બેક ટુ હોમ:સ્પેસ-X કેપ્સ્યુલમાં ટોઇલેટ લીક થયું, એક મહિલા સહિત ચાર અંતરિક્ષયાત્રીઓ ડાયપર પહેરીને પૃથ્વી પર આવશે!

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 8 કલાકથી પણ વધારે કલાક માટે 4 એસ્ટ્રોનોટ્સ ડાયપરમાં જ રહેશે
  • 10 નવેમ્બરના રોજ સ્પેસ-X અન્ય 4 અંતરિક્ષયાત્રીઓને સ્પેસમાં મોકલશે

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં આશરે 196 દિવસ સુધી રહ્યા પછી ચાર અંતરિક્ષયાત્રીઓ પૃથ્વી પર રિટર્ન આવી રહ્યા છે. ખરાબ વાતાવરણને લીધે શેડ્યુલ થોડું ખોરવાયું છે અને તેઓ ઇસ્ટર્ન સ્ટાન્ડર્ડ ટાઈમ 10:33 PM એટલે કે ભારતીય ટાઈમ પ્રમાણે 9 નવેમ્બરના રોજ સવારે 9 વાગ્યા આસપાસ પૃથ્વી પર પહોંચી જશે. એસ્ટ્રોનોટ્સ સ્પેસ-Xની ડ્રેગન કેપ્સ્યુલમાં આવી રહ્યા છે. સ્પેસમાં આટલા બધા દિવસ રહેલા અંતરિક્ષયાત્રીઓએ અનેક ચેલેન્જનો સામનો કર્યો છે. ઘરે પરત આવવાના 8 કલાક લાંબા મિશનમાં તેમણે ડાયપરમાં રહેવું પડશે કારણકે સ્પેસક્રાફ્ટમાં ટોઈલેટ લીક થાય છે!

અંતરિક્ષયાત્રીઓએ ‘અબ્સોર્બન્ટ’ અંડરગારમેન્ટ્સ અને ‘એડલ્ટ ડાયપર’ પહેર્યા
નાસાની એસ્ટ્રોનોટ મેગન મેક આર્થર, શેન કીમ્બરોં, જાપાનના એકિહિકો અને ફ્રાન્સના એસ્ટ્રોનોટ્સ થોમસ પેસક્વિત એકસાથે આ સ્પેસએક્સના સ્પેસફ્રાફ્ટમાં આવશે. મેગન મેકઆર્થરે કહ્યું કે, સ્પેસફ્લાઇટ અનેક ચેલેન્જથી ભરેલી છે. ટોઈલેટ લીક થવાની અમને કોઈ ચિંતા નથી. અમે મિશનમાં કોઈ અડચણ નહીં આવવા દઈએ અને જે પણ પ્રોબ્લેમ આવશે તે ફિગર આઉટ કરી લઈશું. ટોઇલેટ લીક હોવાને લીધે અંતરિક્ષયાત્રીઓએ ‘અબ્સોર્બન્ટ’ અંડરગારમેન્ટ્સ અને ‘એડલ્ટ ડાયપર’ પહેર્યા છે.

સ્પેસએક્સની પ્રાઇવેટ ફ્લાઇટમાં આ પ્રોબ્લેમ સૌપ્રથમ સપ્ટેમ્બરમાં ધ્યાનમાં આવ્યો હતો. ટોઇલેટ સાથે કનેક્ટેડ ટ્યુબ નીકળી ગઈ અને ફ્લોરબોર્ડમાં નીચે પેશાબ રેલાયો હતો. ફલાઇટમાં હાજર લોકોએ આ પ્રોબ્લેમ ફિક્સ કરવાનો ટ્રાય પણ કર્યો પણ ભ્રમણકક્ષામાં ટોઇલેટ નકામું બન્યું.

અંતરિક્ષમાં મરચાંની ખેતી કરીને ટાકોઝની મજા માણી
એસ્ટ્રોનોટ મેગન મેકઆર્થરે સોશિયલ મીડિયા પર ટેસ્ટી ટાકોઝના ફોટો શૅર કર્યા હતા. આ ટાકોઝ પૃથ્વી પર મળતા ટાકોઝ કરતાં સ્પેશિયલ હતા કારણકે તેમાં ઝીરો ગ્રેવિટીમાં વાવેલાં મરચાં વાપર્યાં હતાં.

ટેસ્ટી સ્પેસ ટાકોઝની લહેજત માણી
અવકાશમાં અવારનવાર સાયન્ટિક એક્સપરિમેન્ટ ચાલુ જ હોય છે. નાસાએ આઉટર સ્પેસમાં ચાર મહિનાથી મરચાંનો છોડ વાવ્યા છે અને આ છોડ પર મરચાં પણ ઉગ્યા છે. વૈજ્ઞાનિકોએ ઘરની ખેતીના મરચાંનો ઉપયોગ ટાકોઝમાં કર્યો હતો.

શૂન્યાવકાશમાં છોડ વાવવાનો હેતુ એસ્ટ્રોનોટ્સને સપ્લાય પૂરો પાડવાનો છે. ઘણીવાર સપ્લાય ખૂટી જવાને લીધે એસ્ટ્રોનોટ્સની તકલીફ વધે છે. આનું સોલ્યુશન લાવવા માટે નાસાના પ્રયોગો ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...