કોઈ અજાણ્યા વ્યક્તિના કારણે અમેરિકાની એક મહિલા કરોડપતિ બની ગઈ. લોકો તેને નસીબદાર માની રહ્યા છે. હકીકતમાં, મહિલાને કોઈ અજાણ્યા વ્યક્તિએ લોટરીની ટિકિટ ખરીદવાની સલાહ આપી હતી. તે પોતાના પતિની સાથે ગેસ સ્ટેશન પર લાઈનમાં ઊભી હતી. ત્યારે એક વ્યક્તિ તેની પાસે આવ્યો અને તેને કહ્યું, 30 ડોલરની લોટરી ટિકિટ ખરીદવી જોઈએ, તેણે દાવો કર્યો હતો કે, તે આ લોટરી ટિકિટથી 31 કરોડ જેટલી રકમ જીતી શકે છે.
સ્ક્રેચ કરવા પર સરપ્રાઈઝ
થોડો વિચાર કર્યા પછી, મહિલાએ ટિકિટ ખરીદી લીધી. તેના પછી કપલે તે ટિકિટને સ્ક્રેચ કરી. કપલે જોયું કે તેઓ એટલી જ રકમ જીત્યા છે, જેટલી રકમ જીતવાનો દાવો તે વ્યક્તિએ કર્યો હતો. આ રીતે મહિલા કરોડપતિ બની ગઈ, જેની તેણે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. પ્રાઈવસીના કારણે મહિલાનું નામ જાહેર કરવામાં નથી આવ્યું.
લોટરી જીતવાથી ઘણી ખુશ છે મહિલા
તેના પછી તે લોટરી હેડક્વાર્ટર પહોંચી. જ્યાં તેણે એક વખતમાં 19 કરોડ રૂપિયા લેવાનો નિર્ણય કર્યો, ત્યારે મહિલા પાસે ઈનામ તરીકે 31 કરોડ રૂપિયા લેવાનો વિકલ્પ પણ હતો, પરંતુ આ બધા પૈસા માટે તેણે 30 વર્ષની રાહ જોવી પડે તેમ હતું, કેમ કે, આ રકમ દર વર્ષે હપ્તામાં મળતી હતી. તેના કારણે તેણે એક જ વખતમાં 19 કરોડ રૂપિયા લેવાનો નિર્ણય કર્યો. લોટરી મળવાથી મહિલા અને તેનો પતિ ખૂબ જ ખુશ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.