હીરોઇને કાંજીવરમ સાડીનો ક્રેઝ વધાર્યો:ઉત્તર ભારતમાં મહિલાઓ સાઉથ સિલ્કનો ક્રેઝ વધ્યો, અમેરિકા અને ઇંગ્લેન્ડમાં પણ આ સાડીની જબરદસ્ત ડિમાન્ડ

નિશા સિંહા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારત સરકાર તરફથી કાંજીવરમ સાડીને વર્ષ 2006માં જિઓગ્રાફિકલ ઈન્ડિકેશન્સ યાદીમાં સામેલ કરવામાં આવી
  • આ ટેગ મળ્યા પછી સાડીના વેચાણમાં ભારે વધારો થઈ ગયો

શરદીની સીઝનમાં પાર્ટી હોય કે લગ્ન સિલ્કની સાડીઓનો ગરમાવો મહિલાઓના તન અને મનને સુકૂન આપે છે. આજકાલ કાંજીવરમ સાડીઓનો ક્રેઝ નોર્થ ઇન્ડિયામાં ખૂબ વધી રહ્યો છે. કાંજીવરમની વેરાયટી અનેક ભારતીય મહિલાઓના દિલ જીતી લે છે.

કંગનાએ નેશનલ અવોર્ડ લેતી વખતે કાંજીવરમ સાડી પહેરી હતી
આ વાતમાં કોઈ શક નથી કે ઉત્તર ભારતમાં કાંજીવરમ સાડીને પોપ્યુલર બનાવવાનો શ્રેય દક્ષિણ ભારતીય હીરોઈનને જાય છે. તેમાં રેખાનું નામ સૌથી પહેલાં આવે છે. રેખા, વૈજયંતી માલા, શ્રીદેવી ઉપરાંત અન્ય ઘણી હીરોઈન ફંક્શનમાં કાંજીવરમ સાડીમાં જોવા મળી રહી છે. હાલમાં જ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં સર્વશ્રેષ્ઠ એક્ટ્રેસનો અવોર્ડ લેવા માટે પહોંચેલી કંગના રનૌતે કાંજીવરમ સિલ્ક સાડી પહેરી હતી.

કેટરિના કૈફે પણ મહેંદી ફંક્શનમાં લીલા રંગની કાંજીવરમ સાડી પહેરી હતી. દીપિકા પાદુકોણે મેરેજ ફંક્શનમાં ગોલ્ડન કાંજીવરમ સાડી પહેરી હતી. વિદ્યા બાલન પણ ઘણી વાર કાંજીવરમ સાડી પહેરે છે. એક્ટ્રેસને જોઈને ઘણી મહિલાઓના દિલમાં આ સાડી વસી ગઈ છે. એક્ટ્રેસ કરિશ્મા કપૂરે પણ સ્વીકાર્યું કે ન્યૂ જનરેશન એક્ટ્રેસે ઉત્તર ભારતમાં કાંજીવરમની ઓળખ મજબૂત બનાવી છે.

USA, UK અને UAE સુધી કાંજીવરમ સાડીની ડિમાન્ડ
કાંજીવરમ સાડી માટે ઉપયોગમાં લેવાતા મલ્બરી સિલ્કનું ઉત્પાદન કર્ણાટક અને તમિલનાડુમાં થાય છે. સાડીમાં બોર્ડર અને પાલવમાં ઉપયોગમાં લેવાતી જરીનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે.

તેમાં 57% ચાંદી અને 0.6% સોનુ હોય છે. દુનિયાભરમાં ટેક્સટાઇલ વેપારમાં સિલ્કનો ભાગ 3% છે. આશરે 30 દેશોમાં સિલ્કનું ઉત્પાદન થાય છે. વિશ્વભરમાં સિલ્ક ઉત્પાદનમાં ભારતનું યોગદાન 17.5% છે.

રેશમી દોરામાં ઈન્ડિયન મહિલાઓ
ભારત સરકાર તરફથી કાંજીવરમ સાડીને વર્ષ 2006માં જિઓગ્રાફિકલ ઈન્ડિકેશન્સ યાદીમાં સામેલ કરવામાં આવી. આ ટેગ મળ્યા પછી સાડીના વેચાણમાં ભારે વધારો થઈ ગયો. ત્રણ પેઢીથી કાંજીવરમ સાડીઓના માર્કેટ સાથે જોડાયેલા કન્કલતા સાડીના પ્રમુખ મલ્લિકાર્જુન રાવે કહ્યું, ભારતમાં બનેલી કાંજીવરમ સાડીની ડિમાન્ડ અમેરિકા અને ઇંગ્લેન્ડમાં વધારે ડિમાન્ડ છે.

સાઉદી અરેબિયામાં કાંજીવરમ સાડીનો ક્રેઝ વધારે છે. જો કે, પાકિસ્તાનમાં હજુ કાંજીવરમને બદલે બનારસી સાડીનો ક્રેઝ છે.

વણકરનો નવો પ્રયત્ન
રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કાંજીવરમ સાડી વણકર બી. કૃષ્ણમૂર્તિએ કહ્યું, કાંજીવરમ સાડીઓમાં સામાન્ય રીતે 15 મૂળ રંગ હોય છે. આની પર બનેલી ડિઝાઇન કાંચીપુરમ મંદિરથી પ્રેરિત છે. ટ્રેડિશનલ કાંજીવરમ સિલ્ક સાડીમાં મોર અને પોપટની ડિઝાઇન વધારે પોપ્યુલર છે.

ગ્રાહકોની પસંદને ધ્યાનમાં રાખીને ફૂલ અને પાંદડાની ડિઝાઇન પણ સામેલ કરી છે. એક ટાઈમ હતો જ્યારે આ સાડીમાં સોનાની ઝરીનો ઉપયોગ કરવામાં આવતો હતો. આજે પણ સોનાની ઝરીવાળી સાડી મળે છે પણ તે મોંઘી હોય છે.

અન્ય સમાચારો પણ છે...