જ્યારે રસ્તાઓ પર અને ઘરમાં ચારેય તરફ પાણી ભરાયેલું હોય ત્યારે સામાન્ય રીતે લોકોની સ્થિતિ કેવી હોઈ શકે? લોકો ગભરાયેલાં કે ડરેલાં હોય અને એક સુરક્ષિત જગ્યા પર મદદની રાહ જોઈને બેસી રહે છે પણ ટ્વિટર પર તાજેતરનો એક વીડિયો આ કલ્પનાને બદલી રહ્યો છે. આ વીડિયોમાં પૂરની સ્થિતિમાં રસ્તામાં અને ઘરમાં ફસાયેલા અમુક લોકો આ પરિસ્થિતિમાં પણ મજા માણી રહ્યા છે.
ટ્વિટર પર એક લોકપ્રિય એકાઉન્ટ @smileandraja દ્વારા આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. છોકરાઓનું એક જૂથ પૂરથી ભરેલી શેરીઓમાં કૂદકો મારતું અને ડાઇવિંગ કરતું જોવા મળી રહ્યું છે. આ વીડિયોમાં પણ બતાવવામાં આવ્યું છે, કે લોકો રમતિયાળપણે પાણીથી ભરેલી ગલીઓમાં ડાઈવ મારી રહ્યા છે અને સ્વીમિંગ કરી રહ્યા છે. આ ઉપરાંત એક માણસ ખુરશી પર ચડે છે અને તેના ઘરમાં ભરાયેલા પાણીમાં ઊલ્ટી ડાઈવ મારી.
આ ક્લિપ્સ ક્યારે અને ક્યાં રેકોર્ડ કરવામાં આવી હતી, તે જાણી શકાયું નથી પરંતુ અત્યાર સુધીમાં તેણે સોશિયલ મીડિયા પર 19,000 થી વધુ વ્યૂઝ એકત્રિત કર્યા છે. આ વીડિયો શેર કરતી વખતે @smileandraja ટ્વિટ કર્યું હતું કે, ‘જો તમારી પાસે ઉચ્ચ કલ્પનાશક્તિ હોય અને બજેટ ઓછું હોય તો કોઈપણ સ્થળ માલદીવ્સ થઈ શકે છે.’ આ વીડિયો પર કમેન્ટ કરતાં એક ટ્વિટર યુઝરે લખ્યું છે કે, ‘એકમાત્ર માલદીવ જે મને પરવડે તેમ છે.’
આ એકમાત્ર વીડિયો નથી કે, જેમાં લોકો પાણી ભરાવવાની મજા માણતાં જોવા મળે છે. તાજેતરમાં જ એક અન્ય વીડિયો વાયરલ થયા હતાં કે, જેમાં એક ઓટો ડ્રાઇવરે તેના વાહને કામ કરવાનું બંધ કરી દીધું તો પાણી ભરાયેલાં રસ્તાની વચ્ચે ડાન્સ કર્યો હતો. આ મનોરંજક ક્લિપને હાસ્ય કલાકાર અને અભિનેતા સુનિલ ગ્રોવરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી જ્યાં તેને એક લાખથી વધુ લાઇક્સ મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.