ઓફિસમાં લાંબા સમય સુધી બેસીને કામ કરવું હવે સામાન્ય છે. પછી તે ઓફિસ હોય કે રિમોટ વર્કિંગ. વયસ્ક કામ દરમિયાન કોઇ પણ ગતિવિધિ વગર સતત 8 કલાક બેસીને કામ કરે છે. લાંબા સમય સુધી બેસી રહેવાથી તેની મગજ પર વિપરીત અસર પડે છે. તેનાથી યાદશક્તિ ઘટે છે, જેને કારણે અનેકવાર તમે જરૂરી વાત પણ ભૂલી જાઓ છો.
આ લોકોએ ત્રણ કલાક ઉભું રહેવું જરૂરી
તાજેતરમાં થયેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે આવા લોકોએ દિવસમાં અંદાજે 3 કલાક સુધી ઊભા રહેવું જરૂરી છે. તેનાથી જીવનનું આયુષ્ય પણ વધે છે. રિસર્ચ અનુસાર ઊભા રહેવાથી લોહીમાં સુગરનું સ્તર ઘટે છે. હૃદયરોગનું જોખમ પણ ઘટે છે અને જે લોકો 8 કલાકથી વધુ સમય સુધી બેસી રહે છે તેના કરતાં તણાવ અને થાક પણ ઓછો લાગે છે.
ન્યૂયોર્ક સ્થિત ગ્લોબલ વેલબીઇંગ લીડના માઇલાર્ડ હોવેલ અનુસાર સતત બેસી રહેવાથી માનસિક સ્વાસ્થ્ય તેમજ યાદશક્તિ પર નકારાત્મક અસર પડે છે. ઊભા રહેવાથી ન્યૂરલ એજિંગની સમસ્યા પણ ઓછી થાય છે, જેમ કે મેડિયલ ટેમ્પોરલ લોબને નુકસાન થવું, જે મગજનો એ ભાગ છે જ્યાં યાદશક્તિ હોય છે.
બેસવાથી પગમાં અપંગતા આવી શકે છે
તદુપરાંત સતત લાંબા સમય સુધી બેસી રહેવાથી શરીરના દરેક ભાગમાં રક્તસંચારને પણ અસર થાય છે. મગજમાં રક્તનું પરિભ્રમણ ઘટવાને કારણે મગજની કોશિકાઓમાં ઓક્સિજન તેમજ પોષક તત્ત્વોની ઊણપ સર્જાય છે. પરંતુ લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવાથી સમગ્ર પ્રક્રિયામાં વિક્ષેપ આવે છે.
અડધા કલાકમાં 2 મિનિટ ઊભા થઇને ફરવું જરૂરી
મગજને સ્વસ્થ રાખવા માટે વ્યક્તિએ દર અડધા કલાકે 2 મિનિટ માટે ઊભા થઇને ફરવું જોઇએ. તેનાથી મગજમાં રક્તનું પરિભ્રમણ વધે છે. તેનાથી મગજ લોકોને વસ્તુઓની ઓળખ કરવા માટે મદદ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.