• Gujarati News
  • Lifestyle
  • Spend The Colorful Moments Of Life In Netrang Near The World's Tallest Statue, You Will Love This Estimate Of Spending Family Holidays In The Nature

ફીચર આર્ટિકલ:વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નજીક નેત્રંગમાં ગાળો જીવનની રંગસભર ક્ષણો, પ્રકૃતિના ખોળે સપરિવાર રજાઓ ગાળવાનો આ અંદાજ તમને જરૂર ગમશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશભરમાં કોવિડનો પ્રકોપ ઘટી રહ્યો છે અને પ્રવાસન સ્થળો ખૂલી રહ્યા છે. લોકો લાંબા સમય પછી રજાઓ ગાળવા માટે કોઈ શાનદાર ડેસ્ટિનેશનની શોધમાં છે. જો તમે પણ પરિવાર, મિત્રો કે સ્નેહીજનો સાથે હળવાશભરી રજાઓ માણવા માટે શહેરની ભીડભાડ અને કોલાહલથી દૂર નવી અને અનોખી જગ્યાની શોધમાં છો તો અમે તમને નેત્રંગ જવાની સલાહ આપીએ છીએ. છેલ્લા કેટલાક વર્ષોમાં નેત્રંગ એક નવા ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે ઉભરી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં ઓછી જાણીતી પ્રકૃતિક સુંદરતાથી ઘેરાયેલું આ સુંદર સ્થળ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઑફ યુનિટીની નજીક આવેલું છે. ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની 597 ફૂટ ઊંચી વિશાળ પ્રતિમાને જોવા માટે દેશના લાખો પ્રવાસીઓ આવે છે. તેની નજીક જ નેત્રંગ આવેલું છે. અહીં ગાળેલા જીવનની રંગીન ક્ષણો તમારા માટે યાદગાર બની જશે એ નક્કી છે.

નેત્રંગ અને તેની આસપાસ સ્ટેચ્યુ ઑફ યુનિટી તો છે જ સાથે ફરવા માટે બીજા પણ ઘણા વિકલ્પો છે. જેમાં સરદાર સરોવર ડેમ, શુલપાણેશ્વર વાઇલ્ડ લાઇફ સેંચુરી, અંકલેશ્વરના જૈન મંદિર, કાયાવરોહણ શિવમંદિર, કડિયા ડુંગરની બૌદ્ધ ગુફાઓ, વિશાળ ખાડી, ટીમરોલિયા દશામાં મંદિર, બલદેવા ડેમ, રમ્પમ વૉટરફોલ, નિનાઈ ધોધ જેવી જગ્યાઓ મુખ્ય છે.

કેવી રીતે પહોંચશો
નેત્રંગ રોડ દ્વારા નેશનલ હાઇવે 753-બી, નેશનલ હાઇવે 56 અને ગુજરાત સ્ટેટ હાઇવે 13, 5 અને 163 સાથે સારી રીતે કનેક્ટેડ છે. અહીંનું સૌથી નજીકનું રેલવે સ્ટેશન અંકલેશ્વર છે જે માત્ર 43 કિલોમીટર છે. 20 કિલોમીટરના સર્કલમાં કેવડી, ઉમાલા, ઝંખવાવ અને જૂના રાજુવાડિયા રેલવે સ્ટેશન છે. નજીકનું એરપોર્ટ સુરત અને વડોદરા છે, જે આશરે 100 કિમી દૂર છે. આમ તો નેત્રંગ વરસમાં ગમે ત્યારે જઈ શકાય છે પણ ચોમાસા તથા શિયાળાની સિઝન પ્રવાસીઓ માટે સૌથી ઉત્તમ છે.

નેત્રંગમાં રોકાણ માટેનું રમણીય સ્થળ - ક્લબ મહિન્દ્રા રિસોર્ટ

ક્લબ મહિન્દ્રા નેત્રંગ 90 એકરમાં ફેલાયેલી હરિયાળીથી છવાયેલી અને રેડ સેન્ડલવૂડનાં વૃક્ષોથી ઘેરાયેલી શાનદાર પ્રોપર્ટી છે. સુંદર જંગલની વચ્ચે આવેલા આ રિસોર્ટમાં એ બધું જ છે જે તમે પરિવાર સાથે રજાઓ ગાળવા માટે ઈચ્છો છો. એટલું જ નહીં આ રિસોર્ટ લગ્ન સમારોહ, થીમ પાર્ટી, વ્યવસાયિક મીટીંગ તથા અન્ય પાર્ટી જેવા આયોજનો માટે પણ પરફેક્ટ ડેસ્ટિનેશન છે. ક્લબ મહિન્દ્રા નેત્રંગમાં તમે મેળવશો પ્રકૃતિના ખોળે રજાઓ માણવાનો નવો અંદાજ. અહીં ઓર્ગેનિક ફાર્મ ટૂરનો આનંદ માણી શકો છો, ગાર્ડનમાંથી તાજાં રસદાર ફળો તોડી શકો છો, સ્થાનિક આદિવાસીઓ પાસેથી લોકકથાઓ સાંભળી શકો છો. એટલું જ નહીં સુંદર ઝરણાઓ સુધી ટ્રેકિંગ, સાઇકલિંગ, સ્વિમિંગ ઉપરાંત જંગલ ટ્રેઇલ ટ્રેકિંગનો આનંદ પણ મેળવી શકો છો. એટલું જ નહીં અહીં આરામ અને મનોરંજન માટે તમામ આધુનિક લક્ઝુરિયસ સુખ-સુવિધાઓ પણ મોજુદ છે. જેમાં સ્પા, જિમ, યોગ રૂમ, રીક્રીએશન સેન્ટર સામેલ છે. આ ઉપરાંત પણ ક્લબ મહિન્દ્રા નેત્રંગમાં તમે ક્યારેય બોર થશો નહીં. અહીં તમારા માટે છે - કેન્ડલ લાઇટ ડિનર, એડવેન્ચર પાર્ક, વૉટર જોરબિંગ, ઇન્ડોર એક્ટિવિટિઝ, ક્રિકેટ, અલીબાબા થીમ નાઇટ, કાર્નિવલ થીમ નાઇટ અને સ્કાઇલાઇન ડિનર-શેફ સ્પેશિયલ મેનૂ તથા મલ્ટી ક્વિઝિન રેસ્ટોરાંમાં દેશી-વિદેશી સ્વાદિષ્ટ વાનગીઓ અને વિશુદ્ધ ગુજરાતી ડિશોનો લાજવાબ સ્વાદ જેમાં સામેલ હશે દાળ-ઢોકળી, લસણ બટેકા, મેથી મુઠીયા, કાઠીયાવાડી મુર્ગ જેવી એકથી ચઢિયાતી એક વાનગીઓ સામેલ છે.

તો મોડું કરશો નહીં અને આજે જ તમારું બુકિંગ કરાવો અને કુદરતના સુંદર નજારા, હરિયાળી અને વિશાળ જળાશયોની વચ્ચે નેત્રંગમાં રજાઓનો આનંદ માણો.

ડિસ્કવર ઇન્ડિયા ક્વિઝ

નેત્રંગ નજીક આવેલી વિશ્વની સૌથી વિશાળ પ્રતિમાનું નામ શું છે?

વિકલ્પો:
A
. સ્ટેચ્યુ ઑફ યુનિટી
B. સ્ટેચ્યુ ઑફ લિબર્ટી
C. સ્ટેચ્યુ ઑફ પીસ
D. સ્ટેચ્યુ ઑફ હ્યુમેનિટી

​​​​​​​સ્પર્ધામાં ભાગ લેવા માટે 9190000097 પર મિસ કૉલ કરો અને સિલેક્ટેડ ક્લબ મહિન્દ્રા રિસોર્ટમાં ફેમિલી હોલિડે જીતવાની તક મેળવો. *100 હોલિડે વાઉચર્સ જીતાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...