વાઇરલ વીડિયો:જેકલીનના ગીત પર સ્પાઇસજેટની એરહોસ્ટેસે લગાવ્યા ઠુમકા, યુઝરે કહ્યું, માઈન્ડબ્લોઈંગ દીદી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સોશિયલ મીડિયા સેન્સેશન આને ‘સ્પાઇસજેટ’ એરલાઇનની એરહોસ્ટેસ ઉમા મીનાક્ષી ફરી એકવાર ચર્ચામાં આવી છે. હાલમાં જ તેનો એક ડાન્સ વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ઉમા 'રેસ-2'માં જેકલીનના ગીત 'મુઝે તો તેરી લત લગ ગઈ' પર ડાન્સ કરતી જોવા મળે છે. આ વીડિયો ઉમાએ એરપોર્ટનાં લાઉન્જ એરિયામાં શૂટ કર્યો છે. ઉમાએ આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

ઉમાના વીડિયો પહેલાં પણ વાઇરલ થયા છે. ઉમા મીનાક્ષી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે દરેક પોપ્યુલર ટ્રેન્ડ પર રીલ્સ બનાવતી રહે છે. ઉમાએ આ પહેલાં આલિયા ભટ્ટની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'ના ગીત 'ઢોલીડા' પર ડાન્સ કર્યો હતો. આ સિવાય ઉમાએ સાઉથની ફિલ્મ 'પુષ્પા'ના અલ્લુ અર્જુનના સિગ્નેચર સ્ટેપ, શ્રીલંકન ગીત 'માનિકે માંગે હીથે' પર રીલ્સ બનાવી હતી, જે લોકોને પસંદ આવી હતી.

એર ઇન્ડિયાની વાઇરલ એર હોસ્ટેસ
ગત વર્ષે ‘એર ઇન્ડિયા’ની એર હોસ્ટેસ આયત રાતોરાત ચર્ચામાં આવી હતી. આ એર હોસ્ટેસે ફ્લાઈટની અંદર શ્રીલંકાનું જાણીતું વાઇરલ ગીત 'માનિકે માંગે હીથે' પર ડાન્સ કર્યો હતો. આયતનો આ ડાન્સ વીડિયો એક કરોડથી વધુ લોકોએ જોયો હતો, તો દસ લાખથી વધુ લોકોએ આ વીડિયોને પસંદ કર્યો હતો. આયતના આ વીડિયોને તેના કોઈ મિત્રએ રેકોર્ડ કરીને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.