શિયાળામાં લોકો એકસાથે બેસીને મગફળી ખાવાનું વધુ પસંદ કરે છે. ખાસ કરીને રજાના દિવસે તડકામાં બેસીને કે આગમાં શેકીને મગફળી ખાવાનું સૌને ગમે છે. મગફળીની તાસીર ગરમ હોય છે, તેથી ઘણા લોકો એને શિયાળામાં રોજ ખાય છે, પરંતુ જો એને વધુ ખાવામાં આવે તો એ શરીરને નુકસાન પણ પહોંચાડે છે.
ડાયટિશિયન કામિની સિન્હા જણાવે છે, મગફળીમાં કેલરીનું પ્રમાણ વધુ હોય છે, જેને કારણે વધુ મગફળી ખાવાથી વજન, બીપી અને હાર્ટ પ્રોબ્લેમ જેવી સમસ્યાઓ વધી શકે છે.
લિવરની સમસ્યા અને સ્કિન એલર્જીમાં મગફળી ખાવાથી બચો
મગફળી વધુપડતી ખાવાથી લિવરની સમસ્યા વધી જવાની શક્યતા રહે છે. આ સિવાય વધુ મગફળી ખાવાથી ત્વચાની એલર્જી, સોજો, લાલાશ, શરીર પર ખંજવાળ આવે છે. એટલા માટે જેમને પહેલાંથી જ ત્વચા સંબંધિત કોઈ રોગ છે તેમણે મગફળી ખાવાનું ટાળવું જોઈએ. બીજી તરફ, જો તમે સાંધાના રોગથી પીડિત છો, તો મગફળી ખાવી તમારા માટે નુકસાનકારક હોઈ શકે છે.
તો જે લોકો સાંધાના દુખાવાની સમસ્યા છે તેમના માટે પણ નુકસાનકારક
મોટા ભાગની મગફળીમાં અફલાટોક્સિન જોવા મળે છે, જે શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે. એને કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે અને શરીરમાં આફલા ટોક્સિનનું પ્રમાણ વધી જવાથી લિવરને નુકસાન થવાની શક્યતા રહે છે. બીજી તરફ, આર્થરાઈટિસના દર્દીઓએ મગફળી ખાવાનું બંધ કરી દેવું જોઈએ. મગફળીમાં રહેલા લેકટિન્સને કારણે શરીરમાં બળતરા અને દુખાવો વધે છે.
એસિડિટી અને છાતીમાં દુખાવો થાય
અન્ય નટ્સ મુજબ મગફળીમાં ચરબીનું પ્રમાણ વધુ હોય છે. એટલા માટે મગફળી વધુ ખાવાથી એસિડિટી અને છાતીમાં દુખાવો થાય થાય છે. પેટનું ફૂલવું, કબજિયાત અને હોજરીની સમસ્યા પણ થઇ શકે છે.
મગફળી શરીરમાં ઓમેગા 3ના પ્રમાણને દૂર કરે છે
મગફળીમાં ઓમેગા 6 ફેટી એસિડ પૂરતા પ્રમાણમાં મળી આવે છે. એને વધુ ખાવાથી શરીરમાં ઓમેગા-3 ઘટવા લાગે છે. ઓમેગા-3 શરીર માટે અત્યંત ફાયદાકારક છે. તે ટ્રાઇગ્લિસરાઈડ્સ અને બ્લડપ્રેશર ઘટાડવામાં મદદ કરે છે, સારું કોલેસ્ટેરોલને વધારે છે અને રક્ત પરિભ્રમણને સુધારે છે.
મગફળી શરીરમાં ઓમેગા 3ની માત્રાને ખતમ કરે છે
મગફળીમાં ઓમેગા 6 ફેટી એસિડ પૂરતી માત્રામાં મળી આવે છે. એને વધુ ખાવાથી શરીરમાં ઓમેગા-3 ઘટવા લાગે છે. ઓમેગા-3 શરીર માટે અત્યંત ફાયદાકારક છે. એ ટ્રાઇગ્લિસરાઈડ્સ અને બ્લડપ્રેશર ઘટાડવામાં મદદ કરે છે, સારા કોલેસ્ટેરોલને વધારે છે અને રક્ત પરિભ્રમણને સુધારે છે.
દરરોજ કેટલી મગફળી ખાઈ શકાય ?
દરરોજ લગભગ 42થી 50 ગ્રામ મગફળી ખાવાથી સ્વાસ્થ્યને કોઈ નુકસાન થતું નથી. ઘણા નિષ્ણાતો માને છે કે જો તમને અચાનક ભૂખ લાગે છે તો મગફળી ખાવાથી ભૂખ દૂર થાય છે અને શરીરને એનર્જી મળે છે. એ જ સમયે મગફળી રાત્રે જમતાં પહેલાં અથવા સૂતાં પહેલાં ન ખાવી જોઈએ, જેને કારણે ગેસ, કબજિયાત અથવા પેટનું ફૂલવું જેવી સમસ્યાઓ થઈ શકે છે અને સ્વાસ્થ્ય વધુ ખરાબ થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.