તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Sneha Singhai From Kolkata Drove Herself After The Farewell, Put The Groom In The Side Seat And Reached Her Father in law Smiling.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુલ્હનનો બોલ્ડ અંદાજ:કોલકાતાની સ્નેહા સિંઘઈ વિદાય બાદ જાતે કાર ડ્રાઈવિંગ કર્યું, વરરાજાને બાજુની સીટ પર બેસાડ્યો અને હસતાં હસતાં સાસરીમાં પહોંચી

એક મહિનો પહેલા

લગ્ન પછી વિદાય થાય ત્યારે દરેક છોકરી ભાવુક થઈ જાય છે અને તે તેના માતા-પિતાને ભેટીને રડે છે. આવું તમે દરેક ભારતીય લગ્ન દરમિયાન જોયું હશે. પરંતુ કોલકાતાની એક દુલ્હન સ્નેહા સિંઘઈએ ટ્રેડિશનલ વિદાયથી એકદમ અલગ તેના પિયરથી સાસરી સુધી ડ્રાઈવિંગ કર્યું અને પતિ બાજુની સીટ પર બેઠો હતો. આ દરમિયાન સ્નેહાએ લાલ કલરની ચણિયા ચોળી પહેરી હતો. વેડિંગ ડ્રેસમાં ડ્રાઈવિંગ કરતી સ્નેહાના ફોટો વાઈરલ થઈ રહ્યા છે.

સ્નેહાએ કહ્યું- ‘જો હું સાચું કહું તો આ કામ મેં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે નથી કર્યું. હું લગ્ન પહેલા જ્યારે પણ મારા મંગેતર સાથે ક્યાંક જતી હતી, ત્યારે હું જાતે જ કાર ડ્રાઈવ કરતી હતી. એટલે સુધી જ્યારે અમે પહેલી વખત ડેટ પર ગયા હતા ત્યારે પણ મેં જ કાર ડ્રાઈવ કરી હતી અને તેમને ઘરે મૂકવા ગઈ હતી. સ્નેહાએ વિદાય દરમિયાન જાતે જ કાર ડ્રાઈવિંગ કરવા વિશે પોતાના મંગેતરને લગ્નના એક મહિના પહેલા પૂછ્યું હતું. પરંતુ ત્યાર બાદ લગ્નની તૈયરીઓ દરમિયાન તે આ વાત ભૂલી ગઈ. ’

જ્યારે સ્નેહાની વિદાય થઈ અને તે કારમાં બેસવા ગઈ ત્યારે તેના પતિએ તેને એક મહિના પહેલા કહેલી વાત યાદ અપાવી. તે એકદમ ખુશ થઈ ગઈ અને જાતે ડ્રાઈવિંગ કરવા માટે તૈયાર થઈ ગઈ. કારમાં બેસીને તેને ખુશીથી પોતાના પરિવારને બાય બાય કહ્યું અને તે રવાના થઈ ગઈ.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો