટાફની મદદથી એમ્બ્યુલન્સ બોલાવી. પ્રિન્સિપાલે કહ્યું કે, ‘જ્યારે મેં સિન્થિયા સાથે વાત કરી તો તેઓ ચક્કર ખાઈ રહ્યા હતા. તેઓ શું બોલવા માગતા હતા તે પણ ખબર નહોતી પડતી. મને ખબર હતી કે આ સ્ટ્રોકના જ લક્ષણ છે કારણ કે મેં આ જ કારણે મારા પિતા ગુમાવ્યા છે. આથી હું તરત જ મદદ માટે દોડી ગઈ.’

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો