• Gujarati News
  • Lifestyle
  • Sometimes Patrolled With A Child In A Dense Forest, Sometimes Faced With A Dreaded Tiger

ટાઇગર રિઝર્વની રિયલ હિરોઈન:ક્યારેક ગાઢ જંગલમાં બાળકોને સાથે રાખી પેટ્રોલિંગ કર્યું તો ક્યારેક ખૂંખાર વાઘનો નીડરતાથી સામનો કર્યો, મહિલા અધિકારીઓની ઈન્સ્પિરેશનલ સ્ટોરી

નિશા સિંહા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • IFS ઓફિસરે કહ્યું, આપણે જ્યાં સુધી વાઘને છંછેડતા નથી ત્યાં સુધી તે આપણને કઈ નુકસાન નહીં કરે
  • જંગલ ચેલેન્જ આપે છે, પરંતુ તેમાં આનંદ છે: IFS ડૉ. કિરણ બિસેન

આજની તારીખમાં ઘણી બહાદુર મહિલાઓ જંગલમાં ટાઇગરને બચાવવાના અભિયાનમાં જોડાયેલી છે. જંગલમાં રહેતા પ્રાણીઓ પર 24 કલાક નજર રાખે છે. ઘણીવાર રાત્રે અંધારામાં ઓપરેશન માટે પરિવારને ઘરમાં જ મૂકીને ડ્યુટી કરવા નીકળી પડે છે. 18 નવેમ્બર, 1973 ના રોજ વાઘને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

‘વાઘની ખૂંખાર આંખોથી ડર લાગતો નથી’
એક સમયની વાત છે. એક ખૂંખાર વાધે મહારાષ્ટ્રમાં બે લોકોને મારી નાખ્યા હતા. બધા લોકો આ વાઘને ગમે તે હાલતે પકડવા માગતા હતા, પરંતુ વાઘ મધ્ય પ્રદેશના જંગલમાં પહોંચી ગયો હતો. તે સમયે IFS રાખી નંદાનું પોસ્ટિંગ બૈતૂલમાં હતું. આ જિલ્લો મહારાષ્ટ્રના અમરાવતીથી અલગ થયો હતો. રાખીએ કહ્યું, હું ટીમની સાથે આ ટાઇગરનું મોનિટરિંગ કરી રહી હતી. ટાઇગર અમારી આગળ ચાલતો હતો અને અમે બધી સાવધાની સાથે તેની પર નજર રાખી રહ્યા હતા. આ વાઘને મોનિટર કરવામાં આશરે 45 દિવસનો સમય લાગ્યો. હું તે દિવસે ઊંઘી નહીં. આખી ટીમ પાર્લેજી બિસ્કિટ ખાઈને કામ કરી રહી હતી. આ રેસ્ક્યુ અભિયાન દરમિયાન એક વખત વાઘ અમારી સામે આવી ગયો હતો. હું કોઈ પણ સિચ્યુએશન માટે તૈયાર હતી અને કોઈને કઈ નુકસાન ના થયું.

IFS રાખી નંદા
IFS રાખી નંદા

મને લાગે છે કે જંગલ મારો મોટો પરિવાર છે અને ઘર મારો નાનો પરિવાર. ઘણીવાર જંગલમાં પેટ્રોલિંગ દરમિયાન માટે મારી દીકરીઓ સાથે રહેવું પડે છે. ઘણીવાર બાળકોની રજા હોય છે પણ અમારે ફિલ્ડમાં જવું પડે છે. આવી સ્થિતિમાં મારી 6-7 વર્ષની દીકરીઓ પણ 5-5 કિમી ચાલે છે. આ ફિલ્ડ સાથે જોડાયેલી મહિલાઓને જો યોગ્ય લાઈફ પાર્ટનર મળી જાય તો લાઈફ વધારે સરળ બની જાય છે. મારા IFS પતિને પણ ખબર હોય છે કે આ જોબ ચેલેંજિંગ છે, કોઈ પણ ઘટના થાય તો માટે અડધી રાત્રે અને સવાર થયા પહેલાં જંગલમાં જવું પડી શકે છે.

દીકરી સાથે જંગલમાં
દીકરી સાથે જંગલમાં

‘જંગલ ચેલેન્જ આપે છે, પરંતુ તેમાં આનંદ છે’
ઘણીવાર આપણને ખબર નથી હોતી કે આપણી સામે મીઠું બોલતી વ્યક્તિ આપણી પીઠ પાછળ ખરાબ વાતો કરે છે પણ પ્રાણીઓમાં આવું નથી. તેઓ પોતાને બચાવવા માટે જ સામેવાળા પર હુમલો કરે છે. પ્રાણીને કોઈ નુકસાન નહીં કરીએ તો તે પણ આપણને નુકસાન નહીં કરે. આ શબ્દો છે IFS ડૉ. કિરણ બિસેનના.

IFS ડૉ. કિરણ બિસેન
IFS ડૉ. કિરણ બિસેન

કિરણે કહ્યું, પેંચ ટાઇગર રિઝર્વ જોઈન કર્યા પછી મારી માતાને ડર હતો કે હું પ્રાણીઓથી ભરેલા જંગલમાં કેવી રીતે રહીશ? કેવી રીતે વિઝિટ કરીશ? આગ લાગે તો પોતાને કેવી રીતે બચાવીશ? પણ મારુ કામ જોયા પછી તેમને મારી પર વિશ્વાસ થઈ ગયો હતો. ઘણીવાર અમારી જીપ વાઘની એકદમ નજીક હોય છે અને બાઘના બચ્ચા અમારી આંખો સામે રમતા હોય છે. વાઘની વાતો મારા દીકરાને ઘણી ગમે છે. તે 14 વર્ષનો છે અને મારા રેસ્ક્યુ ઓપરેશન સાંભળીને ઘણો ખુશ થાય છે. વેટરનરી ડૉક્ટર રહી ચૂકેલી કિરણે કહ્યું, માણસોને તકલીફ થાય તો તેઓ વ્યક્ત કરી દે છે, પણ ખૂંખાર પ્રાણી પોતાનું દુઃખ કોઈને ના કહી શકે. આથી તેમના માટે કામ કરી અમને સારું લાગે છે.

પન્ના ટાઇગર રિઝર્વમાં વાઘની ગર્જના પાછળ ડૉ. કિરણનો ફાળો
વર્ષ 2008માં પન્નામાં વાઘ હતા જ નહીં. આ રિવાઇવ કરવા માટે પેંચ અને કાન્હા ટાઇગર રિઝર્વમાંથી વાઘ મોકલવાનો પ્રોગ્રામ શરૂ થયો. તે સમયે ડૉ. કિરણનું પોસ્ટિંગ પેંચમાં હતું. પેંચમાં ફીમેલ ટાઇગરને પન્ના મોકલવાનું કામ તેને સોંપવામાં આવ્યું હતું. આ માટે યંગ ફીમેલ ટાઇગરને સિલેક્ટ કરવાની હતી કે જે પન્ના જઈને બચ્ચાને જન્મ આપી શકે. ઓપરેશન પૂરું કરવામાં આખો મહિનો લાગ્યો. યોગ્ય વાઘણ સિલેક્ટ કરવાની અને તેને બીજી જગ્યાએ મોકલવાનું કામ ચેલેન્જથી ભરપૂર હતું. આજે પન્ના ટાઇગર રિઝર્વમાં આશરે 30 વાઘ છે. આ વિચારીને ડૉ. કિરણ ખુશ થઈ જાય છે.

‘પ્રાણીઓ કરતાં જોખમી માણસો’
ટાઇગર રિઝર્વની ઓફિસર્સ માને છે કે, મોટાભાગના કેસમાં પ્રાણીઓ ક્યારેય સામેથી અટેક કરતા નથી. જંગલી પ્રાણીઓની નજીક જઈએ તો પણ તે હુમલો કરતા નથી. રાખીએ કહ્યું, પ્રાણીઓ ક્યારેય કોઈ કારણ વગર હુમલો કરતા નથી. એટલું જ નહીં પણ જંગલ સાથે જોડાયેલી મહિલા અધિકારીઓ અને મહિલા ગાર્ડ્સને અહીંની હરિયાળી અને સ્વચ્છતાથી એટલો બધો પ્રેમ થઈ ગયો છે કે શહેરમાં જવાની ઈચ્છા જ થતી નથી.

મહિલા અધિકારો કોઈ પણ કામમાં પોતાનો જીવ રેડી દે છે
મધ્ય પ્રદેશ વનવિભાગમાં મહિલાઓના સિલેક્શન મામલે શરૂઆતમાં ઘણું કન્ફ્યુઝન હતું. તેમના કામ પર કોઈને શંકા નહોતી પણ તેમની સુરક્ષાને લઈને બધાને ચિંતા હતી. આજે અનેક મહિલાઓ વનવિભાગમાં ગાર્ડથી લઈને અધિકાર સુધીની ફરજ બજાવે છે. મધ્ય પ્રદેશમાં મુખ્ય વન સંરક્ષક સંજય કુમારે કહ્યું કે, ટાઇગર રિઝર્વ સાથે જોસાયેલી મહિલાઓએ વખાણલાયક કામ કર્યું છે. તેમનું કામ પુરુષો કરતાં ઓછું નથી. કોઈ જોખમી ઓપરેશન હોય કે પછી એનિમલ રેસ્કયૂ હોય, દરેક સ્ટેજમાં તેમણે પોતાને સાબિત કરી છે. કોઈ પણ પ્રકારની સૂચના મળે તો તેઓ સીધી જંગલ તરફ ડોટ મૂકે છે.