ઓનલાઇન ગેમિંગનો ચસ્કો:ગેમ્સ રમવાના ચક્કરમાં કમાવાનું કરી દીધું બંધ, તો બાળક ઊંઘમાં પાડે છે રાડો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉત્તરપ્રદેશના લખનૌમાં એક સગીર બાળકે પબજીને કારણે તેની માતાની ગોળી મારીને હત્યા કરી દેતા આખા દેશમાં ચર્ચાનો વિષય છે. લોકો કહી રહ્યા છે કે, ઓનલાઇન ગેમિંગે તો બાળકોના જીવનમાં અનેક ફેરફાર કર્યા છે. દિવ્ય ભાસ્કરની ટીમે દેશની અલગ-અલગ જગ્યાએથી જાણ્યું હતું કે, જયારે કોઈ પણ વ્યક્તિ ગેમના ચક્કરમાં પડે છે ત્યારે શું થાય છે?

કેસ નંબર 1: મને બચાવી લો, મને મારી નાખશે
દિલ્હીની રહેવાસી પ્રીતિ તેના પાંચ વર્ષના બાળકથી હેરાન હતી, તેનું બાળક અડધી રાતે ઊંઘમાં 'મને બચાવો, તે મને મારી નાખશે, મને ગાડીમાં બેસાડો, મને ખજાનો જોઈએ' જેવી વાતો બોલતો હતો. હદ તો ત્યારે થઇ જતી હતી જયારે બાળક ઊંઘમાં જોર-જોરથી હસતો હતો, આ પાછળનું કારણ એ હતું કે, તેને લાગતું હતું કે, તે ગેમ્સમાં જીતી ગયો છે. પરંતુ હવે આ બાળકે પબજી તો છોડી દીધી પરંતુ બાળક ફ્રી ફાયર રમવા લાગ્યો છે.

પ્રીતિ કહે છે કે, લોકડાઉનમાં બધા જ લોકો ઘરે હતા. તે સમયે બાળકને તેના પિતાનો ફોન મળી ગયો અને આખો દિવસ ફોનમાં ગેમ્સ રમતો હતો. જ્યારે બાળકને ગેમ્સ રમવાની મનાઇ કરતા હતા ત્યારે જમતો પણ ન હતો. બાળકના પિતાના ફોનમાં 50થી 60 ગેમ્સ ફક્ત તેના પુત્રને કારણે જ હતી, પરંતુ જ્યારથી સ્કૂલે જવાનું ચાલુ કર્યું છે ત્યારે બાળકને જુડો-કરાટે, આઉટડોર ગેમ્સ અને ટ્યુશનમાં જવા લાગ્યો છે તો વ્યસ્ત રહે છે અને હવે મોબાઈલમાં ઓછી ગેમ રમે છે.

કેસ નંબર : 2 ગેમનાં કારણે બોયફ્રેન્ડ સાથે કર્યું બ્રેકઅપ
મધ્યપ્રદેશમાં રહેતી નીકીતા નામની યુવતીને ગુરુગ્રામમાં રહેતા એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો, પરંતુ બંને વચ્ચે ફક્ત 3 વર્ષ સુધી જ સંબંધ રહ્યો હતો. બાદમાં બંને અલગ થઇ ગયા હતા. બ્રેકઅપ પાછળનું કારણ PUBG હતી. યુવક અડધી રાતે પણ PUBG રમતો હતો. નિકિતાએ યુવકને સમજાવવાની ઘણી કોશિશ કરી હતી પરંતુ કોઈ સુધારો થયો ન હતો. એક સમય પછી લાગ્યું કે, 30 વર્ષની ઉંમર હોવા છતાં બાળકની જેમ સમજાવવું પડે છે, આખો દિવસ નોકરી કરે છે અને તે દરમિયાન પણ જો સમય મળે છે તો ગેમ રમી લે છે. અમારી વચ્ચે વાતચીત પણ થતી ન હતી, આ જ કારણે મેં અલગ થવાનો નિણર્ય કર્યો હતો.

કેસ નંબર-3 : એક વર્ષ સુધી એટલી બધી ગેમ રમી ઘર ચલાવવામાં પડી મુશ્કેલી
23 વર્ષની વર્ષા દિલ્હીમાં રહે છે. બહુ ભણેલી ન હોય પરંતુ ઘર ચલાવવા માટે ઘરકામ કરે છે. વર્ષા કહે છે કે 2018 થી 2019 સુધી તે PUBG રમતી હતી. એટલે કે એકથી દોઢ વર્ષ સુધી તેણે એટલી PUBG રમી કે તેના ઘરની આર્થિક સ્થિતિ કથળવા લાગી હતી.

વર્ષા જણાવે છે કે, તે ઘરમાં એકલી કમાનાર હતી, પરંતુ જ્યારે તેને ગેમની લત લાગી ગઈ તો તેણે કમાવાનું પણ બંધ કરી દીધું. આખો દિવસ ગેમ્સ રમતી હતી જેના લીધે તે જમવાનું પણ સમયસર જમતી ન હતી કે કોઈના ઘરે પણ જતી ન હતી. પરંતુ જ્યારે તેના ભાઈઓએ તેને ગેમ્સના આ વ્યસન વિશે જણાવ્યું ત્યારે તેને પસ્તાવો થયો હતો અને ગેમ્સ રમવાનું બંધ કરી દીધું હતું.

આપણે ઓપ્ટિકલ ફાઈબર કેબલની મદદથી ઈન્ટરનેટની દુનિયામાં એકબીજા સાથે જોડાયેલા રહીએ છીએ. આ નોડ્સ પર ઇનકમિંગ અને આઉટગોઇંગ ટ્રાફિક પર નજર રાખી શકાય છે, પરંતુ તે સરકાર માટે પડકારરૂપ છે.

પ્રતિબંધિત ગેમ્સ ધડાધડ ડાઉનલોડ કરે છે
ભારતમાં સપ્ટેમ્બર 2020માં કેન્દ્ર સરકારે PUBG પર પ્રતિબંધ મૂકી દીધો હતો. સવાલ એ છે કે જ્યારે કોઈ ગેમ પર પ્રતિબંધ છે, તો લોકો તેનો ફરીથી ઉપયોગ કેવી રીતે કરે છે? પોલીસ અને ડિફેન્સ એડવાઈઝર સાયબર એક્સપર્ટ ઉમેદ મીલ જણાવે છે કે, પેરેન્ટ્સ તેમના બાળકો પર નજર રાખી શકે છે કે તેઓ કેવી રીતે પ્રતિબંધ ગેમ ડાઉનલોડ કરે છે.

વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (VPN)
પોલીસ પણ VPNની ઘણી માહિતીનો ડેટા વાંચી શકતી નથી. લોકો IP એડ્રેસને બીજા દેશના IP એડ્રેસ સાથે બદલી નાખે છે કે જેમાં PUBG પર પ્રતિબંધ નથી. આ ગેમ ડાઉનલોડ કરે છે. કેટલીક એપ્લીકેશન્સ એવી પણ છે, જેમાં બીજા દેશનું આઈપી એડ્રેસ પસંદ કરીને લોકો પ્લેસ્ટોર પરથી ગેમ ડાઉનલોડ કરે છે. સરકાર પણ આ નેટવર્કને ઝડપથી પકડી શકી નથી.

રેપ્લિકા સર્વર/ સેટઅપ
જે ગેમ્સની એપ્લિકેશન પર પ્રતિબંધ મુકવામાં આવે છે, તે ગેમ્સની કંપની છેતરપિંડી કરીને નવા IP એડ્રેસ સાથે તેમના ગેમ સેટઅપ અથવા સર્વર સેટઅપની રેપ્લિકા બનાવે છે. સોશિયલ મીડિયામાં એવા ઘણા ગ્રુપ છે, જેમાં PUBG પ્લેયર્સ હોય છે. અહીં એક લિંક આવે છે, જ્યાં VPN કનેક્ટેડ હોય અથવા VPN કનેક્ટનો વિકલ્પ હોય. લોકો અહીંથી ગેમ ડાઉનલોડ કરીને રમી શકે છે.

અન્ય બ્રાઉઝર પણ મદદ કરે છે
જો એક બ્રાઉઝર પરથી કોઈ એક ગેમ પર પ્રતિબંધ હોય તો યુઝર્સ બીજા બ્રાઉઝરની મદદથી ગેમ ડાઉનલોડ કરી શકે છે.

સાયબર એક્સપર્ટ ઉમેદ માઈલ્સનું જણાવે છે કે, ઈન્ટરનેટની દુનિયા એવી છે જેના પર નિયંત્રણ કરવું મુશ્કેલ છે. પરંતુ સરકાર કેટલીક ટેકનિક અપનાવીને ઓનલાઈન ગેમિંગને નિયંત્રણમાં લાવી શકે છે.