તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોર્નિંગ હેબિટ્સ:ગુડ હેલ્થ માટે બેડ ટી જેવી બેડ હેબિટ્સ છોડો, મેટાબોલિઝમ અને મેન્ટલ હેલ્થ માટે નુક્સાનકારક

20 દિવસ પહેલા
 • કૉપી લિંક

બેન્ઝામિન સ્પાલ: જો તમે આખો દિવસ એનર્જેટિક અને પોઝિટિવ રહેવા માગો છો તો તેના માટે તમે દિવસની સારી શરૂઆત કરો તે મહત્ત્વનું છે. આ ત્યારે જ થઈ શકે છે જ્યારે તમે કેટલીક ગુડ હેબિટ્સથી દિવસની શરૂઆત કરો અને બેડ હેબિટ્સને લાઈફ સ્ટાઈલથી બહાર કરો. લાઈફ સ્ટાઈલને સારી કરવા માટે તમારે દિવસ ભર હેલ્ધી અને મેન્ટલી પોઝિટિવ રહી શકો છો.

અમેરિકાના ફિટનેસ એક્સપર્ટ જોલી લોજ પાસેથી જાણો, સવારની બેડ હેબિટ્સ અને તેનાં નુક્સાન...

1. પથારીમાંથી અચાનક ઊભા ન થાઓ
અલાર્મ વાગતાંની સાથે અચાનક ઊઠવાની આદત ખરાબ હોય છે. આ આદત સ્વાસ્થ્ય માટે સારી નથી. પથારીમાંથી ઊભા થઈને તરત કામની શરૂઆત કરવાથી પહેલાં બોડી અને મસલ્સને રેડી કરવા જોઈએ. ઉઠ્યા પછી સૌ પ્રથમ ઊંડા શ્વાસ લો, પગ નીચે લટકાવીને 2 મિનિટ બેસો, એક ગ્લાસ પાણી પીઓ. ત્યારબાદ એક્સર્સાઈસ અથવા બીજા કામની શરૂઆત કરો. આવું કરવાથી શરીરનું બ્લડ પ્રેશર અને ઓક્સીજન લેવલ બંને નોર્મલ થઈ જાય છે. તે સૂતા સમયે ઓછું રહે છે.

2. એક વખત જાગ્યા પછી પાછા સૂઈ જવાથી સ્વાસ્થ્યને નુક્સાન
આ એકદમ કોમન હેબિટ છે. લોકો સવારે અલાર્મ લગાવે છે પરંતુ તેને બંધ કરી ફરી પાછા સૂઈ જાય છે. જ્યારે એક વખત ઊંઘ ઉઠી ગયા બાદ ફરી સૂઈ જવાથી તમે મેન્ટલી રિલેક્સ રહેતા નથી. વારંવાર ઊંઘને ડિસ્ટર્બ કરવાથી મેન્ટલ હેલ્થ સારી રહેતી નથી. તેથી આ આદત છોડો અને અને એક ફિક્સ ટાઈમ પર ઉઠવાની આદત રાખો.

3. સ્ટ્રેચિંગ ન કરવું ખરાબ વસ્તું
રાતે સૂતા સમયે શરીરને એક લાંબો રેસ્ટ મળે છે. તેવામાં શરીરને રી એક્ટિવ કરવા માટે જાગ્યા બાદ હળવું સ્ટ્રેચિંગ જરૂરી છે. આ કામ તમે પથારીમાં પણ કરી શકો છો. જો તમે ડીપ બ્રિધિંગ કરો છો તો તે પણ એક્સર્સાઈઝની જેમ કામ કરે છે.

4. ઉઠતાંની સાથે મોબાઈલની આદત ખતરનાક
જો તમે પણ દિવસની શરૂઆત મોબાઈલ અને સોશિયલ મીડિયા સાથે કરો છો તો આ આદત મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ માટે સારી નથી. પ્રયત્ન કરો કે દિવસની શરૂઆત ડે પ્લાનિંગ સાથે થાય. આમ કરી તમે દિવસભરનાં કામ માટે માનસિક રીતે રેડી અને ફોકસ્ડ રહેશો.

5. બેડ ટીની આદત છોડો
જો તમે દિવસની શરૂઆત ખાલી પેટ અથવા ચા-કોફી પીને કરો છો. તે તમારાં મેટાબોલિઝમ માટે સારું નથી. તે સ્વાસ્થ્યને દરેક પ્રકારને નુક્સાન પહોંચાડે છે. ચા કોફીને બદલે નવશેકાં પાણીમાં લીબું અને મધ ઉમેરી પીઓ. તમે ગ્રીન ટી પણ લઈ શકો છો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો