• Gujarati News
  • Lifestyle
  • Stranger Woman Returns Book Taken 50 Years Ago, Donates Money For Donation As A Surprise Inside The Book

અમેરિકા:અજાણી મહિલાએ 50 વર્ષ પહેલાં લીધેલું પુસ્તક પરત કર્યું, પુસ્તકની અંદર સરપ્રાઈઝ તરીકે ડોનેશન માટે પૈસા આપ્યા

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તર પૂર્વ પેન્સલ્વેનિયાની એક લાઈબ્રેરીમાંથી 50 વર્ષ પહેલાં આ પુસ્તક લેવાઈ હતી
  • 50 વર્ષ પછી મહિલાએ ડોનેશન સાથે પુસ્તકમાં એક લેટર પણ લખીને આપ્યો

વાંચવાના રસિકો માટે લાઈબ્રેરી તેમને પુસ્તક વાંચવા માટે ઉધાર આપે છે. તે થોડાક દિવસ પછી પરત આપવાં પડે છે અને તેનો ચાર્જ પણ આપવો પડે છે. અમરિકાની એક લાઈબ્રેરીમાં આશ્ચર્ય પમાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. ઉત્તર પૂર્વ પેન્સલ્વેનિયાની એક લાઈબ્રેરીમાં અજાણી વ્યક્તિએ 50 વર્ષ પહેલાં લીધેલા પુસ્તકને પરત કર્યું છે.

1967ની 'Coins You Can Collect' નામની બુક છેલ્લા મહિને લાઈબ્રેરીમાં આવી. આ બુક બર્ટન હોબ્સને લખી છે. બુકની સાથે $20 (આશરે 1400 રૂપિયા)નું બિલ પણ હતું.

આ બુકની સાથે એક લેટર પર અટેચ છે. લેટરમાં પુસ્તકને સંબોધતા લખવામાં આવ્યું છે કે આ બુક 50 વર્ષ પહેલાં (જી હાં 50 વર્ષ પહેલાં) એક નાની છોકરીએ 1971માં લાઈબ્રેરીમાંથી લીધી હતી. તે સમયે તેને નહોતી ખબર કે તે પેન્સલ્વેનિયામાંથી શિફ્ટ થશે. તમે જોઈ શકો છો કે તેણે મારી સારી સાર સંભાળ કરી છે. ઘણી વખત તેણે પ્રયાસ કર્યો કે તે પુસ્તક પરત આપી દે.

લેટરમાં લખ્યું હતું કે દંડ તરીકે તેણે જેટલી રકમ આપી તે વાસ્તવિક રકમ કરતાં ઓછી હોઈ શકે છે પરંતુ તેણે વિનંતી કરી કે આ રકમ લાઈબ્રેરિયન અન્ય બાળકોના દંડ તરીકે ભરી દે.

લાઈબ્રેરિયન કેલરે કહ્યું કે ટૂંક સમયમાં આ પુસ્તક અને લેટર ડિસ્પલે કરવામાં આવશે. જોકે આ આ પુસ્તક લેનાર અને લેટર લખનાર મહિલાના નામ પર હજુ સસ્પેન્સ છે.

અન્ય સમાચારો પણ છે...