• Gujarati News
  • Lifestyle
  • Sleeping Wrongly Has A Bad Effect On The Heart And Kidneys, Pregnant Women Have To Pay Special Attention

હેલ્થ ટિપ્સ:ખોટી રીતે સૂવાથી હાર્ટ અને કિડની પર પડે છે ખરાબ અસર, ગર્ભવતી મહિલાઓએ રાખવું પડશે ખાસ ધ્યાન

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સારા સ્વાસ્થ્ય માટેનું રાઝ 8 કલાકની ઊંઘ અને સાચી રીતથી સૂવું છે. પરંતુ બધા લોકો આ રીતથી નથી ઊંઘતા. સવારે આપણે મોડું થઇ ગયું હોય ઝડપથી ઉઠી જતા હોય છે, પરંતુ એ ખોટું છે. શું તમને ખબર છે કે, સવારે તમે જાગો છો ત્યારે કયાં પડખે જાગો છો? જો તમને જાગવાની સાચી રીત ખબર પડશે તો તમે પણ દિવસભર ફ્રેશ અને એનર્જીથી ભરપુર રહેશો. દિલ્હીની પંચકર્મ હોસ્પિટલના આયુર્વેદ નિષ્ણાત ડો.આર.પી. પરાશર જણાવે છે કે, તમારી એક ભૂલ શરીરની તમામ મુદ્રાને બગાડી શકે છે, તેથી દિનચર્યાનું બરાબર ધ્યાન રાખવું જોઇએ.

આ રીતે સૂવાથી સારી ઊંધ આવે છે.
ડો.આર.પી. પરાશર આ બાબતે વાત કરતા કહે છે કે. તમે કયાં પડખે વધારે સૂવો છો, તેનાથી પણ તમારી ઊંધને ખલેલ પહોંચે છે. તમે ઊંઘ કરીને કેવી રીતે ઉભા થાઓ છો તેની પણ તમારા સ્વાસ્થ્ય પર અસર પડે છે.

કહેવામાં આવે છે કે, જ્યારે પણ સૂઈને જાગો છો ત્યારે બેડની જમણી બાજુથી ઉભું થવું જોઈએ. આયુર્વેદ અનુસાર સૂર્ય નાડી શરીરની જમણી બાજુ આવેલી છે. જ્યારે તમે જમણી બાજુથી ઉભા થાઓ છો ત્યારે તે પાચનતંત્રને વધુ મજબૂત બનાવે છે અને તમને પેટના રોગોથી પણ દૂર રાખે છે. શરીરની આસપાસ બે ચુંબકીય ક્ષેત્રો છે. એક આપણા માથાથી પગ સુધી જાય છે અને બીજું પગથી માથા સુધી આવે છે. આ સ્થિતિમાં જ્યારે વ્યક્તિ જમણી બાજુથી જાગે છે, ત્યારે તે તેના શરીરના અન્ય ચુંબકીય ક્ષેત્રને મજબૂત બનાવે છે. તેનાથી શરીરમાં એનર્જી જળવાઈ રહે છે. એવું પણ કહેવાય છે કે જમણી બાજુ જાગવાથી તમે દિવસભર તણાવમુક્ત રહી શકો છો.

ક્યારે પણ ઝટકાથી ઉભા ન થાઓ નહી તો કમરમાં મોચ આવી શકે છે
જ્યારે પણ બેડ પરથી ઉભા થાઓ ત્યારે ધીમેથી ઉભા થાઓ નહી તો કમરની સમસ્યા થઇ શકે છે. જે લોકોને બેક પેઇનની તકલીફ હોય તે લોકોએ દુખાવો વધી શકે છે.

હાથનો ટેકો આપીને જ બેડ પરથી ઉતરો.
બેડ પરથી ઉતરતા સમયે હાથનો સહારો જરૂર લો, નહી તો ગરદન અને કમરની તકલીફ પડી શકે છે.

ગર્ભવતી મહિલાઓએ બેસવામાં, સૂવામાં અને ઉભું થવામાં ખાસ ધ્યાન રાખવું
ગર્ભાવસ્થામાં જેમ જેમ બાળકનું વજન વધતું જાય છે, તેમ તેમ સ્ત્રીને બેસવામાં, ઊભા થવામાં અને સૂવામાં અનેક પ્રકારની તકલીફ પડે છે. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ બેસવા અને સૂવામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. ગાયનેકોલોજિસ્ટ ડો.મીરા પાઠકનું કહેવું છે કે પ્રેગ્નન્સી દરમિયાન જ્યારે ત્રણેય ત્રિમાસિકમાં બાળકના શરીરનો વિકાસ થાય છે ત્યારે મહિલાને બેસવામાં, ઊભા થવામાં કે સૂવામાં તકલીફ થવા લાગે છે. તેથી આ પ્રકારની સ્થિતિમાં 15-20 મિનિટથી વધુ સમય માટે એક જગ્યાએ ન બેસવું જોઈએ. શરીરનું હલનચલન પણ જરૂરી છે

પહેલા ત્રિમાસિકમાં કામ કરતા સમયે કમર સીધી રાખીને જ બેસો કે સૂવો. વધારે વજન ન ઉઠાવો.

બીજા-ત્રીજા ત્રિમાસિક
ડો.મીરા જણાવે છે કે, પ્રોજેસ્ટેરોન હોર્મોનના વધુ પડતા સ્ત્રાવને કારણે સાંધા અને સ્નાયુઓમાં દુખાવો થવા લાગે છે. જો તમે સૂતા જોય અને ઉઠવું હોય તો પડખું ફેરવીને જાગવું જોઈએ. જો તમે બેસીને ઊભા થવાની કોશિશ કરો છો તો હાથનો સહારો લો. કમરને બને તેટલી સીધી રાખો. આધાર વગર ક્યારેય બેસશો નહીં. બીજા ત્રિમાસિકથી પેટ આગળ વધે છે અને કરોડરજ્જુના નીચેના ભાગમાં વળવા લાગે છે. આવી સ્થિતિમાં કમરની પાછળ ઓશીકું રાખીને સહારો આપો.

ઉભા થતા સમયે ચક્કર આવે
જે લોકોને બ્લડ પ્રેશરની તકલીફ હોય તે લોકો જ્યારે બેસીને ઉભા થાય છે ત્યારે ચક્કર આવે છે અને આંખમાં અંધારા જેવી તકલીફ પણ થઇ શકે છે. આ સમસ્યાને સુપાઈન હાઇપોટેશન કહેવામાં આવે છે. સૂઈને ઉભા થતા પહેલાં શરીરને રિલેક્સ કરો.

હલનચલન જરૂરી છે
ગર્ભાવસ્થામાં લોહી ઘાટું થઇ જાય છે. તેથી શરીરમાં મોમેન્ટ જરૂરી છે. લાંબા સમય સુધી બેસવાથી કે ઉઠવાથી લોહી એકઠું થઇ જાય છે અને દુખાવો અને સોજા જેવી સમસ્યા થઇ શકે છે.

ડાબી બાજુ પડખું ફરીને સૂવાથી થાય છે આ ફાયદા
3 થી 6 મહિના સુધી વજન વધવાથી બેસવામાં, ઉઠવામાં અને સૂવામાં તકલીફ થાય છે. જેના કારણે સ્ત્રીઓ માટે ગભરાહટ બેચેનીનું કારણ બને છે. ગર્ભવતી સ્ત્રીએ ડાબી બાજુ સૂવું જોઈએ જેથી માતા અને બાળક બંનેના શરીરમાં લોહીનું પરિભ્રમણ વધુ સારું રહે. શરીરમાં ઑક્સિજનની કમીને કારણે થતી તકલીફમાં ડાબી બાજુ સૂઇ જવું ફાયદાકારક છે. ગર્ભાવસ્થા દરમિયાન છેલ્લા ત્રણ મહિનામાં આ રીતે સૂવું વધુ યોગ્ય છે.