તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Stan Of America Spends 555 Days Living A Normal Life Without A Heart, 6 Kg Artificial Heart Revived

આશ્ચર્યમ:અમેરિકાના સ્ટેને 555 દિવસ હૃદય વગર સામાન્ય જીવન વિતાવ્યું, 6 કિલોગ્રામના કૃત્રિમ હૃદયે નવજીવન આપ્યું

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેને હાર્ટ ડોનરની રાહ જોવામાં 'સિન્કઆર્કેડિયા' નામના ડિવાઈસને સહારે 555 દિવસ પસાર કર્યા
  • આ ડિવાઈસ કૃત્રિમ હૃદયની જેમ કામ કરે છે
  • એક દિવસ એવો પણ આવ્યો હતો કે આ ડિવાઈસે 26 વખત કામ કરવાનું બંધ કર્યું હતું

અમેરિકાના મિશિગનમાં રહેતા સ્ટેન લર્કિની કહાનીએ સૌને આશ્ચર્યચકિત કર્યા છે. સ્ટેને હાર્ટ ડોનરની રાહ જોવામાં 555 દિવસ હૃદય વગર પસાર કર્યા છે. આ દિવસોમાં તે 'સિન્કઆર્કેડિયા' નામના ડિવાઈસને સહારે જીવતો હતો. આ ડિવાઈસ કૃત્રિમ હૃદયની જેમ કામ કરે છે. આ ડિવાઈસ સ્ટેન સાથે 24 કલાક રહે છે. જ્યારે વ્યક્તિના હૃદયના બંને ભાગ કામ કરવાનું બંધ કરી દે છે તો આ પ્રકારના ડિવાઈસનો ઉપયોગ કરવામાં આવે છે.

16 વર્ષની ઉંમરમાં દુર્લભ બીમારીની જાણ થઈ
સ્ટેન 16 વર્ષનો હતો ત્યારે એકદિવસ અચાનક તે બાસ્કેટ બોલ રમતાં પડી ગયો. તેની સ્થિતિ ગંભીર થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. હોસ્પિટલમાં તપાસમાં સામે આવ્યું કે તેને 'એરિથમોજેનિક રાઈટ વેન્ટ્રિકુલર ડિસ્પ્લેક્સિયા' નામની દુર્લભ બીમારી છે. આ બીમારીમાં હૃદયનાં ધબકારાં અનિયમિત બની જાય છે. ગમે ત્યારે પીડિતને કાર્ડિયેક અરેસ્ટ આવી શકે છે. ખાસ કરીને એથ્લિટ્સમાં. સ્ટેન બાસ્કેટ બોલ પ્લેયર હોવાથી તેને આ બીમારીનું જોખમ વધારે હતું.

સ્ટેનનો આખો પરિવાર હૃદય રોગથી પીડિત
સ્ટેન તેના પરિવારમાં એકલો વ્યક્તિ નથી જેને કોઈ હૃદયની બીમારી હોય. તેના ભાઈ બહેન અને અન્ય સભ્યો કાર્ડિયોમાયોપેથીના દર્દી છે. આ બીમારીમાં હૃદયની માંસપેશીઓ એટલી કઠ્ઠણ બની જાય છે કે શરીરના તમામ ભાગોમાં લોહી પહોંચી શકતું નથી. કાર્ડિયોમાયોપેથીમાં હાર્ટ ફેલ થવાનું પણ જોખમ રહે છે.

25 વર્ષની ઉંમરમાં કૃત્રિમ હાર્ટ ઈમ્પ્લાન્ટ કર્યું
સ્ટેન 25 વર્ષનો થયો ત્યાં સુધીમાં તે બીમારીના ગંભીર સ્ટેજમાં પહોંચી ગયો હતો. મૃત્યુનું જોખમ વધવા લાગ્યું હતું. સ્ટેન હાર્ટ ડોનરની શોધમાં હતો. ડોનર મળે ત્યાં સુધી તેણે હોસ્પિટલમાં રહેવું પડતું.

તેનાથી બચવા માટે સ્ટેને મિશિગન યુનિવર્સિટીના એક્સપર્ટ્સ પાસેથી કૃત્રિમ હાર્ટ ઈમ્પ્લાન્ટ કરવાનો નિર્ણય કર્યો. તેને એક પોર્ટેબલ બેગ તરીકે પીઠ પર લગાવવામાં આવે છે. સ્ટેન હંમેશાં આ બેગ પોતાની સાથે રાખતો હતો. નવાઈની વાત તો એ છે કે તે આ કૃત્રિમ હાર્ટ સાથે પણ બાસ્કેટ બોલની મજા માણતો હતો. સ્ટેન કહે છે કે, કૃત્રિમ હાર્ટ લગાવ્યા બાદ તે 26 વખત બંધ પણ થયું અને કાર સુધી પહોંચવા માટે પણ તેને મુશ્કેલી આવી.

2016માં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયું
સ્ટેન કહે છે, જ્યારે હૃદય કામ કરવાનું બંધ થયું ત્યારે કૃત્રિમ હાર્ટનો સહારો લીધો. તેનું વજન 6 કિલો છે. તેને લગાવ્યા બાદ મારું જીવન પહેલાં જેવું ખુશહાલ બન્યું હતું.

સ્ટેનની સર્જરી કરનારા ડૉ. જોનાપથ હાફ્ટ કહે છે કે, સ્ટેનનો ભાઈ કાર્ડિયોમાયોપેથીના ગંભીર સ્ટેજમાંથી પસાર થઈ રહ્યો હતો. ICUમાં બંને ભાઈ સાથે મારી મુલાકાત થઈ. હું બંનેનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવા માગતો હતો પરંતુ તેવું ન થયું. શરીરની બનાવટમાં ફરક હોવાથી સ્ટેનના ભાઈમાં કૃત્રિ હાર્ટ ઈમ્પ્લાન્ટ થયું નથી. તે 6 અઠવાડિયાં સુધી હોસ્પિટલમાં રહ્યો ત્યારબાદ તેનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થઈ શક્યું.

અન્ય સમાચારો પણ છે...