• Gujarati News
  • Lifestyle
  • Southern States Have Higher Prevalence Of Obesity Among Women, Highest In Tamil Nadu At 9.5%

'સ્થૂળતા' એક સમસ્યા બની રહી છે:દક્ષિણ રાજ્યોમાં મહિલાઓમાં સ્થૂળતાનું પ્રમાણ વધુ છે, તામિલનાડુમાં સૌથી વધુ 9.5% મહિલાઓને બીમારી

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજના જંકફૂડના જમાનામાં લોકોમાં વજનમાં વધારો અને સ્થૂળતાની બીમારી સામાન્ય થઇ ગઈ છે. ભારતનાં દક્ષિણ રાજ્યોની મહિલાઓમાં સ્થૂળતા(ઓબેસિટી)ના કેસ સતત વધી રહ્યા છે. આ માટે હૈદરાબાદના કાઉન્સિલ ઓફ સોશિયલ ડેવલપમેન્ટ દ્વારા એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. સંશોધકોનું કહેવું છે કે તામિલનાડુમાં સોરઠી વધુ મહિલાઓ સ્થૂળતાનો શિકાર બને છે તો તેલંગાણામાં સૌથી ઓછી મહિલાઓ સ્થૂળતાનો શિકાર બને છે.

120 જિલ્લાની મહિલાઓ પર કરવામાં આવ્યું સંશોધન
આ સંશોધનમાં નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS) 4 અને 5ના ડેટાની તુલના કરવામાં આવી હતી. આંકડા 2019થી 2021 સુધીના હતા. 15થી 49 વર્ષની મહિલાઓ પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ માટે તેલંગાણાના 31, કર્ણાટકના 30, આંધ્રપ્રદેશના 13, કેરળના 14 અને તામિલનાડુના 32 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

સંશોધકોએ રિસર્ચ પરથી ખબર પડી હતી કે તામિલનાડુમાં મહિલાઓમાં સ્થૂળતાનું પ્રમાણ 9.5% વધ્યું છે. કર્ણાટક અને કેરળમાં પણ આ આંકડો 6.9% અને 5.7% છે. તેલંગાણામાં સ્થૂળતાથી પીડિત મહિલાઓ સૌથી ઓછો વધારે એટલે કે 2% છે.

પુરુષો કરતાં મહિલાઓ વધુ બને છે શિકાર
અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું હતું કે રાષ્ટ્રીય લેવલ પર એક ચતુર્થાંશ (24%) મહિલાઓ સ્થૂળતાનો શિકાર બને છે. પુરુષોમાં આ આંકડો થોડો ઓછો, એટલે કે (22.9%) છે. તો આ સંશોધનમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓની પણ તુલના કરવામાં આવી હતી, જેમાં ખબર પડી હતી કે શહેરોમાં રહેતી મહિલાઓમાં સ્થૂળતાનું પ્રમાણ વધારે છે.

મુસ્લિમ મહિલાઓમાં સ્થૂળતાનું પ્રમાણ વધુ છે
એક અભ્યાસ મુજબ, રાષ્ટ્રીય સ્તરે 31.2% ખ્રિસ્તી મહિલાઓ સ્થૂળતાનો ભોગ બની છે. જોકે દક્ષિણના રાજ્યોની વાત કરવામાં આવે તો મુસ્લિમ મહિલાઓમાં સ્થૂળતાનું પ્રમાણ વધુ છે. સંશોધકોના મતે, આ સ્થિતિ ચિંતાજનક કહી શકાય, કારણ કે દક્ષિણનાં રાજ્યોમાં રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ સ્થૂળતાનું પ્રમાણ વધુ છે.

તો બીજી તરફ સંશોધકોએ જાતિના આધારે પણ મહિલાઓમાં સ્થૂળતાની માહિતી લીધી હતી. રાષ્ટ્રીય સ્તરે સ્થૂળતા અન્યોમાં 29.6%, અન્ય પછાત વર્ગોમાં 24.6%, અનુસૂચિત જાતિઓમાં 21.6% અને અનુસૂચિત જનજાતિમાં 12.6% છે. રાષ્ટ્રીય સ્તરે મહિલાઓમાં સ્થૂળતાનું પ્રમાણ 3.3% વધ્યું છે.

WHO અનુસાર સ્થૂળતા શું છે?
વિશ્વ આરોગ્ય સંગઠન અનુસાર (WHO)ના જણાવ્યા અનુસાર, સ્થૂળતા એક એવી સ્થિતિ છે, જેમાં આપણા શરીરમાં જરૂરિયાત કરતાં વધારે ચરબી જમા થાય છે, જેને કારણે ઘણી ગંભીર બીમારીઓ હાર્ટ-એટેક, ટાઈપ-2 ડાયાબિટીસ સહિત અનેક બીમારીઓ થાય છે.

જે લોકોનો બોડી માસ ઇન્ડેક્સ (BMI) 25થી વધુ છે તેમને વધારે વજન કહેવામાં આવે છે અને જેમનું BMI 30થી વધુ છે તેમને મેદસ્વી કહેવામાં આવે છે. BMIએ એક મેટ્રિક સિસ્ટમ છે જેનો ઉપયોગ વ્યક્તિના વધુ વજન અને ઓછા વજનને માપવા માટે થાય છે.