વાળ ખરવા પાછળ અનેક કારણો:ચોટલો વાળતી વખતે ખેંચવાથી વાળ ઉપર પડે છે સીધી અસર, ઓક્સિજન અને અનિંદ્રાની સમસ્યા પણ છે જવાબદાર

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજની લાઇફસ્ટાઇલને કારણે સૌથી મોટી સમસ્યા હોય તો તે વાળ ખરવાની સમસ્યા છે. ડાયટમાં ફેરફાર, સ્ટ્રેસમાં વધારો અને લાઇફસ્ટાઇલ પણ વાળ ખરવા પાછળ અગત્યનો ભાગ ભજવે છે. ફરીદાબાદમાં આવેલી એકાર્ડ હોસ્પિટલના ડર્મેટોલોજિસ્ટ ડો. સોનાલી ગુપ્તા જણાવે છે કે, આખરે વાળ કેમ ખરે છે અને વાળ ન ખરે તે માટે શું કરી શકાય?

ચોમાસામાં વાળ વધારે ખરે છે
ચોમાસાની ઋતુમાં હવામાં ભેજ હોવાને કારણે પરસેવો વધારે થાય છે. ઘણા લોકોને ચોમાસામાં પરસેવો થવાને કારણે વાળ વધારે ખરે છે. તેથી ચોમાસાની ઋતુમાં વાળનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અઠવાડિયાંમાં 2થી 3 વાર વાળ અચૂક ધોવા જોઈએ. તો વાળને બરાબર સુકાવવા જોઈએ. જો થોડો પણ ભેજ વાળના મૂળમાં રહી જાય છે તો ઇન્ફેક્શન થવાની શક્યતા રહે છે.

વાળના મૂળમાં ઇજા થાય
ચોટલો વાળતી વખતે વાળને જોરથી ખેંચીને રબર લગાવવાથી અથવા તો હેલ્મેટ પહેરવાથી વાળના મૂળમાં ઇજા થાય છે જેને ટ્રેક્શન ઍલોપીસિયા કહેવામાં આવે છે. જો આ બીમારી વધી જાય તો તેને ટ્રિકોટિલોમેનિયા કહેવામાં આવે છે, જેમાં વાળને ખેંચવાની ઈચ્છા થાય છે. વાળ નબળા હોય ઓટ ઝડપથી તૂટવા લાગે છે.

ઓક્સિજનની ઉણપના કારણે વાળની અંદરની ત્વચા (હેર ફોલિકલ્સ)નબળી થઇ જાય
આયર્નની ઉણપને કારણે શરીરમાં હિમોગ્લોબીન પણ ઓછું હોય છે. હિમોગ્લોબીન ફેફસામાંથી ઓક્સિજન લઈને લોહી સુધી પહોંચાડે છે. જો આયર્નની ઉણપને કારણે શરીરમાં હિલોગ્લોબીન ઓછું થઇ જાય છે તો શરીરમાં ઓક્સિજન ઓછું થવા લાગે છે. હેર ફોલિકલ્સ મજબૂત થાય તે માટે ઓક્સિજન ખુબ જ જરૂરી છે. પરંતુ એનિમિયાને કારણે વાળ ઝડપથી ખરવા લાગે છે.

હોર્મોન્સમાં ફેરફાર અને અનિંદ્રાની સમસ્યા
સર્કાડિયન રિધમ હોર્મોન્સને ઉંઘ અને જાગવા સાથે સંબંધ છે. જો ઊંઘ કે જાગવામાં કોઈ ગરબડ અને હૉર્મોન્સના અસંતુલનને કારણે ઊંઘ પૂરી થતી નથી તો વાળ ઝડપથી ખરવા લાગે છે. મેનોપોઝ, પીસીઓએસ, થાઇરોઇડ, ડાયાબિટીસ પણ વાળ ખરવા પાછળ જવાબદાર છે.

વાળ ખરવા પાછળ આ કારણ પણ જવાબદાર
ખરાબ ડાયટ, રોગપ્રતિકારક શક્તિ અથવા સર્જરી કે કોરોનાને કારણે પણ વાળ ખરી શકે છે. જો તણાવને કારણે વાળ ખરતા હોય તો લાઈફસ્ટાઈલમાં બદલાવ લાવીને કે ડાયટથી વાળ ખરવાની સમસ્યા દૂર થઇ જાય છે. જો તમે બરાબર ડાયટ ફોલો કરો છો તો ફરીથી નવા વાળ આવી શકે છે.