• Gujarati News
  • Lifestyle
  • Son Bathes In Swimming Pool, Pulls Out T shirt Without Swimming, Video Goes Viral On Social Media

મધર ઓફ ધ યર:સ્વિમિંગ પુલમાં પુત્ર પડતા માતાએ ટી-શર્ટ ખેંચીને બહાર કાઢ્યો, વીડિયો વાઇરલ થયો

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

સામાન્ય રીતે સોશિયલ મીડિયામાં કોઈપણ વીડિયો ગણતરીની મિનિટોમાં વાઇરલ થઇ જાય છે. પરંતુ, મધર્સ ડે પહેલા એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક માતા તેના બાળકને ડૂબતો બચાવે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો જોઈને લોકો માતાને 'મધર ઓફ ધ યર' અને 'સુપર મોમ'કહી રહ્યા છે.

વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, મહિલાનો પુત્ર સ્વિમિંગ પુલના પાણીને જોઈ રહ્યો છે બાદમાં સ્વિમિંગ પુલમાં કૂદી પડે છે. જેવો બાળક સ્વિમિંગ પુલમાં કૂદયો ત્યારે માતાએ બાળકના હાવ-ભાવ જોઇને તેનું ટીશર્ટ પકડીને સ્વિમિંગ પુલમાંથી બહાર કાઢ્યો હતો.

આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. આ ઘટનાનો વીડિયો બાદમાં ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોને અત્યાર સુધીમાં સાડા ચાર લાખથી વધુ વ્યૂઝ મળી ચુક્યા છે. આ સાથે જ લોકો મહિલાને 'સુપર મોમ' અને 'મધર ઓફ ધ યર'નું બિરુદ આપી રહ્યા છે.