• Gujarati News
  • Lifestyle
  • Some Of These Bollywood Stars' Female Managers Are Daring, Some Are Domineering, Some Are Haseen Dilruba

બોલિવૂડની ટેલેન્ટ મેનેજર:આ બોલિવૂડ સ્ટાર્સની ફિમેલ મેનેજરમાંથી કોઈ ધાકડ છે, તો કોઈ દબંગ, તો કોઈ હસીન દિલરુબા છે

રાધા તિવારી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હૃતિક રોશનની મેનેજર આકાંક્ષા વર્મા છે, જે હૃતિકની બ્રાન્ડ પ્રમોશન કંપનીને પણ સંભાળે છે

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકશે તેની પાછળ કેટલાક લોકોની મહેનત અને મગજ હોય છે. સ્ટાર્સની પ્રોફેશનલ કરિયરની વાત કરીએ તો તેમના મેનેજર જ તેમને માર્ગદર્શન આપે છે. બોલિવૂડ સેલેબ્સના આખા દિવસનું શિડ્યુઅલ તેમના મેનેજરની પાસે હોય છે. ક્યારે ફિલ્મ સાઈન કરવી, ક્યારે જાહેરાત શૂટ કરવી કયા પ્રોજેક્ટ પર કેટલો સમય આપવો, તે સ્ટાર્સના મેનેજરની ફિંગરટિપ્સ પર રહે છે. જુઓ બોલિવૂડની ટોપ મેનેજરિયલ પોસ્ટ પર મહિલાઓનો કબજો...

1. પૂજા દદલાણી- પૂજા દદલાણી બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની મેનેજર છે. તે ઘણા લાંબા સમયથી કિંગ ખાનનું કામ સંભાળી રહી છે. કિંગ ખાનનું શિડ્યુઅલ જોવા સિવાય પૂજા 'કોલકાતા નાઈટ રાઈડર્સ'ની બ્રાન્ડિંગ પણ જુએ છે. પૂજા દદલાણી કિંગ ખાનની ફેમિલીની ઘણી નજીક છે. તેની સાથે જ તેની પત્ની ગૌરી ખાન અને તેના બાળકો સુહાના, અબરામ અને આર્યન ખાનની સાથે પણ સારું બોન્ડિંગ છે. પૂજા દદલાણી એક પ્રોડ્યુસર પણ છે, તેણે હિતેશ ગુરનાની સાથે લગ્ન કર્યા છે. હિતેશે વર્ષ 2008થી ‘લિસ્ટા જ્વેલ્સ’ના ડાયરેક્ટર છે.

2. સુઝેન રોડ્રિગ્સ- સુઝેન રોડ્રિગ્સ વર્ષોથી રણવીર સિંહની મેનેજર બનીને તેનું કામ સારી રીતે હેન્ડલ કરી રહી છે. સુઝેન રણવીરની સાથે ઘણા સમયથી જોડાયેલી છે કેમ કે રણવીરનું કામ સંભાળવા માટે તેના લેવલની એનર્જી પણ મેચ થવી જોઈએ.

3. રૂનાલી ભગત- રૂનાલી ભગત પહેલા એક ફેશન સ્ટાઈલિસ્ટ હતી, જે રિયાલિટી શો માટે કામ કરતી હતી. પરંતુ પછી તેને સેલિબ્રિટી મેનેજર બનવાનું નક્કી કર્યું. હવે તે અર્જુન કપૂરના વ્યસ્ત શિડ્યુઅલને હેન્ડલ કરે છે. તે 9 વર્ષ સુધી રિયાલિટી શોમાં ફેશન સ્ટાઈલિસ્ટ તરીકે કામ કરતી હતી. તેના પછી તેણે સેલેબ મેનેજમેન્ટનું કામ શરૂ કર્યું. અત્યારે રૂનાલી અર્જુનની ફિલ્મ શિડ્યુઅલ અને તેની પ્રોફેશનલ લાઈફ સાથે સંબંધિત બાકીના કામ કરે છે.

4. પૂનમ દમાનિયા- પૂનમ દમાનિયા કરિના કપૂર ખાનની મેનેજર તરીકે કામ કરતી હતી. કરિના અને તેની મેનેજર મિત્રની જેમ રહેતા હતા. પૂનમ દમાનિયા લગભગ 10 વર્ષ સુધી કરીના કપૂરની મેનેજર હતી. રેશ્મા શેટ્ટીની ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની મેટ્રિક્સ હેઠળ પૂનમ કરીના સાથે સંકળાયેલી હતી. પરંતુ હવે તે આ કંપનીથી અલગ થઈ ગઈ છે.

5. અંજુલા આચાર્ય- અંજુલા, એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાની મેનેજર છે અને તેને એક્ટ્રેસની સાથે કામ કરવાની મજા આવે છે. અંજુલા પોતાના કામની સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. અંજુલા આચાર્ય યુનાઈટેડ કિંગડમમાં રહે છે અને પ્રિયંકાના બધા કામનું મેનેજમેન્ટ જુએ છે. તેણે પ્રિયંકાને હોલિવૂડમાં પણ ઘણા મોટા પ્રોજેક્ટ અપાવવામાં મદદ કરી છે.

6. રિતિકા નાગપાલ- રિતિકા નાગપાલ અનુષ્કા શર્મા માટે કામ કરે છે અને તેના બધા શિડ્યુઅલ સંભાળે છે. રિતિકા માત્ર અનુષ્કાને પ્રોફેશનલી જ માર્ગદર્શન આપતી નથી, પરંતુ અંગત નિર્ણયો સાથે જોડાયેલી સલાહ પણ આપે છે. રિતિકા અનુષ્કા શર્માની તમામ બિઝનેસ ડીલ પણ સંભાળે છે.

7. જેનોબિયા ખોલા- જેનોબિયા ખોલા અક્ષય કુમારના મેનેજર તરીકે કામ કરે છે અને અક્ષયની જેમ ઘણી વ્યસ્ત રહે છે. તે સિવાય અક્ષયના વ્યસ્ત કાર્યક્રમને શાનદાર ઢંગથી મેનેજ પણ કરે છે. આ જ કારણ છે કે તેને બોલિવૂડમાં મોસ્ટ વોન્ટેડ મેનેજર માનવામાં આવે છે.

8. આકાંક્ષા વર્મા- હૃતિક રોશનની મેનેજર આકાંક્ષા વર્મા છે, જે હૃતિકની બ્રાન્ડ પ્રમોશન કંપનીને પણ સંભાળે છે. તે હૃતિક માટે લગભગ 10 વર્ષથી કામ કરી રહી છે. હૃતિકના ફોન કોલ્સથી લઈને બિઝનેસ, શૂટિંગ અને કંપનીના બધા હિસાબ આકાંક્ષા જ જુએ છે.

9. ગરિમા શાહ- આલિયા ભટ્ટની મેનેજર ગરિમા શાહની સાથે તેનું સારું બોન્ડિંગ છે. ગરિમા, આલિયાને પર્સનલ અને પ્રોફેશનલ બંને રીતે ગાઈડ કરે છે.

10. શાંતિ મલિક- શાંતિ મલિક, રણબીર કપૂરની બિઝનેસ મેનેજર છે. તે તેના સોશિયલ મીડિયાથી લઈને પર્સનલ લાઈફ સાથે સંબંધિત બધી એક્ટિવિટી પર ધ્યાન રાખે છે.

11. ઈશા ગોરક્ષા- ટાઈગર શ્રોફની મેનેજરનું નામ ઈશા ગોરક્ષા છે. ઈશા ટાઈગરનું બધું કામ સંભાળે છે સાથે તેની સાથે ઘણી મસ્તી કરે છે. ટાઈગર શ્રોફે થોડા દિવસ પહેલા પોતાનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા Koo પર શેર કર્યો હતો જેમાં તે પોતાની મેનેજર ઈશા ગોરક્ષાની સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો.

12. બિંકી મેન્ડેજ- બિંકી મેન્ડેજ બોલિવૂડ એક્ટર આમિર ખાનની મેનેજર છે અને તે તેની જેમ પરફેક્ટ કામ કરે છે.