• Gujarati News
  • Lifestyle
  • Sonam Said That Grandmother Did Not Allow Her To Go To The Kitchen, While Alia Bhatt Said That Periods Are A Matter Of Pride For Women.

બોલિવૂડ એક્ટ્રેસોનું પીરિયડ્સને લઈને છલકાયું દર્દ:સોનમે કહ્યું કે, દાદી રસોડામાં જવા દેતાં નહોતા તો આલિયા ભટ્ટે કહ્યું કે- પીરિયડ્સ મહિલાઓ માટે ગર્વની વાત

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

લગભગ બધું મહિલાઓએ પીરિયડ્સનો દુખાવો સહન કર્યો હોય છે. પીરિયડ્સ પહેલાં અને તે દરમિયાન પેટમાં દુખાવો, કમરમાં દુખાવો, વારંવાર મૂડ બદલાઈ જવો સહિત અનેક સામનો કરવો પડે છે. બોલિવૂડની ઘણી એક્ટ્રેસોએ ઇન્ટરવ્યૂમાં પીરિયડ્સને લઈને ખુલ્લીને વાત કરી હતી. આ પરથી એટલું સમજી શકાય છે કે, પીરિયડ્સને આજે પણ આપણા સમાજમાં એવું કહીને હળવાશથી લેવામાં આવે છે કે, દુખાવો છે સહન કરવો પડશે.

સોનમ કપૂરે કહ્યું કે, દાદી રસોડામાં આવવાની મનાઈ કરતી હતી
સોનમ કપૂરે પણ પીરિયડ્સને લઈને ખુલ્લીને વાત કરી હતી. સોનમે જણાવ્યું હતું કે, જયારે મને પીરિયડ્સ આવતા હતા ત્યારે મારી દાદી મને મંદિર અને રસોડામાં જવા દેતા ન હતા. અથાણાંને પણ અડવાની ના પાડવામાં આવતી હતી. સોનમે વધુમાં કહ્યું હતું કે, અમે તો શરૂઆતથી જ શહેરમાં રહેતા હતા, આમ છતાં પણ આ વસ્તુઓને અનુસરવી પડતી હતી.

કરીના કપૂરે દુખાવા અને મૂડ સ્વિન્ગસને લઈને વાત કહી હતી
બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન ઘણી વખત પીરિયડ્સ વિશે ખુલીને વાત કરી ચૂકી છે. એટલું જ નહીં, તે હંમેશા છોકરીઓને માસિક ધર્મની સ્વચ્છતા પ્રત્યે પણ જાગૃત કરતી રહે છે. એક ઈન્ટરવ્યૂમાં તેણે પોતાનો અનુભવ શેર કરી કહ્યું હતું કે, આ દરમિયાન તેને ખૂબ જ દુખાવો અને મૂડ સ્વિંગ થાય છે. કરીનાએ કહ્યું હતું કે જ્યારે મને પીરિયડ્સ આવે છે, ત્યારે હું શૂટિંગ કરી શકતી નથી. કંપની અને પ્રોડક્શન હાઉસે પણ આ વાત સમજવી જોઈએ.

આલિયા ભટ્ટે કહ્યું કે, પીરિયડ્સ મહિલાઓ માટે ગર્વની વાત
આલિયા ભટ્ટ પણ ઘણી વખત ખુલ્લીને પીરિયડ્સ વિશે પણ વાત કરી ચૂકી છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કહ્યું હતું કે આ ખૂબ જ સામાન્ય બાબત છે. મારી સમસ્યા એ છે કે પીરિયડ્સ દરમિયાન મહિલાઓને ધાર્મિક સ્થળોએ જવાની મંજૂરી કેમ આપવામાં નથી આવતી? તેમણે થોડા દિવસ પહેલા એમ પણ કહ્યું હતું કે, પીરિયડ્સ કોઇપણ મહિલા બીજા જીવને જન્મ આપવા માટે સક્ષમ બનાવે છે. તો તેને અપવિત્ર કેવી રીતે ગણી શકાય. આ તો ગર્વની વાત છે.

સ્વરાએ કહ્યું, પીરિયડ્સ કોઈ ગુનો નથી
તો સ્વરા હંમેશા પોતાના નિવેદનોને લઈને ખૂબ જ બોલ્ડ રહે છે અને લોકો તેના વિશે શું વિચારે છે તેની પણ જરા પરવાહ નથી. પીરિયડ્સને લઈને કહ્યું હતું કે 'પીરિયડ્સ સ્કૂલ છોડી દેવાનું, ક્લાસ બંક કરવા, રમવાનું બંધ કરવું અથવા ઘરે એકલા બેસવાનું કારણ નથી.' પીરિયડ્સ એ ગુનો નથી કે તેના પર પ્રતિબંધ પણ નથી. પીરિયડ્સ પર ખુલ્લીને ચર્ચા થઈ શકે છે. ઘરે અને ડાઇનિંગ ટેબલ ઉપર પણ ચર્ચા કરી શકાય છે.

તાપસીએ કહ્યું કે, હાર્ટ એટેકની બરાબર હોય છે પીરિયડ્સનો દુખાવો
એક્ટ્રેસ તાપસી પન્નુનું કહેવું છે કે છોકરીઓ, છોકરાઓ કરતાં વધુ મજબૂત હોય છે. આનું સૌથી મોટું કારણ એ છે કે છોકરીઓને પીરિયડ્સ દરમિયાન પીડા-સહન કરવાની તાલીમ મળે છે. હાર્ટ એટેક જેટલો જ દુખાવો પીરિયડ્સમાં થાય છે. તાપસીએ કહ્યું કે શૂટિંગ માટે તેને પીરિયડની તારીખ ઘણી વખત વધારવા માટે દવા પણ લેવી પડી છે.