• Gujarati News
  • Lifestyle
  • 'Skin Gritting' Technique Is Best To Get Rid Of Black Heads Problem, Here Are Home Remedies

બ્યૂટી ટિપ્સ:બ્લેક હેડ્સની સમસ્યાને દૂર કરવા માટે 'સ્કિન ગ્રિટિંગ' ટેક્નિક બેસ્ટ છે, આ રહ્યા ઘરગથ્થુ ઉપચાર

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ખુબસુરત ચહેરામાં બ્લેક હેડ્સ દાગ બની જાય છે. બ્લેક હેડ્સથી છુટકારો મેળવવા માટે મહિલાઓ બ્યુટી પાર્લર જાય છે અથવા તો સો.મીડિયામાં આવતા કોઇ ઉપાય કરે છે. પરંતુ આ ઉપાય ક્યારેક તમારી સ્કિન ખરાબ કરી શકે છે. હાલમાં 'સ્કિન ગ્રિટિંગ' બ્લેક હેડ્સને દુર કરવાની નવી ટેકનિક છે. એક્સપર્ટ પાસેથી જાણીએ સમગ્ર માહીતી.

'સ્કિન ગ્રિટિંગ' શું છે?
સ્કિનના પોર્સમાં જમા થયેલી ગંદકી અને મેલને એક ખાસ ટેકનિકથી દુર કરવાની પ્રોસેસને 'સ્કિન ગ્રિટિંગ' શું કહેવામાં આવે છે. આ ડીપ ક્લીંઝિંગ ટેકનિકના ઘણા કારણો છે. જેમાં ઓઇલ ક્લીંઝિંગ, ક્લે માસ્ક અને ચહેરાની મસાજ કરવામાં આવે છે.

ધુળ, ગંદગી અથવા ડેડ સ્કિનને કારણે ચહેરાનાં રોમ છિદ્રો બંધ થઇ જાય તો તેથી પિમ્પલ્સ, બ્લેકહેડ્સની સમસ્યા થવા લાગે છે. જેના કારણે ચહેરાની સુંદરતા બગડે છે. આ સ્થિતિમાં સ્કિનના પોર્સ સંપૂર્ણ રીતે સાફ કરવાની જરૂર નથી, પરંતુ નાક અથવા ચિન પર સ્કિનના પોર્સ મોટા હોય છે. જ્યારે તેમાં ઓક્સિડાઇઝ્ડ કેરાટિન ભરાય ત્યારે બ્લેકહેડ્સ થાય છે. આ બ્લેકહેડ્સ દૂર કરવા જરૂરી છે.

'સ્કિન ગ્રિટિંગ'થી કોઇ સમસ્યા થાય છે?
જો તમને તમારા ચહેરા પર ખીલ હોય અથવા તમારી સ્કિન સેન્સેટિવ હોય, તો સ્કિન ગ્રિટિંગ કરવાનું ટાળો. આ પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા તેલ, ક્લે અને એસિડ ચહેરાને ડ્રાય કરી શકે છે. 'સ્કિન ગ્રિટિંગમાં વપરાતું ઓઇલ પોર્સને બંધ કરી શકે છે અને ચહેરા પર લાલ રેખાઓ બનાવી શકે છે.

ઓઇલ-ક્લે- ઓઇલ મેથડ- આ ત્રણ સ્ટેપ હોય છે

1- ચહેરાને ઓઇલ બેડ ક્લીંઝરથી ચહેરાને સાફ કરો જેથી ત્વચાના છિદ્રો નરમ બને.

2- આ પછી ચહેરા પર માટીનો માસ્ક લગાવો. જ્યારે સૂકાઈ જાય, ત્યારે તેને પાણીથી સાફ કરો.તેનાથી ડેડ સ્કિન દૂર થાય છે.

3- ચહેરાને ટુવાથી લુછ્યા બાદ ત્વચા પર તેલથી 2-3 મિનિટ સુધી માલિશ કરો.

ઓઇલ-એસિડ-ક્લે-ઓઇલ મેથડ આ પ્રક્રિયામાં એક વધારાનું સ્ટેપ છે જેમાં એક્સફોલિએટિંગ એસિડનો ઉપયોગ ત્વચાને સાફ કરવા માટે કરવામાં આવે છે.

  1. સૌથી પહેલાં ઓઇલ ક્લીંઝરના ચહેરાથી ડીપ ક્લીન કરો.
  2. સ્કિન ટાઈપ મુજબ એક્સફોલિએટિંગ એસિડને ચહેરા પર લગાવો. જેનાથી ડેડ સ્કિન રીમુવ થઇ જાય છે.
  3. આ બાદ ચહેરાને ધોયા વગર જ ક્લે માસ્ક લગાવો. આ બાદ ચહેરાને ધોઈ નાખો.
  4. ફેસ ઓઇલથી 2-3 મિનિટ સુધી ચહેરા પર મસાજ કરો.

ઓઇલ-સ્લીપ-ઓઇલ-મેથડ

  1. જો તમે માટીથી બનાવામાં આવેલા ક્લે માસ્ક ચહેરા પર લગાવવા નથી ઇચ્છતા તો ઓઇલ-સ્લીપ-ઓઇલ-મેથડ પણ અપનાવી શકે છે.
  2. ગ્રિટ્સ રીમુવ કરવા માટે ચહેરા પર ફેશિયલ ઓઇલ લગાવીને સુઈ જાઓ.
  3. બીજા દિવસે સવારે ચહેરાને ઓઇલ બેઇઝડ ક્લીંઝરથી સાફ કરો.