• Gujarati News
  • Lifestyle
  • Son Had Collection Of 'porn Films', Parents Punished For Throwing It Away, Court Fined Rs 22 Lakh

અમેરિકા:દીકરાની પાસે હતું 'પોર્ન ફિલ્મો'નું કલેક્શન, તેને ફેંકવા પર માતા-પિતાને સજા મળી, કોર્ટે 22 લાખનો દંડ ફટકાર્યો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
43 વર્ષીય ડેવિડ વર્કિંગે તેના માતા-પિતા પર આરોપ લગાવ્યો હતો કે તેમને તેના 29 હજાર ડોલર એટલે કે લગભગ 21 લાખ 31 હજાર 407 રૂપિયાનું પોર્ન કલેક્શન ફેંકી દીધું હતું. - Divya Bhaskar
43 વર્ષીય ડેવિડ વર્કિંગે તેના માતા-પિતા પર આરોપ લગાવ્યો હતો કે તેમને તેના 29 હજાર ડોલર એટલે કે લગભગ 21 લાખ 31 હજાર 407 રૂપિયાનું પોર્ન કલેક્શન ફેંકી દીધું હતું.
  • કપલે પોતાના સેક્સ એડિક્ટ દીકરાનું પોર્ન કલેક્શન ફેંકી દીધું હતું
  • કોર્ટે માતાપિતાને 30 હજાર 411 ડોલર એટલે કે લગભગ 22,37,316 રૂપિયાનો દંડ ભરવાની સજા ફટકારી

માતા પિતા પોતાના બાળકો માટે હંમેશાં સારું જ વિચારે છે. પરંતુ જો કોર્ટ માતા-પિતાના નિર્ણયને ખોટો ગણીને તેમને દંડ ચૂકવવાનો આદેશ આપે તો. આવું જ કંઈક અમેરિકાના મિશિગન રાજ્યમાં થયું છે. પશ્ચમિ મિશિગનમાં રહેતા એક કપલને કોર્ટે પોતાના દીકરાને 22 લાખ રૂપિયા આપવાનો આદેશ આપ્યો છે. હકીકતમાં કપલે પોતાના સેક્સ એડિક્ટ દીકરાનું પોર્ન કલેક્શન ફેંકી દીધું હતું. પરંતુ દીકરાએ તેની ફરિયાદ કોર્ટમાં કરી. ત્યારબાદ કોર્ટે માતાપિતાને 30 હજાર 411 ડોલર એટલે કે લગભગ 22,37,316 રૂપિયાનો દંડ ભરવાની સજા ફટકારી હતી.

દીકરાએ માતાપિતા વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો
WION વેબસાઈટના એક રિપોર્ટના અનુસાર, ડેવિડ વેર્કિંગે યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પોતના માતા-પિતા વિરુદ્ધ કરેલો કેસ જીતી લીધો છે. 43 વર્ષીય ડેવિડ વર્કિંગે તેના માતા-પિતા પર આરોપ લગાવ્યો હતો કે તેમને તેના 29 હજાર ડોલર એટલે કે લગભગ 21 લાખ 31 હજાર 407 રૂપિયાનું પોર્ન કલેક્શન ફેંકી દીધું હતું. તેનાથી તેને ઘણું નુકસાન થયું છે. આ મામલે કોર્ટે ચુકાદો આપ્યો હતો કે માતા -પિતા ડેવિડને 22 લાખ રૂપિયા નુકસાનીમાં આપશે. આઠ મહિનાની સુનાવણી બાદ કોર્ટે આ નિર્ણય આપ્યો હતો.

ડેવિડે કહ્યું કે તેના માતા -પિતાએ તેનું પોર્ન કલેક્શન ફેંકી દીધું. તેમાં પોર્ન ફિલ્મો, મેગેઝિન અને કેટલાક સેક્સ ટોય્ઝ હતા. ડેવિડે કહ્યું કે તેના માતાપિતાને તેનું પોર્ન કલેક્શન ફેંકી દેવાનો કોઈ અધિકાર નથી. આ કેસ દાખલ કર્યા પછી, જજે એક ટીમની રચના કરી, જેને ફેંકી દેવામાં આવેલી સામગ્રીની કિંમતનું મૂલ્યાંકન કર્યું. આ તમામ વસ્તુની કિંમત 22 લાખની આસપાસ હતી. કોર્ટે ડેવિડના માતાપિતાને 22 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે.

માતા-પિતાએ ફેંક્યું દીકરાની પોર્ન ફિલ્મોનું કલેક્શન
ડેવિડ પોતાની પત્નીથી છૂટાછેડા લીધા બાદ ઈન્ડિયાના શિફ્ટ થતાં પહેલા માતા-પિતાના ઘરમાં લગભગ 10 મહિના સુધી રહ્યો હતો. જ્યારે તે પોતાના માતા-પિતાના ઘરેથી ઈન્ડિયાના આવ્યો તો તેને જોયું કે તેની પોર્ન ફિલ્મોનું કલેક્શન ખોવાઈ ગયું હતું. તેને ઘણી શોધ કરી પરંતુ ન મળ્યું. આ અંગે ડેવિડના માતા-પિતાએ જણાવ્યું કે તેમના દીકરાને પોર્નની આદત પડી ગઈ હતી. આ આદતને છોડાવવા માટે તેમને પોર્ન કલેક્શન ફેંકી દીધું.

ચુકાદો આપતી વખતે જજે શું કહ્યું?
આ મામલે ચુકાદો આપતા જજ મેલોનીએ કહ્યું કે, તેમાં કોઈ શંકા નથી કે ડેવિડની સંપત્તિને ફેંકવામાં આવી છે. તેના માતા-પિતાએ ખુદ આ વાતનો સ્વીકાર કર્યો છે કે તેમને દીકરાની પોર્ન ફિલ્મોનું કલેક્શન ફેંકી દીધું.